Exclusive: દેહવ્યાપારના દુષણ પર મીડિયા ત્રાટક્યું, દિલ્લી-બોમ્બેથી રૂપ લલનાઓ બોલાવી કરાતો લોહીનો વ્યાપાર

દેહવ્યાપારના દુષણ પર મીડિયા ત્રાટક્યું!! પોશ એરિયામાં ધમધોકાર ચાલતું કુટણખાનું

રાજકોટ શહેરમાં દિન-પ્રતિદિન દેહ વ્યાપારનું દુષણ વધી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુટણખાના ધમધોકાર ચાલી રહ્યા છે. ક્યાંક તંત્રની રહેમ નજર હેઠળ તો ક્યાંક તંત્રની પીઠ પાછળ બેફામ ચાલી રહેલા આ દુષણને દૂર કરવું અતિ આવશ્યક છે. અગાઉ ’અબતક’ દ્વારા રાજકોટ શહેરના પોશ એરિયામાં ચાલતા કુટણખાનાને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યું હતું અને અંતે આ દુષણ સદંતર બંધ થયું હતું. ત્યારે ’અબતક’ દ્વારા વધુ એક પોશ એરિયામાં ચાલતા હાઈ પોફાઇલ કૂટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

શહેરના હાર્દ સમાન પોશ એરિયા યાજ્ઞિક રોડ, જાગનાથ પ્લોટ-15 ખાતે હોટેલથી ’વીણા’ નામના પાંચ માળિયા ઇમારતના પ્રથમ માળે ભાડેથી ફ્લેટ લઈને આશરે 3 મહિનાથી આ કુટણખાનું ધમધમી રહ્યું છે. દિલ્લી-મુંબઇ સાથે નેપાળ અને પૂર્વોત્તર રાજ્યોમાંથી નેટવર્ક મારફત લલનાઓને બોલાવીને અહીં દેહ વ્યાપાર કરવવામાં આવે છે. ગ્રાહકોને વોટ્સએપ મારફત ફોટો મોકલીને આકર્ષવામાં આવે છે અને વોટ્સએપ મારફત જ તમામ વિગતો મોકલવામાં આવે છે. પ્રતિ ગ્રાહક રૂ. 4 હજાર સુધીની રકમ પણ અહીં ’સર્વિસ’ પેટે વસુલવામાં આવે છે.

’અબતક’ને સમગ્ર મામલે વિગતો મળતા માહિતીની ખરાઈ કરવામાં આવી હતી. એક ડમી ગ્રાહકને ત્યાં મોકલી સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ વિગતો સાચી ઠરી હતી. સમગ્ર કારસ્તાન એક વકીલ દ્વારા ચલાવાઈ રહ્યું છે. જે માહિતીઓ સ્ટિંગ ઓપરેશનમાં સામે આવી હતી તે મુજબ ઇમપિરીયલ પેલેસ હોટેલ પાસે ગ્રાહકોને આવવાનું કહેવામાં આવે છે. ત્યારબાદ ત્યાંથી ’ટ્વીલ્સ’ શી રૂમવાળી શેરીના ખૂણે વાહન પાર્ક કરી આગળ ચાલીને આવવાનું કહેવામાં આવે છે. ત્યાંથી આગળ જતાં એક ’વિણા’ નામના એપાર્ટમેન્ટ નીચે ઉભા રહીને ફોન કરવાનું કહેવામાં આવે છે. ત્યાં ઉભા રહીને ગ્રાહક ફોન કરે એટલે તે એપાર્ટમેન્ટના એક ફ્લેટની બારીમાંથી અંદર આવીને પ્રથમ માળે આવવાનું કહેવામાં આવે છે. ત્યાં દરવાજો ખોલીને અગાઉથી જ દલાલ હાજર હોય છે. જ્યાં ગ્રાહકનું નામ પૂછીને ખરાઈ કરવામાં આવે છે. આ ફ્લેટમાં એક પરિવાર પણ રહે છે જેમાં એક મહિલા અને એક  કિશોરીનો પણ સમાવેશ થાય છે. જ્યાં અંદર એક રૂમમાં લલના હાજર હોય છે. લલનાનું મુખડું બતાવીને પ્રથમ પેમેન્ટ કરવાનું કહેવામાં આવે છે. પેમેન્ટ કર્યા બાદ ગ્રાહકને અગાઉથી જ રૂમમાં હાજર લલના પાસે મોકલી દેવામાં આવે છે.

          વોટ્સએપ નેટવર્ક મારફત દિલ્લી-બોમ્બેથી લલનાઓ બોલાવી કરાતો લોહીનો વ્યાપાર

સમગ્ર ઘટના મીડિયાએ કેમેરામાં કેદ કરી લીધી છે તેની જાણ થતાની સાથે જ નાસ-ભાગ મચી જવા પામી હતી. દલાલ એડવોકેટ સંજય પટેલે નાસી છૂટવાના પ્રયાસમાં ઝપાઝપી પણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. યેનકેન પ્રકારે એકવાર ભાગવામાં નિષ્ફળ રહેલો દલાલ બીજી વાર નાસી છૂટ્યો હતો અને ત્યારબાદ પોલીસને જાણ નહીં કરતા આપણે બેસીને વાતચીત કરીયે તેવું કહેવા ડમી ગ્રાહકના ફોન પર ફોન કર્યો હતો. આટલી વાત થયા બાદ  એક કુંભ રાશિના ગરાસિયા દરબારનું નામ પણ વટાવે છે. ’તમે હજુ કોઈને ફોન ન કરતા, હું મળવા આવું છું, બેસીને વાત પુરી કરી લઈ તેવું કહીને દલાલે ફોન મૂકી દીધો હતો.’

                                    બાટા જેવા ફિકસ ભાવમાં ‘મોડેલો’ હાજર

હવે ઓફલાઇનની જગ્યાએ કુટણખાનાઓ પણ ઓનલાઇન ધમધમી રહ્યા છે. સંચાલક દ્વારા વ્હો્ટસએપ બ્રોડકાસ્ટ મારફત ગ્રાહકોને રૂપલલનાઓની તસ્વીરો મોકલી ભાવ પણ બાટાના બૂટની જેમ અગાઉથી ફિકસ કરી લેવામાં આવે છે. રૂપલલનાઓની તસ્વીરો સાથે ભાવ પણ મોકલી દેવામાં આવે છે.

ઓફ લાઇન સ્પા બંધ થતા કુટણખાના ઓન લાઇન થયા

શહેરમાં બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા સ્પાના વ્યવસાયની આડમાં કેટલાક સ્પા સંચાલકો કુટણખાના ચલાવી રહ્યા છે. પરંતુ કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઇડ લાઇનમાં સ્પાનો વ્યવસાય બંધ રાખતું જાહેરનામું ફરમાવ્યું છે ત્યારે સ્પા ઓફ લાઇન બંધ છે પરંતુ કુટણખાનું ઓફ લાઇન ચાલુ હોવાનું પણ સામે આવ્યું છે.

કુટણખાના ડિઝીટલ બન્યા!!

શહેરના પોશ વિસ્તારમાં ઓન લાઇન ચાલતા કુટણખાનાનો ‘અબતક’ની ટીમ દ્વારા પર્દાફાશ કર્યો છે. પોલીસની સાઇબર ટીમે એક્ટિવ થયા તો જ ડિઝીટલના માધ્યમથી ઓન લાઇન ચાલતા કુટણખાના સુધી પોલીસ પહોચી શકે તેમ છે. શહેરના મધ્યમાં ખ્યાતનામ હોટલની સામેની શેરીમાં કુટણખાનું ચલાવતા એડવોકેટ રૂપલલનાના ફોટા અને ભાવ પણ બોર્ડકાસ્ટના માધ્યથી મોકલતો હોવાનું સામે આવ્યું છે.

               કોરોનાએ વકીલાત છોડાવી વકીલને આડે રવાડે ચડાવ્યો

અભ્યાસે વકીલ સંજય પટેલ પોતે જ સમગ્ર કારસ્તાન ચલાવી રહ્યો છે તેવું ’અબતક’ના સ્ટિંગ ઓપરેશનમા સ્પષ્ટ થયું હતું. આ એડવોકેટ જ સમગ્ર નેટવર્ક ચાલવતો હોય તેવું પણ સામે આવ્યું હતું. એડવોકેટ તેના એક ખાનગી નંબરથી ગ્રાહકોને લલનાઓના ફોટોથી માંડીને તમામ વિગતો પહોંચાડે છે.

તે જ નંબરથી ગ્રાહક સાથે વાત પણ કરવામાં આવે છે. જ્યારે ’અબતક’ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે દલાલ એડવોકેટ જ ત્યાં હાજર હતો અને ત્યારબાદ આ એડવોકેટ દ્વારા જ નાસી છૂટવાના પ્રયાસમાં ઝપાઝપી કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

‘અબતક’ના સ્ટીંગ ઓપરેશન બાદ ભલામણનો ધોધ છુટયો

જાગનાથ પ્લોટમાં એડવોકેટ દ્વારા ચાલતા કુટણખાના પર ‘અબતક’ની ટીમ દ્વારા કરાયેલા સ્ટીંગ ઓપરેશન દરમિયાન રૂપલલના અને એડવોકેટની સાંઠગાંઠ ખુલ્લી પડતા પોતાની આબરૂ બચાવવા મિડીયા ખાતે ભલામણનો ધોધ છુટયો હતો. બાટાના બુટની જેમ મોડેલનો પણ ફીંકસ ભાવ રાખવામાં આવ્યો છે.

તંત્રની મીઠી નજર નીચે કે, બાજ નજર બહાર?

શહેરના ભાવનગર રોડ પર કુટણખાનું ચાલતું હતુ પરંતુ કોરોનાના કારણે જાહેર થયેલા આશિંક લોક ડાઉનના કારણે નવરા થયેલા એડવોકેટે ભદ્ર વિસ્તાર સમાન જાગનાથ પ્લોટમાં ચાલતા કુટણખાના અંગે ‘અબતક’ના સ્ટીંગ ઓપરેશ દરમિયાન કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. શહેરના મધ્યમાં ઓન લાઇન ચાલતા કુટણખાનાની તંત્રની મીઠી નજર હેઠળ ચાલી રહ્યું છે કે, બાજ નજર બહાર જ એડવોકેટ દ્વારા રૂપલલના પાસે દેહના સોદા કરાવી રહ્યો છે.