Abtak Media Google News

રાજકોટ શ્રી ઉવસગહરં સાધના ભવન ખાતે પ્રવચન યોજાયું…..

સતત ત્રીજા દિવસે ભાવિકોએ ઉત્સાહ પૂવૅક લાભ લીધો….
મનહર પ્લોટ સંઘમાં બીરાજમાન ગોં.સં.ના 79 વષૅની ઉંમર અને 59 વષૅના સંયમ પયૉયધારી સાધ્વી રત્ના પૂ.પ્રભાબાઈ મ.સ.ને ગુરુદેવે દશૅન આપ્યાં….

ધમૅનગરી રાજકોટ પરમ ભાગ્યશાળી શ્રી રોયલ પાકૅ સ્થા.જૈન મોટા સંઘમાં ઐતિહાસિક સમૂહ ચાતુર્માસમાં મહા મૂલો લાભ આપવા પધારેલા રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.રાજકોટના વિવિધ ક્ષેત્રોની સ્પશૅના કરી ધમૅની આહલેખ જગાડી રહ્યાં છે તે અંતર્ગત આજરોજ તા.7/6/18 ને ગુરુવારના રોજ રાજકોટ પારસધામ – શ્રી ઉવસગહરં સાધના ભવન ખાતે પ્રવચનનું આયોજન થયેલ.

20180607 101004જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સાહેબે શ્રી ઉવસગહરં સ્ત્રોતથી મંગલાચરણ કરાવેલ.રાજકોટના જ વતની નૂતન દીક્ષીત પૂ.જિનવરાજી મ.સ.એ કહ્યું કે નાદુરસ્ત આરોગ્ય સમયે ઉપચારાર્થે નિષ્ણાંત ડૉકટર પાસે  જઈએ છીએ પરંતુ દવા તો મેડીકલ સ્ટોરમાથી લેવી પડે છે તેવી જ રીતે મોક્ષ માગૅ પ્રભુએ બતાવેલ છે સાથોસાથ ભવરોગ દૂર કરવા માટે સદ્ ગુરુ પાસે જવું જોઈએ.6 વષૅના બાળક ચિં.વિધાન મલયભાઈ કોઠારીએ શ્રી દશ વૈકાલિક સૂત્રની ગાથાનું સ્મરણ કરાવતા સૌ આશ્ચર્યચકિત થઈ ગયેલ.

Namramuniરાજકોટના પનોતા પુત્ર રત્ન પૂ.વિનમ્ર મુનિ મ.સાહેબે જણાવ્યું કે જેવા બીજ વાવો તેવા જ ફળ મળે.કારેલાના બીજ વાવીને કેરીની અપેક્ષા ન રખાય.તેઓએ વધુમાં કહ્યું કે સફળતાનાં બે પ્રકાર છે 1.સામાન્ય અને 2.શ્રેષ્ઠ. જે અન્યને કાંઈક આપે છે ,અપૅણ કરે છે તેને શ્રેષ્ઠ સફળતા મળે છે.વિનય એ ધમૅનું મૂળ છે.ઉ.સૂત્ર અ.29 ના માધ્યમથી સેવા – સુશુષાની સુંદર રીતે છણાવટ કરેલ.

Img 20180607 074402
પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સાહેબે ફરમાવ્યુ કે સંત હોય કે શ્રાવક સદા પ્રસન્નચિત હોવા જોઈએ. પ્રભુને પ્રાથૅના કરો કે હે નાથ ! મારે તારા જેવું હસમુખુ બનવું છે.પ્રભુનું સમવશરણ સદા ભાવિકોથી ભરેલું હોય છે તેમા પરમાત્માનો ચહેરો એકદમ હસતો હોય છે.જે થયું તે થયું,ભૂતકાળ ને યાદ કરીને દુઃખી ન થાવ અને અન્યને દુ:ખી ન કરો.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ઉવસગહરં સાધના ભવન એ પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.પ્રેરિત સૌ પ્રથમ ધાર્મિક સંકુલ છે.દોઢ દાયકા પહેલાં ઉવસગહરં સાધના ભવનનું નિમૉણ થયેલું છે.રાજકોટ ધમૅ સંકુલ બાદ પારસધામ,પાવનધામ,પરમધામ,પવિત્ર ધામ વગેરેનું નિમૉણ થયેલું છે.આવતી કાલે સવારના 7:15 થી 8:15 પ્રવચનનું આયોજન શ્રી ઉવસગહરં સાધના ભવન ખાતે રાખેલ છે.

શ્રી ઉવસગહરં સાધના ભવનમાં થતી ધાર્મિક, સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓની આછેરી ઝલક………
* ચાતુર્માસ એવમ્ આયંબિલ ઓળી દરમ્યાન પૂ.સાધુ – સાધ્વીજીઓની પાવન નિશ્રામાં ધમૅ આરાધના
* સંબોધિ સત્સંગ, જિનવાણી સ્વાધ્યાય ગ્રુપ
* અહૅમ યુવા સેવા ગ્રુપ
* લુક એન લનૅ જૈન જ્ઞાન ધામ – પાઠશાળા
* બ્લડ ડોનેશન કેમ્પ
* પસ્તીથી પરોપકાર
* ઉનાળામાં વિવિધ સ્થળોએ છાશ કેન્દ્ર
* ડાયાલિસીસ દર્દીઓને કિટ વીતરણ
* જૈન માઈનોરીટી કેમ્પ – મા અમૃતમ કેમ્પનું આયોજન
* જરૂરીયાતમંદ સાધર્મિક પરીવારોને જીવન ઉપયોગી ચીજ – વસ્તુઓનું વીતરણ
* જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય
* સોહમ મહિલા મંડળ
* ઉવસગહરં ભક્તિ ગ્રુપ
* આરોગ્ય લક્ષી યોગાનું આયોજન
* તહેવારોમાં રાહત દરે મીઠાઈ – ફરસાણનું વીતરણ વગેરે ધાર્મિક, સામાજીક અને સેવાકીય પ્સદ્ પ્રવૃતિઓ થી ઉવસગહરં સાધના ભવન ધમધમી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.