Abtak Media Google News

સોરઠ પંથકના કેટલાક ગામોમાં ફળોની રાજા ગણાતી કેસર કેરી વરસાદથી પલડી જવાને કારણે વર્ષે 4,40,000 બોક્ષ કેરીની આવક થઇ છે. જ્યારે ગત વર્ષે 5,13,000 બોક્ષ કેરીની આવક થઇ હતી. જો કે, હજુ કેસર કેરીની સિઝન પૂર્ણ થઇ નથી. અને જો વરસાદ ખેંચાશે તો હજુ પણ 15 થી 20 દિવસ સુધી કેરીની આવક ચાલુ રહેશે તેમ જાણકારો માંથી જાણવા મળી રહ્યું છે.

 કેશર કેરી પલળી જતા આ વર્ષે માત્ર 4.40 લાખ બોક્ષની આવક

તાઉતે વાવાઝોડાની અસરથી કેરી ખરી પડતા ભાવ તળિયે

જુનાગઢમાં દર વર્ષે કેરીના બોક્ષ 550 થી 600 રૂપિયામાં 10 કિલો પેકીંગના ભાવે વેંચાતા હોય છે. પરંતુ આ વર્ષે વાવાઝોડાં દરમ્યાન કેરી ઝાડવેથી નીચે ખરી પાડતા અને વરસાદમાં પલળી જતા એક સાથે વિપુુલ પ્રમાણમાંં કેરીની બજાર માં આવક થઈ હતી અને આ પૂર્ણ સમયે પાકેલી આંખની કેરી ન હોવાના કારણે વાવાઝોડા બાદ કેરીનો 10 કિલો બોક્સનો ભાવ માત્ર 50 થી લઇને 150 રહેવા પામ્યો હતો.

જાણકારોના મતે મીઠી મધુરી કેસર કેરીની ગુણવત્તા ધટતા આવકમાં ધટાડો નોંધાયો છે. જેથી સીઝનનો ધંધો કરતા વેપારીઓ, ખેડૂતો તેમજ ઇજારદારોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી પી. એસ. ગજેરાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે કેસર કેરીના 5,13,000 બોક્ષની આવક થઇ હતી. જ્યારે આ વર્ષે કેરીની આવક 4,40,000 બોક્ષની થઇ છે. જો ગત વર્ષની સરખામણી કરવામાં આવે તો ઉત્પાદનમાં અને ભાવમાં ઝાઝો ફરક નથી. ખેડૂતોને વધુ નુકસાની થઇ નથી. પરંતુ જ્યાં તાઉતે વાવાઝોડાની વધુ અસર થઈ હતી ત્યાં કેરી ખરી પડતા તેના ભાવ સાવ ગગડીને તળીયે પહોંચી ગયા હતા પરિણામે ખેડૂતોને થોડી આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.