Abtak Media Google News

પરીક્ષાને લઇને બાળકોમાં પ્રવર્તતી અવર્ણિત ચિંતાને દૂર કરવા પાંચ ઘ્યાનમાં રાખવા જેવી બાબતો

‘જ્ઞાન’ અર્જિત કરવાના આ માઘ્યમ માટે જ બાળકો કયારેક ‘અજ્ઞાની’ પગલું લઇ આપઘાત પણ કરી લે છે

બાળકોની અદ્રશ્ય ચિંતા એટલે ‘પરીક્ષા’ ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીનો સમયગાળો બાળકો માટે સ્ટ્રેસથી ભરેલો હોય છે. કારણ કે આ મહિનાઓમાં લગભગ દરેક શાળા-કોલેજોમાં ‘એકઝામ’ હોય છે. ‘એકઝામ’ એટલે બાળકો માટે ‘સ્ટ્રેસ’નો ટ્રાફીક જામ જેવી સ્થિતિનો અનુભવ દરેક બાળકો અનુભવે છે. અને ઘણી વખત બાળકોમાં પ્રવર્તતી આ સ્ટ્રેસ ડીપ્રેશનમાં તબદીલ થાય છે અને અત્યંત પ્રેશર અનુભવવાને લઇને બાળકો કયારેક આત્મહત્યા રૂપી ખોટું પગલું પણ ભરી લે છે.

બાળકો વાંચનના સમયગાળાથી લઇને રિઝલ્ટ સુધીના સમય દરમિયાન ચિંતિત રહે છે કે તે એકઝામમાં કેવી રીતે પેપર લખશે અને તેને કેવું રિઝલ્ટ મળશે? તેથી બાળકોની એકઝામને લઇને આ પાંચ ટીપ્સનો ઉપયોગ કરવામાં આવશે તો બાળકો સરળતાથી પેપર લખી શકશે. અને સ્ટ્રેસથી મહદંશે બચી શકશે.

Exam Stress

(૧) ડીજીએલવી ફૂડનું સેવન કરવું

બાળકોએ પરીક્ષા દરમિયાન ડાર્ક ગ્રીન લીફ વેજિટેબલ્સનું સેવન કરવું જોઇએ આ ફૂડમાં આયર્નની માત્રા હોય છે જે હિમોગ્લોબીન લેવલ વધારે છે. જેથી દિમાગમાં બ્લડ સકર્યુલેશન યોગ્ય રીતે થાય છે. જેથી મેમરી પાવર બુસ્ટ થાય છે. તેથી પાલક,ગ્રીન સલાડ , મેથી, વગેરેનું સેવન કરવું.

(ર) પ્રોટીન રીચફુડ

પરીક્ષા દરમિયાન બાળકોએ હાઇ પ્રોટીન રીચ ફુડસનું સેવન બ્રેન પાવર વધારે છે. પ્રોટીન રીચ ફુડસમાં દાળ, દૂધ, પનીર, સ્પ્રાઉડસ, ઇંડા અને માછલી લઇ શકાય છે.

(૩) હાઇ શુગર ફુડનું સેવન ન કરવું

પરીક્ષા દરમિયાન બાળકોએ શુગરયુકત ફુડથી દૂર રહેવું જોઇએ કારણ કે તેનાથી સ્ટ્રેસ લેવલની સાથે સાથે શુગર લેવલ પણ વધે છે. જેથી મેમરી પાવર લો થાય છે તેથી બાળકોને પરીક્ષાના દિવસોમાં કોલ્ડડ્રીંગ, કેન્ડી, ચોકલેટસ વગેરેથી દૂર રાખવા જોઇએ.

(૪) ૭ થી ૮ કલાકની ઊંઘ લેવી જરૂરી

પરીક્ષા દરમિયાન બાળકોએ ૭ થી ૮ કલાકની ઊંઘ જરુર લેવી જોઇએ વ્યવસ્થિત ઊંઘ કરવાથી શાર્ટ ટર્મ મેમોરી, લોંંગ ટર્મ મેમોરીમાં ક્ધવર્ટ થાય છે જે એકઝામ દરમિયાન ખૂબ જરુરી છે.

(પ) ર થી ૩ લીટર પાણી જરૂર પીવું

પરીક્ષા દરમિયાન બાળકોએ ર થી ૩ લીટર પાણી કમસેકમ પીવું જ જોઇએ જેનાથી બોડી હાઇડ્રેટ રહેશે અને એનર્જી લેવલ વધશે, અને બાળકને પરીક્ષા દરમિયાન કેમ્પ ફિલીંગ નહીં થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.