Abtak Media Google News

‘ચા’ એટ્લે ચાહત દિવસની શરૂઆત જ જેના દ્વારા થાય એ ‘ચા’,ક્યારેય પણ પી એવું પીણું એટ્લે ‘ચા’. આખા દિવસનો થાક ઉતારે એ ‘ચા’. ચા પીવાનો ક્યારેય સમય નથી હોતો અને કેટલાક લોકો ચા માટે એટલા પાગલ હોય છે કે ચા માટે ગમે તે કરી શકે છે એટલા માટે જ તેમને “ચા-પ્રેમીઓ” કહેવાય છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિને ચા પોતાના જીવ કરતાં પણ વધુ વહાલી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ વિડિયોમાં બે વ્યક્તિને પોલીસ પકડીને લઈ જાય છે પરંતુ તેમણે ચા પ્રત્યે એટલો લગાવ છે અથવા તો ચા પ્ર્ત્યેનો નહદ પ્રેમ છે કે તેઓ આ સ્થિતિમાં પણ ચા પીવાનું મૂકી શકતા નથી. પોલીસકર્મી એક તરફ વ્યક્તિને ખેંચીને જીપ તરફ લઈ જઈ રહ્યો છે અને છતાં પણ તે વ્યક્તિ ચા પીવાનું છોડતા નથી.

આ વીડિયો આઈપીએસ અંકિતા શર્માએ શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે, ‘યે હમ હૈ, યે હમારી ચાય હૈ, બાકીનું પછીથી જોશું.’ આ વીડયો ચા પ્રેમીઓએ ખાસ કરીને જોવો જોઈએ કે લોકો ચા માટે લોકો કઈ હદ સુધી પાગલ હોય શકે છે તે આ વિડીયો પરથી જોવા મળે છે. આ ચાના રસિયાઑ માટે કહી શકાય કે પ્રાણ જાય પર ચાયના જાયે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.