Abtak Media Google News

ઘરના ઘાતકીઓ ઉપર તૂટી પડવા સરકાર એકશન પ્લાન ઘડે તેવી શક્યતા

વડાપ્રધાનની અધ્યક્ષતામાં સી.સી.એસ. બેઠક પૂર્ણ: હૂમલામાં પાકિસ્તાનના હાથ હોવાના ડોઝીયરમાં પુરાવા અપાશે

દેશના ગદ્દારો, પાક.માં બેઠેલા આકાઓ અને તાલીબાનીઓ સામે ભારતે ત્રણ મોરચે લડવુ પડશે

કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલો જે કરવામાં આવ્યો છે તે ખરા અર્થમાં દયનિય કહી શકાય. કારણકે એક અઠવાડીયામાં આ બીજો હુમલો છે જે નાપાક આતંકીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર ઘટનાનું વિશ્લેષણ કરવામાં આવે તો ભારતમાં રહેતા દેશવિરોધી લોકો કે જે ભારતનું અન્ન ખાય છે અને ઓડકાર પાકિસ્તાનના નામનો ખાય છે તેવા સામે ખૂબજ સંગીન પગલા લેવા જોઇએ.

આ પહેલા પણ કાશ્મીરમાં કુલ ૧૬ છાવણીમાં ૩૫૦થી ૪૦૦ આતંકીઓ એકટીવ મોડમાં જણાતા હતા ત્યારે પણ એક વાત સામે આવી રહી હતી કે કોઇ મોટો આત્મઘાતી હુમલો થવાની પણ શક્યતા ભારતમાં રહેતી હતી. જે પરિણામ સ્વરૂપે પુલવામામાં ઘટના ઘટી. આ આત્મઘાતી હુમલામાં ૪૪ જેટલા જવાનો શહીદ થયા હતા. ત્યારે ભારત સરકારે ભારત દેશમાં રહેલા દુશ્મનો કે જે કાશ્મીરમાં અલગવાદની વાત કરી રહ્યા છે અને પાક. સામે કુણુ વલણ દાખવે છે તેવા સામે સરકારે ખૂબજ કડક પગલા લેવા અનિવાર્ય બની ગયા છે.

ત્યારે ઉદાહરણ તરીકે વાત કરવામાં આવે તો ભારત દેશે હવે તેના ગદ્દારોને ઓળખી જવાનો સમય પાકી ગયો છે. બોર્ડર પાર તો ઠીક ગદ્દારો જે વસે છે ત્યારે દેશમાં રહેલા ગદ્દારોને ઓળખવાની સરકારને તાતી જરૂર પડી છે અને પાક.થી પણ ચેતવુ ખૂબજ જરૂરી બની ગયુ છે. સરકારની ઉદાસીનતા તો જુઓ કે એક સમયે જ્યારે કાશ્મીરમાં એન્ટર થવા માટે જે ત્રણ બેરીકેટ રાખવામાં આવ્યા હતા અને ત્યારે જે એક વ્યક્તિ તે બેરીકેટને તોડીને જબરદસ્તી ઘુસી રહ્યો હતો ત્યારે જે એક સૈનિક દ્વારા તેના પર ગોળીબાર કરવામાં આવ્યો તો સરકારે તેને તિહાર જેલમાં મોકલી દીધો હતો જે એક કરૂણ ઘટના કહી શકાય.

હાલ ભારતે અનેક લોકોને સ્વતંત્રતા આપી દીધી છે. જેનો તેમના દ્વારા ગેરલાભ પણ ઉઠાવી રહ્યો છે. આપણે જ્યારે ગેરલાભની વાત કરી રહ્યા છીએ ત્યારે જે લોકો ભારત વિરોધી પોતાનો વિચાર સેવી રહ્યા છે અને ભારતની ઇજ્જત ઉપર હાથ નાખી રહ્યા છે તે આવનારા સમય પર ન નાખે તે ભારત સરકારે જોવાનું છે. વાત એવી પણ સામે આવી રહી છે કે, આ આત્મઘાતી હુમલા બાદ સરકાર એકશનમાં અને હરકતમાં આવશે અને કદાચ ચૂંટણી પાછી ખેંચાય તેવી પણ સંભાવના દેખાઇ રહી છે. પરંતુ હકિકત તો આવનારા સમયમાં જ ખબર પડશે.

નાપાક પાકિસ્તાન પોતાની ઇન્ટેલીજન્સ એજન્સી તથા અફઘાન બોર્ડર પર રહેતા તાલીબાન લોકોને ટ્રેનિંગ આપી પોતાની આતંકી પ્રવૃત્તિઓને ભારતમાં અંજામ આપવા માટે તૈયારી કરી રહ્યા છે ત્યારે ઇન્ટેલીજન્સ ઇન્પુટ દ્વારા કાશ્મીર ક્ષેત્રમાં અનેકવિધ જગ્યાએ અનેક છાવણીમાં ૩૫૦ થી ૪૦૦ જેટલા આતંકીઓ કાર્યરત છે તેમને ઓળખી પાડવા અને તેમની હરકતોને અંજામ ન આપી શકે તે માટે સરકારે વ્યુહાત્મક રચના ઘડવી પડશે અને આ પ્રકારના હુમલાઓ જે વારંવાર ભારત દેશમાં થતા જોવા મળે છે તે ન થાય તે માટે ભારતે ખરા અર્થમાં સજાગ થવું પડશે.

જમ્મુ-કાશ્મીરના ઇતિહાસમાં આ સૌથી ભયંકર આત્મઘાતી હુમલો માનવમાં આવી રહ્યો છે. જે માટે ભારત સરકારે પાકિસ્તાનને જવાબદાર ઠેરવી ભારત વિરોધી તત્વોને જડબાતોડ જવાબ માટે તૈયાર રહેવાનું અલ્ટીમેટમ પણ આપી દીધું છે. જમ્મુ-કાશ્મીરમાં થયેલા આત્મઘાતી હુમલાના વિશ્વ આખામાં ખુબજ મોટા પડઘા પડ્યા છે. પુલવામામાં સૈનિકોના સ્થળાંતર વખતે વિસ્ફોટકોથી ભરેલી ગાડી સૈનિકોની બસ સાથે અથડાતા આત્મઘાતી હુમલો સર્જાયો હતો. જેમાં ૪૦ થી વધુ સૈનિકોની શહાદત માટે કેન્દ્ર સરકારે સીધી જ રીતે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે.

ગુરૂવારે થયેલા આત્મઘાતી હુમલામાં નાપાક પાકિસ્તાનની ઇન્ટેલીજન્સ એજન્સી આઇએસઆઇ પ્રેરિત જૈશ-એ-મોહમદ આતંકી સંગઠનની સંડોવણી હોવાનું ખુલ્યુ હતું. આ આત્મઘાતી હુમલામાં પાંચ સૈનિકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેમને સૈનિકોની લશ્કરી હોસ્પિટલમાં ખેડવામાં આવ્યા છે. જ્યારે ભારતીય ઇન્ટેલીજન્સ એજન્સી દ્વારા આત્મઘાતી હુમલો કરનાર શખ્સની ઓળખ તાત્કાલીક મળી ગઇ હતી જેમાં જૈશ-એ-મોહમદ દ્વારા કરાયેલા દાવા મુજબ આ કૃત્ય આદેલ અહેમદ દારે અંજામ આપ્યો હોવાનું ખુલ્યુ હતું.

વાત કરવામાં આવે તો જેને આત્મઘાતી હુમલો કર્યો હતો તે આદિલ અહેમદ દાર જૈશ-એ-મોહમદના સ્લીપીંગ સેલમાં લાંબા સમયથી કાર્યરત હતો. જમ્મુ કાશ્મીરના યુવાનોને ગુમરાહ કરી ભારત વિરોધી ગતિવીધીઓમાં સામેલ કરવાનો દેશ વિરોધી તત્વોની મેલી મુરાદ ફરી એક વખત સામે આવી છે.

પુલવામામાં ૪૦ સૈનિકોનો ભોગ લેનાર આત્મઘાતી હુમલાની પ્રાથમિક તપાસમાં આતંકવાદીઓ સાથે સ્થાનિક યુવાનોનું કનેકશન ખુલ્યુ હતુ. જેમાં ૨૦થી વધુ વાહનોના કાફલાની સાથે ખાનગી મોટરનો પ્રવેશ અને સૈનિકોના સ્થળાંતરની રજેરજની માહિતી આતંકવાદીઓ સુધી આગળથી પહોંચી ગઇ હોવાનું બહાર આવ્યું હતું ત્યારે આ આત્મઘાતી હુમલાને સરકારે ખરા અર્થમાં વખોડી કાઢી છે.

અમેરિકારે અફઘાનીસ્તાનમાં તાલીબાનો સાથે કરેલા બદલાવને લઇ વ્યુહાત્મક રીતે ભારત સહિતના જવાબદાર રાષ્ટ્ર તરીકે સચેત બનવુ પડશે. અમેરિકા ઇસ્લામાબાદ ખાતે તાલીબાની નેતાઓ સાથે મંત્રણાઓ માટે તખ્તો ગોઠવી રહ્યુ છે ત્યારે અમેરિકાના અફઘાનીસ્તાનમાં નવા સ્ટેન્ડ અંગે રાજદ્વારી રીતે આ ગતિવીધીઓ ઉપર નજર રાખી રહ્યું છે. તાલીબાનો સાથે વાતચીત માટે નરમ બનેલા અમેરિકાની ગતિવીધીઓ સામે ભારત તેના મિત્ર દેશો ઇરાન, રશિયા, સા. અરબ સાથે અફઘાનીસ્તાનની સ્થિતિ અંગે સતત સંપર્કમાં હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે. ભારત સતત પણે અફઘાનીસ્તાનની શાંતિ અને સમગ્ર પ્રદેશમાં સ્થિરતા માટે સતત ચિંતીત છે. પ્રવકતાએ જણાવ્યું હતું કે અફઘાનીસ્તાન સાથે પરામશર માટે ભારત રશિયા અને ચીનની ત્રિકોણીય ચર્ચા માટે ભેગી થશે જે આગામીસમય માટેની રણનીતિ ઘડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સીસીએસ બેઠક પૂર્ણ થઇ ગઇ છે જેમાં હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવા પણ આપવામાં આવશે ત્યારે આ હુમલાને વખોડતા વડાપ્રધાન મોદીએ પાક. સામે જાણે લાલ આંખ કરી હોય તે સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. અનેકવિધ લોકો અને તજજ્ઞો દ્વારા આ જે ઘટના ઘટીત થઇ છે તેના પ્રત્યાઘાતો દૂર-દૂર સુધી પહોંચ્યા છે ત્યારે જાણે કેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઇ હોય તે સ્પષ્ટપણે દેખાઇરહ્યું છે અને તેમના દ્વારાત્વરિત દેશહિતના પગલાઓ  અને નિર્ણયો લેવાશે તે વાત પણ સ્પષ્ટ થઇ ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.