Abtak Media Google News

આશરે ત્રીજા ભાગના ‘સ્થાાંતરીત’ મતદારો મતદાનથી વંચિત !

કેન્દ્રીય ચૂંટણી પંચ આઈઆઈટી ચેન્નઈ સાથે મળીને બ્લોક ચેઈન સિસ્ટમ બનાવશે

વિશ્ર્વમા સૌથી મોટા લોકશાહી દેશમાં જેની ગણના થાય છે. તેવા ભારતમાં આશરે ૩૦ કરોડ મતદારો છે. આ મતદારોમાંથી ૩૦ ટકા જેટલા મતદારો નોકરી કામ ધંધા કે અન્ય કારણોસર દેશના અન્યત્ર ભાગમાં વસવાટ કરતા હોવાના કારણે તેમનું નામ જયાં મતદાર યાદીમાં હોય ત્યાં મતદાન કરી શકતા નથી. જેથી, આટલી મોટી સંખ્યામાં મતદારો મતદાનથી વંચિત રહેતા હોય તેઓ લોકશાહીમાં અતિપવિત્ર મનાતા મતદાનમાં ભાગ લઈ શકે તે માટે નવી વ્યવસ્થા ઉભી કરવા લાંબા સમયથી માંગો ઉઠવા પામી હતી. જેથી કેન્દ્રીય ચૂંટણી પંચે આ મુદે વિચારણા કરીને નવી સિસ્ટમ ઉભી કરવા કમર કસી છે. જેની, આગામી સમયમાં ભારતનો દરેક નાગરિક ગમે તે ખૂણેથી ‘મત’ આપવા સક્ષમ બનશેહવે મતદારો પોતાના રાજયમાંથી કોઈ બીજા રાજયની ચૂંટણીમાં પણ મતદાન કરી શકશે. આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ આઈઆઈટી ચેન્નઈ સાથે મળીને બ્લોક ચેઈન સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ બુધવારે આ જાણકારી આપતા કહ્યું કે, આ એવી સિસ્ટમ હશે. જેનાથી રાજસ્થાનની કોઈ વ્યકિત ચેન્નાઈમાં કામ કરતી હશે, તો તે ચેન્નાઈથી રાજસ્થાન ચૂંટણીમાં મત આપી શકશે.જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આ સિસ્ટમનો અર્થ એ નથી કે, કોઈ પણ વ્યકિત ઘરેબેઠા મત આપી શકશે. બીજા રાજયોમાં રહેતા લોકોએ પણ મત આપવા ચોકકસ સ્થળે જવું પડશે. આ માટે કાયદામાં સંશોધનની પણ જરૂર પડી શકે છે. અરોરાએ કહ્યું કે, ઈવીએમ સાથે છેડછાડ શકય જ નથી ફરી બેલટ પેપરથી ચૂંટણીઓ યોજવાનો સવાલ જ નથી. વિવિધ ચૂંટણી સુધારા અને આદર્શ સંહિતા મુદે ચૂંટણી પંચ ટુંક સમયમાં વિવિધ રાજકીય પક્ષો સાથે બેઠક પણ કરશે.

એક ગણતરી મુજબ ભારતમાં ૪.૫ કરોડ નાગરિકો સ્થાનાતરીત મતદારો છે જેઓ નોકરી, ધંધા કે વ્યવસાય અર્થે પોતાના વતન કે જયાં તેમનું નામ મતદાર યાદીમાં હોય તે છોડીને કામચલાઉ રીતે દેશના બીજા ભાગોમાં વસવાટ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.