Abtak Media Google News

ગાંધીનગરમાં આજ રોજ ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં ૧૦ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ આ ઘટના સવારની છે જ્યાં ચ-6 સર્કલ પાસે આજે સવારના ખાનગી બસની ટક્કરથી સ્કૂલવાન પલટી જતાં 10 બાળકને નાની-મોટી ઈજાઓ થઇ હતી.

Whatsapp Image 2022 11 18 At 12.11.00 Pm

૧૦માંથી એક બાળકને ગંભીર હાલતમાં અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકો છો કે વહેલી સવારે આખો રોડ ખાલી હોવા છતાં બસની ટક્કરથી સ્કૂલવાન પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

Whatsapp Image 2022 11 18 At 12.12.19 Pm

સ્કૂલવાનમાં 12 બાળકો સવાર હતા જેમાંથી 10ને શરીરે નાનીમોટી ઈજાઓ થઈ હતી તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે, જે પૈકી એકની હાલત ગંભીર જણાતાં તેને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Whatsapp Image 2022 11 18 At 12.11.32 Pm

ઘટની જાણ થતા વાલીઓ પણ સિવિલ હોસ્પીટલે દોડી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.