માણાવદરના રસાલા ડેમના દરવાજા તોડી નખાતા પાણીનો વ્યય

જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદભાઈ લાડાણીએ પણ આ અંગે જણાવ્યું છે કે ખૂબ જ વરસાદ પડતા ડેમમાં પુષ્કળ પાણી ભરાયું હતું પણ આ રસાલા ડેમના દરવાજા તોડી પડાતા બધું જ પાણી વેડફાઈ ગયું છે હવે માણાવદર તથા આસપાસના ખેતરો તથા ગામડાઓને તેનો લાભ નહીં મળે.

ભાજપના કરતૂતથી લોકો ખફા થયા છે આ દરવાજા કોના હુકમથી તોડી પડાયા છે? દરવાજા તોડી નાખવા અગાઉથી કોઈની મંજૂરી લીધી હતી? આની તપાસ કરવા જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદભાઈ લાડાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. હાલ ચોમાસાને કારણે રિવરફ્રન્ટની કામગીરી થઈ શકશે નહીં માટે આ ડેમના તોડી પાડેલા દરવાજા ફરીથી ફીટ કરી ડેમમાં પાણી ભરાઇ રહે તેવી માંગણી લોકોએ કરી છે.

માણાવદર ને રિવરફ્રન્ટની નહીં પાણીની જરૂર છે શું ભાજપ પાણી આપી શકશે? તેવા પ્રશ્નો લોકોમાંથી ઉઠી રહ્યા છે. રસાલા ડેમના દરવાજા તાત્કાલિક બંધ કરવા અરવિંદભાઈ લાડાણીએ માંગણી કરી છે.