Abtak Media Google News

જનની જણ તો ભક્ત જણ, કા દાતા, કાં સુર નહી તો રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર ઝવેરચંદ મેઘાણીની પંક્તિ ઉપરોક્ત તસવીર માટે લખવામાં આવી હોય તેમ પિતૃ ભક્તિ પુત્રએ પોતાના પિતાનો વજન પોતાના ખંભે લઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવ્યો હતો.

સિવિલ હોસ્પિટલના ખાટલે મોટી ખોટ હોય તેમ સ્ટેચરના અભાવે કળયુગ કાળમાં પણ શ્રવણ જેવા પુત્ર જોવા મળતા ‘અબતક’ના તસવીર કારે કળયુગમાં પણ શ્રવણની પ્રતિતિ કરતી તસવીર કેમેરામાં કેદ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં દાતાઓ દ્વારા અનેક સ્ટ્રેચર આપવામાં આવ્યા છે પરંતુ હાલની કથળતી સ્થિતિને કારણે અને તંત્રની બેદરકારીના કારણે લોકોને સ્ટેચર મળી રહ્યા નથી જેના કારણે આજે પુત્રએ તેના પિતાને ખંભા ઉપર બેસાડી ઓપીડી બિલ્ડિંગ થી એક્સ-રે વિભાગ સુધી લઈ ગયો હતો અને એક્સ-રે પડાવી ફરીથી તે તેના પિતાને ઓપીડી બિલ્ડિંગ ડોક્ટર પાસે લઇ ગયો હતો. જો સત્તાધીશો દ્વારા તંત્રમાં થોડો પણ સુધારો કરવામાં આવે તો દાતાઓ દ્વારા આપેલી વસ્તુઓનો યોગ્ય ઉપયોગ થઇ શકે અને તે ધૂળ ખાતી રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.