રાજકોટના ભરચક ટ્રાફિકમાં પણ ફક્ત પાંચ મિનિટમાં એમ્બ્યુલન્સ એરપોર્ટ પહોંચી, જાણો સમગ્ર ઘટના

વિવાદમાં ફસાયેલા વોરિયર્સનું સ્તૃત્ય કાર્ય

કોરોનાગ્રસ્ત દર્દીને લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે રાજકોટના ટ્રાફિકથી ભરચક વિસ્તારમાંથી ગ્રીન કોરિડોરની મદદથી માત્ર ૫ મિનિટમાં એરપોર્ટ પહોંચાડી ચેન્નઈ રીફર કરાયા

ડો. તેજસ કરમટા, ડો. તેજસ  મોતીવરસ, ડો. દિગ્વિજય, ડો. હાર્દિક વેકરિયા અને ડો. પ્રિયંકાબા જાડેજાની મહેનત રંગ લાવી, દર્દીને નવું જીવન મળ્યું

તાજેતરમાં જ અગ્નિકાંડના વિવાદમાં જેમને વિવાદમાં ફસાવવામાં આવ્યા તે ગોકુલ હોસ્પિટલના ડો. તેજસ કરમટા અને તેમની ટીમે એક દર્દીને ભારે જહેમતથી નવું જીવન આપીને પોતાની સેવા નિષ્ઠાનો પરચો આપ્યો છે. કોરોનાની સારવારમાં ગોકુલે ’ગોકુળીયુ’ બનાવી દીધું છે. જેમાં એક કોરોનાના દર્દીને લંગ ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તાત્કાલિક ચેન્નઈ પહોંચવું જરૂરી બન્યું હતું. જેથી ગોકુલ હોસ્પિટલની ટીમ દ્વારા આ દર્દીને લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે રાજકોટના ટ્રાફિકથી ભરચક વિસ્તારમાંથી ગ્રીન કોરિડોરની મદદથી માત્ર ૫ મિનિટમાં એરપોર્ટ પહોચાડી ચેન્નઈ રીફર કરાયા હતા.

સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ત્રીસ વર્ષથી ન્યુરોસર્જરીમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી નામાંકિત થયેલ ગોકુલ હોસ્પિટલ ખાતે છેલ્લા ચૌદ વર્ષથી કાર્યરત ક્રિટિકલ કેર યુનિટ એ પણ અનેક સીમા ચિન્હો હાંસલ કાર્ય છે, ઉપરાંત ક્રિટિકલ કેર ક્ષેત્રે સારવારના નવતર અભિગમ અને એડ્રવાન્સમેન્ટ પણ ગોકુલ હોસ્પિટલની ક્રિટિકલ કેર ટિમ એ આત્મસાત કરી લીધા છે. અત્રે દાખલ થયેલ દર્દીઓ ચોવીસ કલાક પોતાની દેખરેખ હેઠળ રહે એવી ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે, ગોકુલ હોસ્પિટલ ખાતે ક્રિટિકલ કેર ટિમ દ્વારા ગંભીર દર્દીઓની ઈસીએમઓ મશીન દ્વારા પણ સારવાર કરવામાં આવે છે અને છેલ્લા બે વર્ષોમાં બાર દર્દીઓને ઈસીએમઓ દ્વારા સારવાર આપવામાં આવી છે.

સૌ જાણે છે એ પ્રમાણે કોરોના વાઇરસ સંકમિત દર્દીના ફેફસાને સૌથી વધુ અસર પહોંચાડે છે કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ પણ તેની આડઅસર દર્દીના શરીરમાં છોડતો જાય છે અને દર્દીની તબિયત બગડી શકે છે. આવો જ એક ચેલેન્ડિંગ કિસ્સો ગોકુલ હોસ્પિટલ, વિદ્યાનગર ખાતે બની ગયો. ત્રીસ વર્ષીય યુવાનને કોરોના સંક્રમણ થયું હતું અને કોરોના રિપોર્ટ નેગેટિવ થયા બાદ પણ ફેફસાની પરિસ્થિતિ બગાડતા ૫૭ દિવસ પહેલા ગોકુલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા, વેન્ટિલેટર નો ૧૦૦% સપોર્ટ હોવા છત્તા પણ દર્દીની તબિયત અસ્થિર હોવાથી આ દર્દીને ઈસીએમઓ દ્વારા સારવાર શરુ કરવામાં આવી હતી. (ઈસીએમઓએ એક એવું મશીન છે જે શરીરની બહાર રહી ફેફસાનું કામ કરે છે. જેથી દર્દીના ફેફસાને આરામ મળી રહે અને ફેફસા પૂન: કાર્યરત થઇ શકે). ઈસીએમઓની સમગ્ર સારવાર દરમિયાન ગોકુલ હોસ્પિટલની ક્રિટિકલ કેર ટિમ ડો. તેજસ મોતીવરસ, ડો. દિગ્વિજયસિંહ જાડેજા, ડો.તેજસ કરમટા, ડો.હાર્દિક વેકરીયા અને ડો. પ્રિયંકાબા જાડેજા સતત ખડે પગે ઉભી રહી હતી ઉપરાંત પલ્મોનોલોજીસ્ટ ડો. તુષાર પટેલ અને ડો. હિરેન વાઢિયાનો પણ સંપૂર્ણ સહકાર મળેલ હતો.

ચાલીસ દિવસની ઈસીએમઓ સહિતની સઘન સારવાર પછી પણ દર્દીના ફેફસામાં સંતોષકારક સુધારો નોંધાયો ન હતો અને લંગ ફાઇબ્રોસિસ થયું હતું જેથી લંગ ટ્રાન્સપ્લાન્ટ અને વધુ સારવારાર્થે ખાસ એર એબ્યુલન્સ દ્વારા ચેન્નાઈ સ્થળાંતરિત કરાયા હતા. આ પ્રક્રિયામાં ગોકુલ હોસ્પિટલ, વિદ્યાનગર થી એરપોર્ટ સુધી રસ્તામાં ટ્રાફિક અડચણ રૂપ ન થાય એ માટે રાજકોટ શહેર પોલીસ ડિપાર્ટમેન્ટનો સંપર્ક સાધતા રાજકોટ પોલીસ તેમજ રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર તેમજ પેટ્રોલિંગ કાર ની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જેના કારણે ગોકુલ હોસ્પિટલ, વિદ્યાનગરથી એરપોર્ટ સુધીનું અંતર માત્ર ચાર મિનિટમાં જ કપાયું હતું. ગોકુલ હોસ્પિટલ ખાતે થી ડો. હાર્દિક વેકરીયા દર્દીની સાથે એર એબ્યુલન્સમાં સાથે ગયા છે.સૌરાષ્ટ્રના મેડિકલ હબ ગણાતા રાજકોટ ખાતે ઈસીએમઓ ઉપરાંત ગ્રીન કોરિડોર અને એર એબ્યુલન્સ સુધીની સુવિધા મેડિકલ ક્ષેત્રમાં થતા નવીનીકરણ ને આભારી છે, જેના થકી બુજાતી જીન્દગીને નવજીવન મળવાની આશાઓ વધી જાય છે. આ તબ્બકે ગોકુલ હોસ્પિટલ દ્વારા ઉચ્ચ પ્રકારની વ્યવસ્થા પુરી પાડવા બદલ રાજકોટ શહેર પોલીસ, ટ્રાફિક ડીપાર્ટમેન્ટ અને એરપોર્ટ ઓથોરિટી ખાસ આભાર માનવામાં આવ્યો હતો.