• ટાટા ગ્રુપ દ્વારા ઉત્પાદિત ટ્રકો પર જ OK TATA લખવામાં આવે છે
  • તે દર્શાવે છે કે વાહનનું ઉત્પાદન અને સમારકામ ટાટા મોટર્સના ધોરણો અનુસાર કરવામાં આવ્યું છે
  • આ ટ્રકો દ્વારા સમગ્ર દેશમાં લોકપ્રિય બની હતી
  • ટાટા મોટર્સ આજે દેશની ટોચની ઓટોમોબાઈલ કંપની

તમે ક્યારેય પણ ધોરીમાર્ગ કે શહેરના મોટા માર્ગ પર જતા આવતા ટ્રકની પાછળ બે શબ્દો અને કેટલાક ટ્રકમાં શેર-શાયરી લખેલા જોયા હશે. આ સાથે ટ્ર્ક ઉપર લખાયેલ મુખ્ય શબ્દ છે- “OK TATA”. આ એવા શબ્દો છે જે દરેક ટ્રક પર, તેની નંબર પ્લેટના નંબર કરતા પણ મોટા અક્ષરોમાં લખેલા જોવા મળે છે. ત્યારે મોટાભાગના લોકો “OK TATA” નો અર્થ જાણતા નથી. તો કેટલાક કહે છે કે આ બે શબ્દો ટ્રકની ઓળખ સાથે સંકળાયેલ છે, પરંતુ એવું નથી. “OK TATA” નું કનેક્શન રતન ટાટા સાથે સંકળાયેલ છે.

“OK TATA”નો અર્થ જાણવા માટે ટાટા ગ્રુપ તરફથી જણાવવામાં આવ્યું છે કે, ટાટા ગ્રુપ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર તેમજ ટ્રકના ઉત્પાદન માટે જાણીતું છે. પરંતુ સવાલ એ થાય છે કે, જ્યારે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો પર “OK TATA” લખેલું જોવા મળતું નથી તો પછી ટ્રક ઉપર જ કેમ આવું લખવામાં આવે છે?

ટ્રક પર કેમ લખ્યું હોય છે?

ok

પહેલી વાત તો એ છે કે ટાટા ગ્રુપ દ્વારા ઉત્પાદિત ટ્રકો પર જ “OK TATA” લખવામાં આવે છે. ત્યારે બીજું, જો વાહન પર “OK TATA” લખેલું હોય, તો તેનો અર્થ એ છે કે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તે ટ્રક વધુ સારી સ્થિતિમાં છે. તેમજ રોડ ઉપર દોડાવવા માટે તૈયાર છે. આ સાથોસાથ “OK TATA” લખવાનો એક મતલબ એ પણ છે કે, તે દર્શાવે છે કે વાહનનું ઉત્પાદન અને સમારકામ ટાટા મોટર્સના ધોરણો અનુસાર કરવામાં આવ્યું છે. આ વાહનોની વોરંટી માત્ર ટાટા પાસે છે.

આ શબ્દો કેવી રીતે બ્રાન્ડિંગ બન્યા?

“OK TATA”… ભલે કંપનીએ પોતાની પોલિસી માટે આ બે શબ્દો બનાવ્યા અને ટ્રક ઉપર લખ્યા, પણ ધીરે ધીરે તે એક બ્રાન્ડિંગ બની ગયા છે. ત્યારે આ બે શબ્દો ટ્રકો દ્વારા સમગ્ર દેશમાં લોકપ્રિય બની ગયા છે. આજે પણ જો તમે કોઈને “OK TATA” કહેશો તો તે તરત જ સમજી જશે કે આ શબ્દ ક્યાં છે અને તે સૌથી વધુ ક્યાં લખાયેલા જોવા મળે છે.

ટ્રકનું ઉત્પાદન કરતી ટાટા મોટર્સ આજે દેશની ટોચની ઓટોમોબાઈલ કંપની છે. ત્યારે આઝાદી પહેલા 1954માં ટાટા એન્જિનિયરિંગ એન્ડ લોકોમોટિવ કંપની (TELCO) તરીકે તેની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદમાં તેનું નામ બદલીને ટાટા મોટર્સ કરવામાં આવ્યું હતું. તે સમયે આ કંપની ટ્રેનના એન્જિન બનાવતી હતી. ત્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું અને ટાટાએ ભારતીય સેનાને એક ટેન્ક આપી, જે ટાટાનગર ટેન્ક તરીકે જાણીતી હતી.

થોડા સમય પછી, ટાટાએ ઓટોમોબાઈલ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. તેમજ મર્સિડીઝ-બેન્ઝ સાથે ભાગીદારી કરી અને 1954માં કોમર્શિયલ વાહનો લોન્ચ કર્યા હતા. આ ઉપરાંત 1991 માં, કંપનીએ પેસેન્જર વાહનોના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને પ્રથમ સ્વદેશી વાહન ટાટા સિએરા લોન્ચ કર્યું. આ રીતે એક પછી એક વાહનો લોન્ચ કરીને ટાટાએ ઈતિહાસ રચ્યો અને દેશની ટોચની ઓટોમોબાઈલ કંપની બની ગઈ.

ત્યારપછી કંપનીએ ભારતીય બજારમાં ટાટા એસ્ટેટ અને ટાટા સુમો લોન્ચ કરી હતી. તેમજ ટાટા સુમોએ ભારતીયોમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. ત્યારબાદ, ટાટા ઇન્ડિકા જે ભારતીય બજારમાં આવી તે લોકપ્રિય થઈ છે. તેમજ ટાટાની આ પ્રથમ ફેમિલી કાર 1998માં લોન્ચ કરવામાં આવી હતી, જેણે વેચાણમાં પણ રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે ટાટા ગ્રૂપને ઉંચાઈ પર લઈ જનાર રતન ટાટા હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની સિદ્ધિઓ અને સંઘર્ષ હંમેશા ભારતીયોને પ્રેરણા આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.