Abtak Media Google News

“નીમ હકીમ ખતરે જાન”..

બીમારીનોઈલાજ કરાવવા અને દવા લેવા માટે ક્યારેય બિનઅનુભવી નો આશરો ન લેવો જોઈએ કે કોઈનો ભરોસો પણ ન કરવો જોઈએ, દેશનું જાહેર આરોગ્ય જળવાઈ રહે અને દરેક દર્દીને યોગ્ય દવા અને સમયસરસારવાર મળી રહે તે માટે ઔષધ નિયમન અને આરોગ્ય સંબંધી નિયમો અને કાયદા માં ખાસ તકેદારી રાખવામાં આવી છે, મેડિકલ સ્ટોર ના લાયસન્સ માટે પણ ફાર્માસિસ્ટ હોય તેનેજ યોગ્ય ગણાય છે અને કોઈપણ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા ન વેચવા ની સ્પષ્ટ માર્ગદર્શિકા નો અમલ કરવાની જોગવાઈ છે.

ત્યારે ઓનલાઇન કોઈપણ જાતની તબીબની ભલામણ વગરની દવાઓ મંગાવવાની ઉભી થયેલી પ્રથા કેટલી જોખમી  બની શકે છે? તેનો કોઈ વિચાર કરતું નથી ઓનલાઇન મંગાવવામાં આવતી દવાઓમાં ગુણવત્તા તો ઠીક પણ તદ્દન હલકી અને ઘાતક દવાઓ ધાબડી દેવાની જોખમી પરિસ્થિતિ ઉભી થઈ છે.

ઓનલાઈન ની ખરીદી ની જેમ હવે દવા પણ ઓનલાઇન ખરીદવા ની વધતી જતી પ્રથા ક્યારે ફાયદારૂપ ન જ થઈ શકે, ડોક્ટરના વીઝીટીંગ ચાર્જ,અને કન્સલ્ટિંગ ફી ભરવાની જરૂર ન ગણી કન્ટેન અને જાણીતી દવાઓ પોતાની રીતે ઓનલાઇન મેળવી લેવાથી આર્થિક ફાયદો થાય, પરંતુ ઓનલાઇન મંગાવવા થી દવા ની ગુણવતા અને તેના ચોક્કસ ફાયદા સંપૂર્ણ અનિશ્ચિત હોવાથી ઝડપી અને સાવ સસ્તા ભાવે ઓનલાઇન દવા મળે તો પણ તેનો ઉપયોગ ટાળવો જોઈએ વિશ્વના અનેક મોટા વિકસિત અને ઈ-કોમર્સ અને ઓનલાઇન બિઝનેસ માટે દુનિયાને પાઠ ભણાવનાર દેશો પણઓનલાઇન દવા ની ખરીદી લોકો દૂર રહે તેવી તાકીદ કરતા થયા છે.

ત્યારે ભારતની પરંપરાગત સામાજિક વ્યવસ્થા અને આરોગ્ય પ્રત્યે ની સજાગતા વાળી પ્રજાએ તો ઓનલાઇન દવાના ભરોસા ને જરા પણ પાલવો ન જોઈએ ,ભરોસાની ભેંસ હંમેશા પાડો જ જણે, ડોક્ટર ની ભલામણ અને દેખરેખ વગર કોa,ઈપણ દવા નો ઉપયોગ કરવાની લક્ષ્મણ રેખા ન જ થવી જોઈએ વળી ઓનલાઇન ટ્રેડિંગ કંપની દ્વારા મોકલવામાં આવતી દવા ની ચોકસાઈ અને ઓરિજીનાલિટી અંગે પણ કોઈ બાહેધરી મળતી નથી ત્યારે ઓનલાઇન દવા મંગાવવાના જોખમોનો વિચાર કરવાનો હવે સમય પાકી ગયો છે….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.