Abtak Media Google News

દેશમાં કચરાનું પ્રમાણ 2026 સુધીમાં ઘટીને 18.2 કરોડ ટને પહોંચે તો જૂના ડમ્પયાર્ડોથી મુક્તિ મળે

જૂના ડમ્પયાર્ડથી છૂટકારો મેળવવા આવતા ચાર વર્ષમાં લગભગ 18.2 કરોડ ટન જૂનો કચરાના નિકાલ માટે દેશના શહેર અને કસ્બા માટે મોટો એક પડકાર છે.

નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ પાસે 18.2 ટન જૂનો કચરાના નિકાલ માટે સૌથી મોટું કાર્ય કરવું પડે તેવી સ્થિતિ સામે આવી છે. ગત સોમવારે આવાસ અને શહેરી બાબતના મંત્રાલય દ્વારા સાર્વજનિક ડોમેન પર આવેલા આંકડાઓ પરથી એવો નિર્દેશ મળે છે કે અત્યાર સુધી કુલ 24.7 કરોડ ટનમાંથી 4.3 કરોડ ટન કચરાનો સરકારી એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય રહેશે કે 2027 સુધીમાં ભારત સૌથી વધુ વસતી ધરાવતો દેશ હશે, ચીનને પણ વસતીમાં પાછળ રાખી દેશે. 2050 સુધીમાં ભારતની શહેરી વસતી લગભગ બમણી થઇ જશે. 2025માં વ્યક્તિદીઠ 0.7 કિલોગ્રામ કચરો ભેગો થાય છે. 1999ની સરખામણીમાં આશરે ચારથી છ ગણો વધારે છે. ભારતમાં હાલ 62 કરોડ ટન કચરો નિકળે છે. આ આંકડામાં રિસાયકલ અને નોનરી સાયકલ કચરાનો સમાવેશ થાય છે. દર વર્ષે કચરામાં લગભગ 4 ટન ઘન કચરો, પ્લાસ્ટિક કચરો દેશમાં ભેગો થાય છે.

આ રીતે જોઇએ તો 2026 સુધીમાં જૂના ડમ્પયાર્ડમાંથી મુક્તિ મેળવવા 18.2 કરોડ ટન જૂના કચરાનો નિકાલ કરવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.