વિકાસની અનેક તક સાથે આગામી બજેટમાં ઘણી અપેક્ષા: ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી ટોપ ગીઅરમાં વિકસશે

વિશ્વના સૌથી મોટા ટ્રેક્ટર ઉત્પાદક

સૌથી મોટા ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ઉત્પાદક

વિશ્ર્વના બીજા નંબરના બસ ઉત્પાદક

ત્રીજા નંબરના હેવી ટ્રક ઉત્પાદક

ચોથા નંબરના કાર ઉત્પાદક

ભારતને ઓટોમોબાઇલ્સ ક્ષેત્રે વૈશ્વિક મેન્યુફેક્ચરીંગ હબ બનાવવા માટે સરકારે કમર કસી છે. ત્યારે ૨૦૧૪ થી ૨૦૨૦ સુધીના સમયગાળા દરમિયાન નોંધનીય ઉત્તરોત્તર વૃદ્ધિ જોવા મળી છે. જીએસટીમાં ૧૨% થી ૫% નિર્ધારણને કારણે આ ક્ષેત્રને વિકાસ માટે પ્રોત્સાહન મળ્યું છે. આત્મનિર્ભર પ્રોત્સાહન પેકેજ તેમજ પ્રોડક્શન લીંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમના લાભો મળતા ક્ષેત્રને બુસ્ટર ડોઝ મળ્યો છે. રૂા.૯૫ હજાર કરોડના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ખર્ચનો આંકડો દર્શાવે છે કે ભારતમાં વિકસતા વિવિધ ઝોન (ક્લસ્ટર)માં ઉત્તરોત્તર વિકાસ સાથે વિશ્ર્વમાં  ત્રીજા નંબરે પહોંચવાનું લક્ષ્ય હાંસલ કરી શકશે.

કેટલીક ખાસ બાબતો

 

સરકારની પહેલ

 • -આ ક્ષેત્રે સરકારે સ્વચાલિત માર્ગે ૧૦૦% સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ)ને છૂટ આપી છે.
 • -૨૦૧૯-૨૦ના કેન્દ્રીય બજેટમાં ઇલેક્ટ્રીક વાહનોની ખરીદી પર રૂા.૧.૫ લાખ આવકવેરામાં કપાત જાહેર કરવામાં આવી.
 • -ક્ષેત્રના વિકાસ માટે રાષ્ટ્રીય ઓટોમોટીવ પરિક્ષણ અને આર એન્ડ ડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર રૂા.૩૭૨૭.૩૦ કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે.
 • -દિલ્હી, મુંબઇ, અમદાવાદ, બેંગલુરૂ, જયપુર, લખનઉ, હૈદરાબાદ, ઇન્દોર, કોલકત્તા, જમ્મુ અને ગુવાહાટી, આ ૧૧ શહેરોને સાર્વજનિક પરિવહનમાં ઇલેક્ટ્રીક વાહનોના વપરાશ માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.
 • -ઇલેક્ટ્રીક વાહનો ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે ઉષ્ણકટિબંધી કેન્દ્રો (ઇન્ક્યુબેશન સેન્ટર્સ) સ્થાપવામાં આવશે.
 • -વર્ષ ૨૦૨૦-૨૨ના સમયગાળા માટે ભારત સરકાર દ્વારા નેશનલ મિશન ઓન ઇલેક્ટ્રીક મોબિલીટી અંતર્ગત રૂા.૧૦ હજાર કરોડની ફેમ-ર સ્કીમને મંજૂરી આપવામાં આવી છે.
 • -ફેમ-ર સ્કીમ હેઠળ ૭૦૦૦ ઇ-બસ, ૫ લાખ ઇ-થ્રી વ્હીલર્સ, ૫૫ હજાર ઇ-ફોર વ્હીલર્સ પેસેન્જર કાર અને ૧૦ લાખ ઇ-ટુ વ્હીલર્સને પ્રોત્સાહન આપી માંગ ઉત્પન્ન કરવાના લક્ષ્યાંક છે.
 • -નેશનલ મિશન ઓન ઇલેક્ટ્રીક મોબિલીટી અંતર્ગત ઇલેક્ટ્રીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા આગામી ૮ વર્ષોમાં રૂા.૧૦.૬૬ લાખ કરોડ ખર્ચવામાં આવશે.
 • -૨૦૧૯ની ઇવી પોલીસી અંતર્ગત વર્ષ ૨૦૨૪ સુધી ઇલેક્ટ્રીક વાહનોના રોડ વેરો અને રજીસ્ટ્રેશન ઉપરાંત સાધનો પર ભારે સબસિડી પ્રદાન કરવામાં આવી છે.
 • -ટકાઉ રસ્તા નિર્માણ માટે ભારત સરકાર દ્વારા ૧૧ રાજ્યોમાં એક લાખ કિલોમીટર જેટલા અંતરના રસ્તા પ્લાસ્ટિકથી બનાવેલા છે.

 

નેશનલ મિશન ઓન ઇલેક્ટ્રીક મોબિલીટી ફેમ ઇન્ડિયા સ્કીમ: તબક્કો-ર

જાહેર પરિવહન ‘જોખમી’ બની ગયા!!

કોરોના સંક્રમણના ભયથી પોતાના વાહનોમાં જ મુસાફરી કરવાનો ક્રેઝ વઘ્યો!!

કોરોનાથી ઓટોમોબાઇલ ક્ષેત્રને આડસઅર: વર્ષ ૨૦૧૯ની સરખામણીએ ગત વર્ષમાં પેસેન્જર વ્હીકલમાં પ૦ ટકાનો ઘટાડો નોંધાયો

ઓટો મોબાઇલ સેકટરમાં સૌથી વધુ રીકવરી કાર માર્કેટમાં: ગત નવેમ્બર-ડિસેમ્બર માસનું વેંચાણ ૨૦૧૯ કરતાં પણ વધુ નોંધાયું

કોરોના વાયરસના કારણે ઘવાયેલી વૈશ્ર્વિક મહામારીને કારણે આર્થિક, સામાજીક, માનસિક અને વ્યકિતગત એમ દરેક ક્ષેત્રે નકારાત્મક અસર નીવડી છે. ખાસ, લોકડાઉન દલાતા નાના, મઘ્યમથી લઇ મસમોટા ઉઘોગોને મોટું નુકશાન પહોચ્યું છે. ઓઘોગિક પ્રવૃતિઓ બંધ રહેતા આર્થિક ફટકો પડયો છે. જેમાંથી ઓટોમોબાઇલ ક્ષેત્ર પણ બાકાત નથી.

કોરોના કાળના જાન્યુઆરીથી ડિસેમ્બર માસ સુધીમાં ગુજરાતમા વાહનોના વેચાણમાં મોટી બ્રેક લાગી હોય, તેમ પેસેન્જર વ્હીકલના રજીસ્ટ્રેશન પ૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. જો કે, હાલ, પરિસ્થિતિ પહેલાં જેવી બનાવવામાં પ્રયાસો વચ્ચે ઓટોમોબાઇલ ક્ષેત્ર ફરી રફતાર પકડી છ.ે. તો કોરોના વાયરસે ‘અસ્તુશ્યતા’ ફેલાવી હોય, તેમ લોકો હવે, જાહેર વાહનો થકી પરિવહન કરવાનું ટાળી રહ્યા છે. પબ્લિક ટ્રાન્સપોર્ટશન ‘જોખમી’  બની ગયા હોય તેવું કોરોના વાયરસે વાતાવરણ ઉભું કરી દીધું છે.

અન્ય વાહનો થકી મુસાફરી કરીશું અને કોરોનાની ઝપેટમાં આવી જશું, તેવા ભયના લીધે પોતાના જ વાહનોમાં મુસાફરી કરવી લોકો સલામત માની રહ્યા છે. આ ફેઝના લીધે જ વર્ષ દરમિયાનનના ઘટાડા બાદ અંતે નવેમ્બર-ડીસેમ્બર માલમાં કારના વેચાણમાં વધારો નોંધાયો છે. જયારે ટુ-વ્હીલર સહીતના તમામ વાહનોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે.

જાન્યુઆરીથી લઇ ડિસેમ્બર-૨૦૨૦ના સમય ગાળામાં ટુ-વ્હીલર, ફોર વ્હીલર સહિતના તમામ વાહનોના વેચાણનો આંકડો જોઇએ, તો ૧૧,૧૭,૧૩૭ વાહનો વેચાયા હતા. જયારે વર્ષ ૨૦૧૯માં ૧૬,૨૩,૬૧૯ વાહનો વેચાયા હતા. વર્ષ ૨૦૧૯માં ડિસેમ્બરમાં ૯૩,૦૧૩ ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું. જયારે આ જ સમયગાળામાં ગત વર્ષે તે ઘટીને ૮૩,૪૦૨ એ રહ્યું હતું. આખા વર્ષ દરમિયાન વર્ષ ૨૦૧૯ ની સરખામણીએ ઘટાડો જ નોંધાયો છે. માત્ર વધારો નોંધાયો છે. તો નવેમ્બર-ડીસેમ્બર માસના કારના વેચાણમાં વર્ષ ૨૦૨૦માં આ સમયગાળા દરમિયાન સમગ્ર ઓટોમોબાઇલ સેકટરમાં ફોરવ્હીલરનું જ વેચાણ તુલનાએ વઘ્યું છે. વર્ષ ૨૦૧૯ ની સરખામણીએ ઘટાડો જ નોંધાયો છે. માત્ર વધારો નોંધાયો છે. તો નવેમ્બર-ડીસેમ્બર માસના કારના વેચાણમાં વર્ષ ૨૦૨૦માં આ સમયગાળા દરમિયાન સમગ્ર ઓટોમોબાઇલ સેકટરમાં ફોરવ્હીલરનું જ વેચાણ તુલનાઓ વઘ્યું છે. વર્ષ ૨૦૧૯ નવેમ્બર માસ ૨૦૧૯ની ૨૭,૨૫૯ કાર જયારે ૨૦૧૯ અને ૨૦૨૦  માં ડિસેમ્બર માસનાં અનુક્રમે ૨૧,૪૪૪ અને ૨૫,૦૯૫ કારનું વેચાણ નોંધાયું હતું.

જો કે, આખા વર્ષની સરખામણીમાં આ વેચાણમાં ઘટાડો જ નોંધાયો છે.

કોરોનાને કારણે સૌથી વધુ ફટકો રીક્ષાના વેચાણને પડતા થ્રી-વ્હીલરના વેચાણમાં ૬૩ ટકાનો ઘટાડો થયો છે. ગુજરાત ફેડરેશન ઓફ ઓટો મોબાઇલ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ પ્રણવ શાહે કહ્યું કે, વર્ષ ૨૦૧૯ની તુલનાએ ૨૦૨૦માં તમામ પ્રકારના વાહનોના વેચાણમાં ઘટાડો થયો છે પરંતુ હવે, ઓટોમોબાઇ ક્ષેત્રે ફરી પાટે ચડી રહ્યું છે. જેમાંથી સૌથી વધુ રીકવરી કાર માર્કેટમાં આવી રહી છે.

ગુજરાત: વિકસતુ મેન્યુફેક્ચરિંગ કલસ્ટર

ગુજરાતમાં ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે ઘણી તક રહેલી છે. અહીં ઘણી જીઆઇડીસીમાં ઉત્પાદન માટે ઓટો કંપનીઓને હાઇ ક્વોલીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા પૂરી પાડવામાં આવેલી છે. વળી, વાહનો અને ઓટો પાર્ટસની નિકાસ માટે કંડલા, મુંદ્રા, પીપાવાવ બંદરો પર અનુકૂળ વ્યવસ્થા ગોઠવાયેલી છે જેમાં મુંદ્રા બંદરેથી યુરોપીય દેશોમાં મોટા પાયે નિકાસ થાય છે.  અમદાવાદ આસપાસના વિસ્તારમાં વિકસેલા ઓટો ક્લસ્ટર્સ તેમજ રાજકોટનું ક્લસ્ટર ગુજરાત તેમજ ભારતના ઓટોમોબાઇલ્સ ઉદ્યોગના ઝડપી વિકાસ માટે  પસંદગી પામી રહ્યા છે. બ્રોડગેજ રેલ્વે નેટવર્ક તેમજ સ્ટેટ-નેશનલ હાઇવેની અમદાવાદ-સૌરાષ્ટ્ર-કચ્છ વચ્ચેની કનેક્ટીવિટી વગેરે સુવિધાના કારણે ઓટો ઉદ્યોગના વિકાસ માટે અનેક તકનું સર્જન થઇ રહ્યું છે.

રાજકોટ: વિકસતુ ઓટોપાર્ટસ હબ

રાજકોટની મેટલ અને કાસ્ટીંગ ઇન્ડસ્ટ્રીનો વિકાસ ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે નવી તકના સર્જન માટે સક્ષમ છે. ઓટો મોબાઇલ્સ માટે રાજકોટ નજીક બે થી ત્રણ ક્લસ્ટર વિકસી રહ્યા છે. રાજકોટમાં ૫૦૦થી વધુ પ્રકારના ઓટો પાર્ટસનું ઉત્પાદન થાય છે, તમામ કંપનીના ઓટો પાર્ટસનું પ્રોડક્શન અને વેચાણ રાજકોટમાંથી દેશભરમાં સપ્લાય થાય છે. આમ, રાજકોટ ઓટોપાર્ટસ હબ તરીકે વિકસી રહ્યું છે.

ક્ષેત્રના વિકાસમાં નિર્ણાયક પરિબળો

 • છેલ્લા દસકામાં કુટુંબની સરેરાશ આવકમાં ઉત્તરોત્તર નોંધાયેલી વૃદ્ધિ
 • વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતની સરેરાશ વસતી ૨૫ વર્ષની વયની હશે
 • વર્ષ ૨૦૨૫ સુધી દર ૧૦૦૦ વ્યક્તિદીઠ ૭૨ વાહનો હોવાનો લક્ષ્યાંક
 • આત્મનિર્ભર ભારતમાં આ ક્ષેત્ર માટે ફાળવેલ રૂા.૫૧ હજાર કરોડનો ખર્ચ

ઓટો પાર્ટસ ઇન્ડસ્ટ્રી

 • વાર્ષિક ૬%ના સરેરાશ વૃદ્ધિદર સાથે ૩.૭૫ લાખ કરોડનું બજાર કદ
 • ભારતના કુલ ઘરેલુ ઉત્પાદનમાં ૨.૩% ભાગીદારી
 • ૧૫ લાખથી વધુ લોકોને સીધી કે આડકતરી રોજગારી
 • વર્ષ ૨૦૨૧ માટે કુલ બજારના અંદાજે ૨૬% જેટલી નિકાસ
 • નિકાસમાં ૭.૬% વૃદ્ધિદર સાથે ગત વર્ષે રૂા.૧.૦૨ લાખ કરોડની નિકાસ
 • વર્ષ ૨૦૨૬ સુધી રૂા.૧૫.૨૪ લાખ કરોડના બજાર મૂલ્યના લક્ષ્યાંક
 • વર્ષ ૨૦૨૬ સુધી રૂા.૬ લાખ કરોડના નિકાસના લક્ષ્યાંક

ઓટોમોટિવ મિશન યોજના  ૨૦૧૬-૨૦૨૬

 • -દેશના જીડીપીમાં ઓટો ઉદ્યોગનું યોગદાન ૧૨% થી વધુ લઇ જવુ
 • -૬૫ લાખ સુધી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી સર્જન ક્ષમતા કેળવવી
 • -જૂના વાહનો માટે એન્ડ ઓફ લાઇફ પોલીસી લાગુ કરવી
 • -હાલની આ ક્ષેત્રની આવક રૂા.૫.૬૪ લાખ કરોડમાં વર્ષ ૨૦૨૬ સુધી વાર્ષિક સરેરાશ ૧૫% વૃદ્ધિદર જાળવવો
Loading...