ત્રીજી લહેર આવે તો પણ ગોંડલમાં નહીં ઊભી થાય ઓક્સિજનની ઘટ, શરૂ થશે આ સુવિધા

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની કટોકટીના કારણે ખાનગી કે સરકારી હોસ્પિટલમાં દર્દીઓની હાલત કફોડી થઈ  ગઈ હતી જે પરિસ્થિતિને રાજ્ય સરકારે ગંભીરતાથી લઇ રાજકોટ જિલ્લાના ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ઓક્સિજન જનરેશન પ્લાન્ટ પહોંચતો કરી દેવામાં આવ્યો છે આગામી દિવસોમાં એન્જીનીયરો દ્વારા ઇન્સ્ટોલેશન કરી કાર્યરત કરી દેવામાં આવનાર છે.

દર એક મિનીટે 250 લીટર ઓકિસજન જનરેટ કરતો પ્લાન્ટ ગોંડલ સરકારી હોસ્પિટલ પહોચ્યો

જિલ્લામાં  પ્રથમ વધુ કેપેસીટી  ધરાવતો  આ પ્લાન્ટ આગામી દિવસોમાં  કાર્યરત કરાશે

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર વાણવી એ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના ની પહેલી અને બીજી લહેર માંથી આપણે બધાને ઘણું શીખવા મળ્યું છે ઓક્સિજનની કટોકટીના કારણે દર્દી અને દર્દીના પરિવારજનો ને ખૂબ હેરાન થવું પડ્યું હતું આવી પરિસ્થિતિ ત્રીજી લહેરમાં ન સર્જાય તે હેતુથી રાજ્ય સરકારે તાકીદના પગલાં લઇ રાજકોટ જિલ્લામાં પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે 250 લીટર પર મિનિટ ની કેપેસીટી ના ઓક્સિજન જનરેશન પ્લાન્ટની મશીનરી પહોંચતી કરી આપવામાં આવી છે.

આ મશીનની કિંમત આશરે 34 થી 35 લાખ ગણી શકાય તેમ છે આગામી દિવસોમાં એન્જિનિયરોની ટીમ આવી ઇન્સ્ટોલેશન નું કામ કરી આપશે ત્યારબાદ દર્દીઓને ઓક્સિજન અહીંથી જ મળવાનું શરૂ થઈ જશે સરકારનું આ કાર્ય ખુબ જ સરાહનીય છે તેને ત્રીજી લહેર ની સામે તકેદારીના ભાગરૂપે નું પગલું પણ ગણી શકાય તેમ છે તેવું અંતમાં  તબીબે જણાવ્યું હતુ.