Abtak Media Google News
‘અબતક’ પરથી પ્રસારિત થયેલા ‘આયુર્વેદ આજે નહિં તો ક્યારે?’ના 50થી વધુ એપિસોડમાં આયુર્વેદનું મહિમાગાન થયું હતું: હવે આઇઆઇટી દિલ્હી અને દેવ સંસ્કૃતિ વિશ્ર્વ વિદ્યાલયના સંશોધનમાં આ વાત સાબિત થઇ

કોરોનાનો ચેપ લાગેલા ગંભીર દર્દીઓને પણ આયુર્વેદ અને પ્રાણાયામથી અસરકારક પરિણામો મળ્યા છે. અનેક દર્દીઓ અન્ય રોગોથી પિડાતા હોવા છતાં તેમને આયુર્વેદ અને યોગ દ્વારા સ્વાસ્થ્ય મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ‘અબતક’ દ્વારા ‘આયુર્વેદ આજે નહિં તો ક્યારે?’ સિરીઝ ચલાવવામાં આવી હતી. જેના 50થી વધુ એપિસોડ પ્રસારિત થયા. જેમાં આયુર્વેદનું મહિમાગાન કરવામાં આવ્યું હતું. આ સિરીઝમાં પણ અનેક ડોક્ટરોએ આયુર્વેદથી અતિગંભીર રોગ મટી જતા હોવાનું સાબિત કર્યું હતું ત્યારે હવે દિલ્હી આઇ.આઇ.ટી. અને હરિદ્વાર દેવ સંસ્કૃતિ વિશ્ર્વ વિદ્યાલયના સંયુક્ત સંશોધનમાં આ વાત સાબિત થઇ છે.

યોગ અને આયુર્વેદ કોરોના વાયરસના સંવેદનશીલ દર્દીઓની સારવારમાં અસરકારક સાબિત થઈ શકે છે.  ભારતીય ટેકનોલોજી સંસ્થાન દિલ્હી અને દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય -હરિદ્વારના સંયુક્ત સંશોધનમાં આ હકીકત સામે આવી છે.

ભારતીય જર્નલ ઓફ ટ્રેડિશનલ નોલેજમાં કોરોના વાયરસના 30 અત્યંત ગંભીર દર્દીઓની સફળ સારવારનું સંશોધન પ્રકાશિત થયું છે.  રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસની સારવાર ઉપરાંત યોગ અને આયુર્વેદથી પણ આવા દર્દીઓને તણાવમાંથી મુક્તિ અપાવવાની આશા છે અને સારવાર બાદ ઝડપથી સાજા થવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. આઇઆઇટી દિલ્હીના રાહુલ ગર્ગ, જણાવે છે કે આ અભ્યાસ દર્શાવે છે કે ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં પરંપરાગત ભારતીય જ્ઞાન પ્રણાલીઓને વૈજ્ઞાનિક રીતે તપાસવાની તાતી જરૂરિયાત છે. માર્ગદર્શિકા અનુસાર સ્ટાન્ડર્ડ કેર ટ્રીટમેન્ટ ઉપરાંત, દર્દીઓને ટેલિમેડિસિન દ્વારા આયુર્વેદિક દવાઓ સૂચવવામાં આવી હતી, અને વીડિયો કોન્ફરન્સિંગનો ઉપયોગ કરીને વ્યક્તિગત ઉપચારાત્મક યોગ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

માનક આધારિત સારવાર ઉપરાંત ટેલીમેડિસિન દ્વારા માર્ગદર્શિકા મુજબ દર્દીઓને આયુર્વેદિક દવાઓ આપવામાં આવી હતી અને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉપચારાત્મક યોગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગર્ગે કહ્યું, લગભગ તમામ દર્દીઓને ઉચ્ચ જોખમ હતું કારણ કે તેઓ કોરોના સિવાયના અન્ય રોગોથી પીડિત હતા, જેમ કે ડાયાબિટીસ મેલીટસ, હાયપરટેન્શન, કિડની અથવા હૃદય સંબંધિત રોગો અથવા 60 વર્ષથી વધુ ઉંમરના હતા.

સારવારમાં આયુર્વેદિક દવાઓ, દૈનિક યોગ જેમાં પ્રાણાયામ અને અન્ય સામાન્ય આસનો અને જીવનશૈલીમાં કેટલાક ફેરફારોનો સમાવેશ થતો હતો.  અડધાથી વધુ લક્ષણોવાળા દર્દીઓમાં પાંચ દિવસમાં સુધારો જોવા મળ્યો, જ્યારે 90 ટકા દર્દીઓમાં નવ દિવસમાં સુધારો જોવા મળ્યો.  આ દરમિયાન 60 ટકા દર્દીઓ 10 દિવસમાં 90 ટકા સાજા થયા હતા.

સંશોધનમાં સામેલ આઈઆઈટી સ્કોલર સોનિકા ઠકરાલે જણાવ્યું હતું કે, “સારવારના અંત સુધીમાં, ઘણા દર્દીઓએ તેમના રોજિંદા જીવનમાં યોગને અપનાવ્યો છે અને ઘણાએ આયુર્વેદિક ડોક્ટરો પાસેથી સારવાર લીધી છે.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.