Abtak Media Google News

હિમાચલના સંત ગોપીનાથજી મહારાજને 10 વર્ષ પહેલા થયેલી આંત:સ્ફુરણા બાદ દ્વારકાના દર્શન કરવાની ભાવનાથી તેમજ વિશ્વ શાંતિ, ધર્મની રક્ષા માટે હિમાચલથી 3000 કિલોમીટર પગપાળા ચાલીને જૂનાગઢ આવી પહોંચ્યા હતા. અને આ ધાર્મિક, ઐતિહાસિક નગરીમાં આવી અહોભાવ વ્યક્ત કરી, પોતાના માટે ધન્યતા અનુભવી હતી.

વિશ્વશાંતિ અર્થે હિમાચલના સંતે 3 હજાર કી.મી.ની પદયાત્રા કરી જુનાગઢમાં આગમન

ગોપીનાથ મહારાજએ વિશ્ર્વશાંતિ, ધર્મની રક્ષા માટે તેમજ વિશ્વ કોરોના મુકત થાય તેવા ભાવથી કર્યો યાત્રાનો પ્રારંભ

હિમાચલના શ્રીમહોર જિલ્લામાં ગોપીનાથ કુટીર મંદિરના મહંત તરીકે સેવા આપનાર ગોપીનાથ મહારાજ વિશ્વ શાંતિ, ધર્મની રક્ષા માટે અને કોરોના ઝડપથી નાબુદ થાય તેવા શુભ ભાવ સાથે દેવી દેવતાના અને ખાસ કરીને દ્વારકાધીશના દર્શન કરવાની મહેચ્છા સાથે 3000 કિલોમીટર પગપાળા પ્રવાસ શરૂ કરી,  ગુજરાતમાં પ્રવેશ કરતા બહુચરાજી, ચોટીલા, વીરપુર થઈ ગિરનાર અને દાતારની ભૂમિ જૂનાગઢ આવી પહોંચ્યા હતા.

સંત ગોપીનાથ મહારાજે જણાવ્યું હતું કે, જુનાગઢની ભુમી દેવભૂમિ છે. અહીંયાનું વાતાવરણ મનમોહક છે અને હવામાં જ ભાઈચારાની ભાવના વહે છે. આવી ભૂમિ માત્ર ભારત વર્ષમાં જ નહીં પરંતુ પુરા વિશ્વમાં હોય તો, વિશ્વના અડધા પ્રશ્નોનો ઉકેલ એમ જ આવી જશે અને વિશ્વ શાંતિનો લક્ષ સહેલાઈથી પાર પાડી શકાશે.દત્તાત્રેય અને દાતાર ના દર્શન કર્યા બાદ કરણીસેનાના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ધર્મેશભાઈ દૂધવાલાને ત્યાં રોકાણ કરી તેમને આશીર્વાદ પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.