૨૧મી સદીમાં પણ દામનગરના ૨૧ ગામડા ‘સંપર્ક’ વિહોણા

ડાકીયા ડાક લાયા…

પોસ્ટઓફિસ જેવી મહત્વની સેવા માટે અરજદારોને ખૂટતા સ્ટાફથી થતી અગવળતામાંથી ક્યારે મુક્તિ મળશે?

કર્મચારીઓની તાત્કાલિક જગ્યા ભરવા માંગ સ્થાનિક અગ્રણીની સુપ્રિન્ટેન્ડન્ટને લેખિતમાં રજુઆત

ડાકીયા ડાક લાયા…..ડાકીયા ડાક લાયા…..આ ગીત આજે પણ યાદ આવી જતા પોસ્ટઓફિસની યાદ આવી જાય છે. આગાઉ જ્યારે ટેલિફોન કે ટેકનોલોજી વિકસી ન હતી ત્યારે લોકો ડાકીયાની રાહ જોઈ બેસતાં ત્યારે આજે ૨૧મી સદીમાં દામનગરના ૨૧ ગામડાઓ હજુ ’સંપર્ક’ વિહોણા જ છે. કેમ કે, દામનગરની પોસ્ટ ઓફીસમાં મોટા ભાગની જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે. જેને કારણે અહીં આવતા અરજદારોના કામ સમયસર ન થતા મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સ્થાનિક અગ્રણીએ જગ્યા ભરપાઈ કરવા માટે અમરેલી પોસ્ટ ઓફિસમાં સુપ્રીટેન્ડને લેખિતમાં રજુઆત કરી છે.

દામનગરની પોસ્ટ ઓફીસ નીચે ૨૧ પોસ્ટ સેન્ટર આવેલા છે. અહીંની મેઈન પોસ્ટઓફિસમાં લાંબા સમયથી આધાર કાર્ડ, રજીસ્ટર અને બચત સહિતની સેવા પર ટેબલ ખાલી છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારોની કામગીરી સમય મર્યાદામાં પુરી થતી નથી. જેથી અરજદારોને વારંવાર પોસ્ટ ઓફીસ ખાતે ધક્કા ખાવા પડે છે.

આ ઉપરાંત નેટ કનેક્ટિવિટી પણ વારંવાર ખોરવાઈ જતા અરજદારોને દિવસભર પોસ્ટ ઓફિસમાં સમય પસાર કરવો પડે છે. ત્યારે તાત્કાલિક પોસ્ટ ઓફિસમાં ખાલી જગ્યાઓ ભરપાઈ કરવા માંગ ઉઠવા પામી છે.

સેનટ્રલ ગર્વમેન્ટની કચેરીમાં જોવા મળતા સ્લોગન મેં આઈ હેલ્પ હોય ફક્ત બોર્ડ પર જ સારા લાગે છે. મોટાભાગની સેવાઓ માટે ભારે લાચારી વેઠતાં નાગરિકો અરજદારો ટટળી રહ્યા છે અને મહત્વના કામો પણ થતા નથી. ત્યારે દામનગરની પોસ્ટ ઓફીસમાં ખૂટતો સ્ટાફ ભરી પોસ્ટની સેવા સુવ્યવસ્થિત બનવાની બુલંદ માંગ ઉઠી રહી છે.

કચેરીમાં નેટ કનેક્ટિવિટી વારંવાર ખોરવાય છે