Abtak Media Google News

બીએ, એમ.એ સેમ-૩, એમ.કોમ સેમ-૨ સહિતની પરીક્ષા લેવાશે

કોરોના કાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી શરૂ થનારી પરીક્ષા મોકૂફ રાખ્યા બાદ હવે આગામી તારીખ ૧૦મીથી યુનિવર્સિટીના ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ પરીક્ષામાં બીએ, એમ.એ, એમ.કોમ સહિતના જુદા જુદા કોર્ષના એક્સ્ટર્નલ અને રેગ્યુલરના વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડો.નિલેશ સોનીએ ’અબતક’  સાથેની વાતચીતમાં

જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કોરોનાની મહામારી હોય, વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ સહિતના તાલૂકા સેન્ટર પર આ પરીક્ષા લેવાશે.

જેમાં બીએ સેમ-૨ એક્સ્ટર્નલના ૭૧૮૦, એમ.એ સેમ-૨ રેગ્યુલરના ૩૧૫, એમ.એ સેમ-૨ એક્સ્ટર્નલના ૨૦૭૫, એમ. કોમ સેમ-૨ રેગ્યુલરના ૯૭૭, એમ.કોમ સેમ-૨ એક્સ્ટર્નલના ૩૧૩૧, એમએસસી સેમ-૩ના ૮૩૫, એલએલએમ સેમ-૩ના ૨૬, એમબીએ સેમ-૩ના ૮૮, એમએલડબ્લ્યુ સેમ-૩ ના ૩ સહિત કુલ ૧૫૦૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

કોવિડ-૧૯ની ગાઈડ લાઇન મુજબ આ પરીક્ષા લેવામાં આવશે અને આજથી શરૂ થનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે જો કે તેની નવી તારીખો આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.