Abtak Media Google News

અનોખી અને આવકારદાયક.. પહેલ

અબતકની મુલાકાતમાં અનોખા કાર્યક્રમની સરદાર પટેલ કર્મચારી મંડળના આગેવાનોએ આપી વિગતો

કોરોનાની વૈશ્વિક બીમારી અને બદલાયેલી જીવનશૈલી ને લઈને સમાજમાં હૃદય રોગના જીવલેણ હુમલાઓનું પ્રમાણ અને ખાસ કરીને યુવાઓએ પણ દિલ દગા દઈ દેતા હોય તેમ હૃદય રોગથી હુમલામાં મૃત્યુ નું પ્રમાણ વધ્યું છે ત્યારે સરદાર પટેલ કર્મચારી મંડળ રાજકોટ દ્વારા હાર્ટ એટેક ના લક્ષણો માટે સામાજિક જાગૃતિ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

અબ તકની મુલાકાતે આવેલા સરદાર પટેલ કર્મચારી મંડળ રાજકોટ ના પ્રમુખ અમૃતભાઈ ગઢીયા ,પૂર્વ પ્રમુખ બાબુભાઈ મેનપરા, રામજીભાઈ ગઢીયા અને ઉપ પ્રમુખ ભગવાનજીભાઈ પાભરે કાર્યક્રમની વિગતો સાથે જણાવ્યું હતું કે સાંપ્રત સમયમાં હૃદય રોગથી મૃત્યુનું પ્રમાણ વધુ છે.ત્યારે હૃદય રોગનો હુમલો થાય ત્યારે સમયસર ની સારવાર મળે તે માટે હૃદય રોગનો  હુમલો આવે ત્યારે કેવા લક્ષણો દેખાય તે માટે જો સમાજમાં જાગૃતિ આવે તો અનેકના જીવ બતી શકે આ માટે સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા હૃદય રોગના હુમલા ના લક્ષણો અંગેની જાગૃતિ માટે નિષ્ણાતોના સેમિનારનું આયોજન કર્યું છે.

જાહેર જનતા માટે હાર્ટ એટેક આવતાં પહેલાની સાવચેતી રાખવા તેમજ તેના લક્ષણો વિષેની માહીતીના એરનેસ કાર્યક્રમનું તા. 19-3 ને રવિવારે સવારે 9.30 સરદાર પટેલ ભવન, ઓડિટોરિયમ-1 ન્યુ માયાણીનગર પાણીના ટાંકા પાસે રાજકોટ ખાતે કરવામા આવેલ છે.

આ કાર્યક્રમમાં રાજકોટના હ્રદયરોગના સુપર સ્પેશ્યાલીસ્ટ ડો. અંકુર ઠુંમર, ડો. મનદીપ ટીલાળા તેમજ ડો. કુંજેષ રૂપાપરા પોતાની સેવાઓ આપશે અને યોગ્ય માર્ગદર્શન પુરુ પાડશે.આ કાર્યક્રમનો જાહેર જનતા વધુમાં વધુ લાભ મેળવે તેના માટે અનુરોધ કરાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.