કોરોનાથી પણ ખતરનાક સોશિયલ મીડિયાનો ‘વાયરસ’ ટ્રંપને ભરખી ગયો!!

મહાસત્તાના ‘મહારથી’ પર કાર્યવાહી કરી ટ્વીટરે સોશિયલ મીડિયાની તાકાત બતાવી !!

અમેરિકાની ચૂંટણીથી માંડી હિંસામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ‘અહમ’ ફાળો !!

૮ કરોડ લોકોનો અવાજ દબાઈ શકે નહિ; પોતાનું અલગ પ્લેટફોર્મ ઉભુ કરવાનો ડોનાલ્ડ ટ્રંપનો હુંકાર

આજના ૨૧મી સદીનાં આધુનિક યુગમાં અધતન ટેકનોલોજી વિકસતા ડીજીટલ સેવાનો ઉપયોગ ખૂબ વધ્યો છે. એમાંપણ ખાસ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ વ્યાપક બન્યો છે. છેવાડાનો માનવી પણ આ સોશ્યલ મીડિયાના ‘વાયરસ’થી અજાણ નહી હોય યુઝર્સ રાત-દિવસ આમાં રચ્યા પચ્યા છે જોકે, આનો ઉપયોગ સિકકાની બે બાજુનીજેમ સારો અને નરસો એમ બંને છે. માત્ર મનોરંજન અને કોમ્યુનિકેશન, કનેકટીવીટી સુધી તો ઠીક પરંતુ હાલ આ સોશ્યલ મીડીયા વાયરસ નહી પણ ‘વાયરસ‘ બનતા રાજકીય પક્ષશે આનો લાભ ખાટી રહ્યા છે. રાજકીય ઉપરાંત, ધંધાકીય, સામાજીક એમ દરેક ક્ષેત્રે ઉપયોગી જ છે. પરંતુરાજકીય રમતનો પણ આ પ્લેટફોર્મ ભાગ બનતા અરાજકતા ફેલાઈ રહી છે. જેનો જીવંત દાખલો તાજેતરની અમેરિકાની ઘટના છે. વિશ્ર્વના સૌથી જૂના લોકતંત્રમાં લોહિયાળ ખેલ ખેલાયો. માત્ર આ જ નહિ પરંતુ ચૂંટણીના પ્રચાર ટાળેથી હિંસા સુધી સોશ્યલ મીડિયાનો ‘વાયરસ’ ડોનાલ્ડ ટ્રંપ માટે વધુ ખતરનાક સાબિત થયો છે. આ વાયરસ ટ્રંપને ભરખી ગયો હોય, તેમ ટ્રવીટર, ફેસબુકે તેમના એકાઉન્ટસ સસ્પેન્ડ કરી દીધા છે.

વિશ્ર્વની મહાસતા ગણાતા દેશના રાષ્ટ્રપતિ સાથે જો સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ આ કાર્યવાહી કરી શકે તો આ પરથી ફલિત થાય છે કે, ટવીટર, ફેસબુક જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રત્યક્ષ નહિ પણ પરોક્ષ પણે કેટલી સત્તાઆવી ગઈ છે. કે જેટ્રંપની બાદબાકી પણ કરીશકે છે. આ પરથી ડોનાલ્ડ ટ્રંપ સહિત સમગ્ર વિશ્ર્વએ નોંધ લેવા જેવી છે કે, સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનું વર્ચસ્વ કેટલુ વધી ગયું છે, તેનું મહત્વ વધી ગયું છે. આ પ્લેટફોર્મ પર નાની અમથી વાત વાયુવેગે પ્રસરી મોટી અસર ઉપજાવનારી બની જાય છે. આ ‘વાયરસ મીડીયા’ ઘણીવાર લાભદાયક નીવડે છે. તો ઘણીવાર અતિગંભીર પરિણામો આપે છે.જે આપણે અમેરિકામાં થયેલી હિંસા પરથી સ્પષ્ટ પણે જાણી શકીએ છીએ.

અમેરિકી કોંગ્રેસમાં હિંસા ફેલાવનારા લોકોને ક્રાંતિકારી ગણાવતા ડોનાલ્ડ ટ્રંપ વધુ ફસાયા હતા. અને ટવીટરે તેમનું એકાઉન્ટ ૨૪ કલાક માટે બંધ કરી દીધા બાદ હવે સાવ બંધ કરી દીધું છે. ૮.૮ કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવનાર ટ્રંપનું એકાઉન્ટ સસ્પેન્ડ થવું એ કોઈ નાની વાત નથી. આ પર ટ્રંપે ટવીટર અને ફેસબુક પર અભિવ્યકિતની સ્વતંત્રતતા છીનવવાનો આરોપ લગાવ્યો છે. અને કહ્યું હતુ કે, ટવીટરે ડેમોક્રોસની સાથે મળી એકાઉન્ટ હટાવ્યું છે. પરંતુ તે ૮ કરોડ લોકોનો અવાજ દબાવી શકે નહિ, ટવીટરની સાથે ફેસબુક યુ-ટયુબ, દ્રવિચ સ્નેપચેટ અને રેડિટે પણ ટ્રંપનું એકાઉન્ટ બંધ કરી દીધું છે.

સોશ્યલ મીડીયા પ્લેટફોર્મની આ કાર્યવાહી બાદ ડોનાલ્ડ ટ્રંપે પોતાનું એક અલગ જ પ્લેટફોર્મ બનાવવાનો હુંકાર કર્યો છે.તેમણે જણાવ્યું કે, હું લાંબા સમયથી કહેતો આવ્યો છું કે ટ્વીટર વાણી સ્વતંત્રતાના અધિકારનો ભંગ કરી રહ્યું છે. મને ચૂપ કરાવવા ડેમોક્રેટ સાથે મળી ટ્વીટરે મારૂ એકાઉન્ટ બંધ કરી દીધું છે જે અયોગ્ય છે. તેમણે વધુમાં કહ્યું કે, મને જાણ હતી જ કે આવું થશે આથક્ષ અમે આગવી તૈયારીના ભાગરૂપે બીજી સાઈટ્સ સાથે વાત કરી જ રહ્યા છીએ અને ટુંક સમયમાં જ નવા પ્લેટફોર્મની જાહેરાત કરાશે.