Abtak Media Google News

૩૧મીથી બી.એડ અને બી.કોમ.ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હાલ ત્રીજા તબકકાની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે આગામી તા.૨૮મીથી ફરી સૌ.યુનિ.ની પરીક્ષાનો પ્રારંભ થશે. જયારે ૩૧મીથી બી.એડ અને બી.કોમના પરીક્ષાર્થીઓ પણ પરીક્ષા આપશે જેમાં કુલ થઈ ૩૭,૭૪૩ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૯૩ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાનાર છે. ૨૮મીથી બીપીએ, એલએલબી, બીસીએ સહિતની પરીક્ષાઓ લેવાશે. જયારે ૩૧મીથી બી.એડ અને બી.કોમના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. પરીક્ષાનો સમય સવારે ૧૦ થી ૧૨:૩૦ રખાયો છે. બી.એસ.સી. સેમ-૬ના પરીક્ષાર્થીઓનો સમય ૩ થી ૫:૩૦નો રખાયો છે.

આગામી ૩૧મીથી શરૂ થતી પરીક્ષામાં સૌથી વધુ બી.કોમ.ના ૨૧૭૦૫ વિદ્યાર્થીઓ, બી.એડના ૪૨૨૬ વિદ્યાર્થીઓ, બીએસસી સેમ-૫ના ૬૧૩૬ વિદ્યાર્થીઓ, બીસીએ સેમ-૫ના ૨૬૧૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. યુનિવર્સિટીની આ પરીક્ષા માટે ૫૫ જેટલા ઓબ્ઝર્વર નિમાયા છે. પરીક્ષા વચ્ચે મોટાભાગના સંવેદનશીલ કોલેજો સિવાયના કેન્દ્રો જ પસંદ કરાયા છે છતાં પણ પરીક્ષા દરમિયાન ચોરી થતી અટકાવવી યુનિવર્સિટી માટે પડકારરૂપ રહેશે. તાજેતરમાં જ બીએની પરીક્ષામાં એક ડમી વિદ્યાર્થીઓ પકડાયો હતો. યુનિ. દ્વારા ૨૮મી અને ૩૧મીએ શરૂ થતી પરીક્ષાને લઈને કોલેજોને પરીક્ષા દરમિયાન અન્ય કોઈ પરીક્ષાનું આયોજન ન કરવા પણ સુચના અપાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.