Abtak Media Google News

ફાયનાન્સીયલ રિઝોલ્યુશન ડિપોઝીટ ઈન્સ્યોરન્સ બીલ અંગે ફેર વિચારણાની જરૂર : ઉદય કોટક

ભારતીય ફાયનાન્સ સીસ્ટમ વર્તમાન સમયમાં ઉત્ક્રાંતિ કાળમાંથી પસાર ઈ રહી હોવાી માત્ર સબળા જ ટકી શકશે તેવું ખ્યાતનામ બેંકર ઉદય કોટકનું કહેવું છે. કોટક મહિન્દ્રા બેંકના મેનેજીંગ ડાયરેકટર ઉદય કોટકના મત મુજબ જ્યારે જ્યારે પ્રાઈવેટ સેકટરની બેંક સાથે કોઈ તકલીફ ઉભી થઈ છે ત્યારે તેને જાહેર બેંક સાથે જોડી દેવામાં આવે છે. ભારતીય ફાયનાન્સ સીસ્ટમ માત્ર સબળા જ ટકી શકે તેવી સાબિતી છે.

કોટક મહિન્દ્રા બેંકના ડાયરેકટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઉદય કોટકે કહ્યું હતું કે, ભારતીય ફાયનાન્સ ક્ષેત્ર ઉત્ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યું છે. ફાયનાન્સ ક્ષેત્ર અત્યાર સુધી ક્યારેય ન યું હોય તે રીતે મજબૂત બની રહ્યું છે. ભારતીય ઈકોનોમીમાં એકત્રીકરણના કારણે સાબિતી વધુ અનુકુળ બની છે. ભૂતકાળમાં જ્યારે જ્યારે પ્રાઈવેટ સેકટરના લેન્ડર સો તકલીફ થઈ છે ત્યારે ત્યારે જાહેર ક્ષેત્રની બેંક સાથે  તેનું મર્જર કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં સરકારે ફાયનાન્સીયલ રિઝોલ્યુશન ડિપોઝીટ ઈન્સ્યોરન્સ (એફઆરડીઆઈ) બીલ ઉપર ફરીથી કામ કરવાની જરૂર છે. આ બીલી બેંકમાં નાણા રાખનાર લોકોની ડિપોઝીટ સુરક્ષીત રહે તે નિર્ધારીત કરવાનું લક્ષ્ય સરકારનું છે. ઉદય કોટકે ઈન્સોલવેન્સી એન્ડ બેંક કરપ્સી કોડ માટે સરકાર દ્વારા ઘડવામાં આવેલા ધારા-ધોરણોને આવકાર્યા હતા. તેમણે આઈએલ એન્ડ એફએસના કારણે ડુબેલા ૯૪૬૦૦ કરોડ પૈકીની ૫૦ ટકા રકમ રિકવર શે તેવી આશા પણ વ્યકત કરી હતી.

7537D2F3 15

અહીં નોંધનીય છે કે, ભારતીય ફાયનાન્સ સીસ્ટમ હાલ ખુબજ મુશ્કેલીમાંથી પારીત થઈ રહી છે. ફાયનાન્સ સીસ્ટમને મજબૂત બનાવવા સરકાર દ્વારા સમયાંતરે વિવિધ પગલા લેવામાં આવ્યા છે.

એનબીએફસી અને હાઉસીંગ ફાયનાન્સ જેવી કંપનીના માધ્યમી સરકારે બજારમાં તરલતા લાવવાનો પ્રયાસ કર્યો છે. જો કે, અત્યારે ફાયનાન્સ સેકટરમાં અરાજકતા હોવાનો દાવો ર્આકિ નિષ્ણાંતો કરી ચૂકયા છે. ત્યારે બેન્કિંગ ક્ષેત્રના માંધાતા ઉદય કોટકની ટીપ્પણી ફાયનાન્સીયલ સેકટરના ભવિષ્ય કઈ દીશામાં જશે તેના તરફ દિશા સુચન કરે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.