સોનાની જીવતી માછલી જોઈ છે ક્યારેય ? આ યુવકને હાથ લાગી “ગોલ્ડફિશ”, જાણો શું છે તેનું રહસ્ય

આપણે દંતકથાઓમા અને વાર્તાઓમાં સાંભળ્યુ જ હશે કે સોનાની મરઘી મળી અથવા તો સોનાની માછલી કોઈક વ્યક્તિને મળી આવી પરંતુ હકીકતમાં આવું ક્યાય થતું હશે ?? હા, અમેરિકાના અરકાનસાસમાં એક વ્યક્તિને એક સોનેરી દુર્લભ ‘બાસ’ નામની માછલી મળી આવી છે, જેને બાયોલોજિસ્ટ “લાખોમાં એક” કહે છે. અહીં બીવર તળાવમાં માછલી પકડતાં સમયે જોવર રોડર્સનામના એક શખ્સને આ ‘ખજાનો’ મળ્યો છે. આરકંસો ગેમ એન્ડ ફિશ કમિશનના જીવવિજ્ઞાની જ્હોન સ્ટિન કહ્યું છે કે ‘ગોલ્ડફિશ’ બાસ માછલી જેનેટિક ગડબડના કારણે પીળા રંગની લાગે છે.

સ્ટીને કહ્યું છે કે, ‘આ અલગ રંગની માછલીને જૈન્થોક્રોમિઝમ થયું છે, જેમાં ગાઢ પિગ્મેન્ટની જગ્યાએ પીળો રંગ આવી જાય છે. તે એકદમ દુર્લભ વસ્તુ છે અને તે કુદરતી રીતે જ થાય છે. રોજેરે કહ્યું છે કે પહેલા તેણે માછલીને જોઈ અને જોતાં જ તેને લાગ્યું કે તે બીમાર છે. બાદમાં સોશિયલ મીડિયા પર માછલીની તસવીર શેર કરી મિત્રોને મોકલી આપી. લોકોની પ્રતિક્રિયા જોયા પછી તેને લાગ્યું કે આ માછલીને તેને દરિયામાં પાછી છોડી દેવી ન જોઈએ . આ માછલી 16 ઇંચ લાંબી અને તે 1 કિલો વજનની હશે. પછી તેણે આ માછલી પર વધુ શોધખોળ શરૂ કરી.

ફેબ્રુઆરીમાં જોવા મળ્યા હતા સોનેરી પેંગવિન

અલગ રંગના જીવો વિશે જાણવા માટે જીવવિજ્ઞાની અને ફોટોગ્રાફરોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો રહે છે. ફેબ્રુઆરીમાં સાઉથ જ્યોર્જિયાના પ્રવાસ પર આવેલા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર યિવ્સ એડમ્સ જ્યારે પીળા રંગનો પેન્ગ્વીન જોયો હતો ત્યારે લોકો તેની વાત માનતા ન હતા. પેંગ્વીન સામાન્ય રીતે કાળા અને સફેદ રંગના હોય છે. એડમ્સ કહે છે કે આવો રંગ કદાચ લ્યુસિઝમને કારણે થઈ શકે છે. આ એક પ્રકારનું મ્યુટેશન હોય છે જેના કારણે પીછાઓમાં મેલેનિન બનતું નથી. મ્યુટેશનના કારણે સંપૂર્ણ સફેદ રંગનો પેંગવિન પણ જોવા મળી શકે છે.