Abtak Media Google News

નોકરી કરતી માનુનીઓને આખું અઠવાડિયું ઘર-પરિવાર, ઓફિસ અને પ્રવાસ વચ્ચે શટલ-કોકની જેમ અથડાતાં રહેવું પડે છે. આવી સ્થિતિમાં વીક-એન્ડમાં જો ઘરે મહેમાન આવવાના હોય તો અઠવાડિયાના બાકી રહી ગયેલાં કામ સાથે મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવાની, તેમના સ્વાગતની અન્ય તૈયારી કરવાની વધારાની જવાબદારી તેમના ઉપર આવી પડે છે. સ્વાભાવિક રીતે જ જે તે માનુની ખૂબ ટેન્શનમાં આવી જાય છે, પરંતુ ટેન્શનને કારણે કામ કરવાની ગતિ ઘટે છે અને ભૂલ થવાની ભીતિ વધે છે. માનસિક રીતે સ્વસ્થ રહીને કામ કરવા આટલું કરો.

  • પહેલા કયું કામ પહેલાં કરવું અને કયું પછી તે નક્કી કરી લો. મોટા મોટા કામ પહેલા આટોપી લો જેથી થાકી જવાય તોય નાના નાના કામ કરવામાં ઝાઝી મુશ્કેલી ન નડે.
  • જે કામ તમને એકલાને જ કરવાનું હોય તેને પ્રધાન્ય આપો. જે કામમાં પતિ-બાળકો કે પછી ઘરકામવાળી બાઈનો સાથ લેવાનો હોય તે કામનું એડજસ્ટમેન્ટ તેમના સમય મુજબ કરો.
  • આરામથી ટીવી જોતાં જોતાં કે કશુંક વાંચતા વાંચતા જમો. આમ કરવાથી તમે સારી રીતે જમી શકશો અને તમારામાં નવી શક્તિ અને ઉર્જાનો સંચાર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.