Abtak Media Google News

દરેક માતા-પિતા તે પોતાના સંતાનો સાથે નાનપણથી જ અનેક ઉદાહરણ સાથે તેને સમજાવતા હોય છે કે જીવનમાં સત્ય બોલવું તે કેટલું અગત્યનું હોય છે. ત્યારે બાળકો જો એકવાર ખોટું બોલતા શીખી જાય તો પછી તે જીવનમાં સદાય રહી જાય છે. તેનો પણ દરેક માતા-પિતાને મનમાં એક ડર રહી જતો હોય છે. ત્યારે ઘણી વાતો તે બાળકોથી લઈ દરેક મોટાને પણ તેના વડીલો તેમજ માતા-પિતાને કહેતા નથી. ત્યારે તમે કઈ વાત છુપાડો છો ? કઈ વાત બાળકો કહેતા કે પૂછતા સદાય ડરે છે તો તેના વિશે આવો જાણીએ થોડું:-

ઝઘડો થયો હોય તે

How To Help Your Kids When They Fight 1170X680 1

નાનાપણથી અનેક વાર કોઈ મિત્રો સાથે નાની કે મોટી વાતના લીધે દરેકને થોડા ઝઘડા તો થતાં હોય છે. ત્યારે માતા-પિતાને કહેવા માટે સદાય અચકાતા હોય છે. તો આ વાત તે ભલે તેના મનમાં ખટકે પણ તે કહેતા તો નથી.

પ્રેમ કરતી વ્યક્તિ વિશે

Article Image Learning To Love Yourself

દરેક વ્યક્તિને કોઈપણ ક્ષણે પ્રેમ થયો હોય છે. તો તેના પ્રેમની અભિવ્યક્તિ દરેક વ્યક્તિ સાથે થતી નથી કદાચ મમ્મી-પપ્પા ખીજાય તો તેનો ભય તેને લાગતો હોય છે. ત્યારે તેને થયેલો પ્રથમ પ્રેમ તે વ્યક્ત કરી શકતા નથી.

પોતાના સપના 

Brain Benefits Of Dreaming

નાનપણમાં દરેક બાળક સપના સાથે જીવતા હોય છે. ત્યારે જયરે પણ પરિણામ આવે તો  તેને હમેશા ઘણી સલાહ સામે આવતી હોય છે. ત્યારે તે કહેતા અટકી જાય છે, કે તેના વિચારો અને સપના શું છે ? તેને વ્યક્ત કરી શકતા નથી. તેથી ઘણીવાર માતા-પિતા વચ્ચે ઘર્ષણ થતાં હોય છે.

ખર્ચા થયા હોય તો

Vietnam By Scooters Blog Profile Money In Vietnam And Tips To Avoid Scams 2 Cr 650X300 1

બાળકને જ્યારે કોઈપણ નાનપણમાં કોઈ ભેટ કે પૈસા આપે તો તેના સાચવીને રાખતા હોય છે, પણ જ્યારે તે કોઈ બીજા મિત્રોને ખર્ચા કરતાં જોવે તો મોટા થતાં તે એક ટ્રેન્ડ સમાન હોય છે. ત્યારે તે પણ પછી પૈસા ખર્ચ કરે છે અને ત્યારબાદ તે માતા-પિતાને કહી શકતા નથી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.