Abtak Media Google News

ધનેરામાં ઈવીએમમાં ગડબડનો આક્ષેપ કોંગ્રેસનું બટન દબાતુ ન હોવાની ફરિયાદ

સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ સહિત ૮૯ બેઠકો માટે ગત શનિવારે યોજાયેલ પ્રથમ તબકકાના મતદાનમાં ઈવીએમમાં ખોટકો સર્જાર્યાની અનેક ફરિયાદો ઉઠી હોવા છતાં ચૂંટણીપંચે આ ફરિયાદોને જાણે ગંભીરતાથી લીધી ન હોય તેવું લાગી રહ્યું છે. આજે બીજા તબકકાના મતદાનમાં અનેક સ્થળોએ ઈવીએમ ખોટકાતા મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અમુક સ્થળોએ તો એક કલાક સુધી મતદાન શ‚ થઈ શકયું ન હતું. અમુક જગ્યાએ ત્રણ-ત્રણ વાર મશીનમાં ફોલ્ટ સર્જાયાની ફરિયાદો ઉઠવા પામી હતી.

આજે રાજયમાં બીજા તબકકાના મતદાનમાં ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે સવારના સમયમાં મોકપોલ રાઉન્ડ બાદ મતદાનમાં મહેસાણા, ખેરાલુ, પાટણ, અરવલ્લી, બાયડ, વડોદરા, અમદાવાદ, હિંમતનગર, પાલનપુર, ખેડબ્રહ્મા, દાતીવાડા સહિતના અનેક ગામોમાં મતદાન મથકો પર ઈલેકટ્રોનિક વોટીંગ મશીનમાં ખોટકા સર્જાયા હતા. અનેક સ્થળોએ કલાક સુધી મતદાન શ‚ ન થતા મતદારોમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો તો અમદાવાદમાં એક જ બુથ પર સતત ત્રણ વાર એક ઈવીએમમાં ખોટકો સર્જાવાના કારણે મતદારોએ ભારે હોબાળો મચાવ્યો હતો. બીજા તબકકાના મતદાનમાં અનેક બુથ પરથી ઈવીએમ ખોટકાયાની ફરિયાદો મળતા ચૂંટણીપંચમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.

બીજી તરફ ઈવીએમ મશીનમાં ગડબડનો આક્ષેપ પણ લોકોએ લગાવ્યો હતો અને બુથ પર જ હોબાળો મચાવ્યો છે. ધનેરામાં એક મતદાન બુથ પર કોંગ્રેસનું બટન જ દબાતુ ન હોવાના આક્ષેપ સાથે મતદારે ભારે હંગામો મચાવી દીધો હતો.

સામાન્ય રીતે પ્રથમ તબકકાના મતદાનમાં ઈવીએમમાં ખોટકા સર્જાય તો તેમાંથી બોધપાઠ લઈ બીજા તબકકામાં મતદાનમાં આવી કોઈ ટેકનિકલ ક્ષતિ ઉભી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવતું હોય છે પરંતુ આ વખતે ચૂંટણીપંચની લાપરવાહીના કારણે બીજા તબકકાના મતદાનમાં પણ ઈવીએમ ખોટકાયાની ફરિયાદોનો રિતસર ધોધ છુટયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.