નાયબ મામલતદારની પ્રમોશન માટેની પરીક્ષા આજથી શરૂ

અમદાવાદ ખાતે જિલ્લાના 17 નાયબ મામલતદાર પરીક્ષા આપવા પહોંચ્યા

નાયબ મામલતદારની પ્રમોશન માટેની પરીક્ષા આજથી શરૂ થઈ છે. જિલ્લાના 17 નાયબ મામલતદારોએ અમદાવાદ ખાતે પહોંચીને આજે પ્રથમ દિવસની પરીક્ષા આપી છે.

નાયબ મામલતદારોને મામલતદારના પ્રમોશન મેળવવા માટે તા.16, 17 અને 24ના રોજ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં 17 મામલતદારોએ અમદાવાદ ખાતે ચાંદખેડામાં આવેલ સાકાર ઈંગ્લીશ સ્કૂલ અને બીએસ સ્કૂલ આ બે સેન્ટરોમાં પરીક્ષા આપી છે. જિલ્લામાં મુકેશભાઈ રાઠોડ, ફિરોઝભાઈ યુસુફભાઈ, મહેન્દ્રસિંહ જાડેજા, જલ્પાબેન બાલધા, નિખિલભાઈ  મહેતા, જીતેન્દ્રભાઈ દેકાવાડિયા, હિરેનભાઈ મકવાણા, હિરભાઈ વૈશનાણી, જયભાઈ રાજાવાઢાવાળા, નિધિભાઈ લાખાણી, ડોલીભાઈ ગણાત્રા,સંજયભાઈ માનસેતા, સુવિધાબા રાઠોડ, મનીષભાઈ જોશી અને વિપુલભાઈ રાજગુરુ આ પરીક્ષા આપી છે.