Abtak Media Google News

દર્દીઓને મોતના મુખમાં ધકેલી દઇ પૈસા કમાવવાના રેકેટનો પર્દાફાશ કરતી એસ.ઓ.જી: એફીડેવીટ કરી બની બેઠેલા ડોકટર પરેશ પટેલની અટકાયત: કરોડો રૂપિયાની દવા, સીરપનો જથ્થો સીઝ: ઓશો કલીનીકના નામે નવા બસ સ્ટેન્ડમાં દવાખાનું પણ ચલાવતો તો

 

અબતક, રાજકોટ

પૈસા કમાવવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી લોકોને મોતના મુખમાં ધકેલી દેતા પણ લેભાગુ તત્વો અચકાતા નથી ત્યારે રાજકોટમાં એકસ્પારી ડેટની દવા પર નવા સ્ટીકર લગાવી વેંચવાનું જબરદસ્ત કૌભાંડ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ઝડપી લઇ કરોડો રૂપિયાની દવાનો જથ્થો કબ્જે કર્યો હતો. આ કૌભાંડની જાણ થતાં ફુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ પણ તપાસમાં ઝંપલાવી બની બેઠેલા ડોકટરની અટકાયત કરવામાં આવી છે.

રાજકોટમાં એકસ્પારી ડેટની દવા, સીરપ પર નવા સ્ટીકર લગાવી વેંચી મારવાનું જબરદસ્ત કૌભાંડ ચાલતુ હોવાની માહીતી પરથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પી.આઇ. આર.વાય. રાવલ પી.એસ.આઇ. એમ.એસ. અંસારી સહીતનો કાફલો ઢેબર રોડ ગુરુકુળ સામે આવેલ શ્રમજીવી સોસાયટી શેરી નં. 2/5 ના ગોડાઉન પર ત્રાટકયો હતો.પોલીસે ગોડાઉનની જડપી લેતા તેમાંથી એલોપેથી, આયુર્વેદીક દવાના ડ્રમ ભરેલા મળી આવ્યા હતા. આ ઉપરાંત આયુર્વેદીક સીરપની પણ મોટો જથ્થો મળી આવ્યો હતો.એલોપેથી દવા, આયુર્વેદીક દવાની બારીકાઇથી તપાસ કરતા મોટાભાગની દવા એકસ્પાયરી ડેટ વાળી હોવાનું અને તેમાં અમુક પર નવી તારીખના સ્ટીકર મારેલા નજરે પડતા મોટું કૌભાંડ હોવાની માહીતી પરથી ફુડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરતાં તેના અધિકારીઓ પણ ગોડાઉન ખાતે ધસી જઇ પોલીસની સાથે તપાસમાં ઝુકાવ્યું હતું.ગોડાઉનમાંથી મળી આવેલ આયુર્વેદીક સીરપ પણ એકસ્પાયરી ડેટની હોય તેના પર નવા લેબલ લગાવી જુદી જુદી એજન્સી તેમજ આયુર્વેદીક ડોકટરોને પધરાવી દેવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

Img 20210903 Wa0007

એસ.ઓ.જી. એ ગોડાઉનના માલીક કહેવાતા ડોકટર પરેશ પટેલ રે. રામનગર વાળાની અટકાયત કરી સઘન પુછપરછ કરતા પરેશ પટેલ ધોરણ 1ર સુધી અભ્યાસ કર્યા બાદ 10 વર્ષ પહેલા એફીડેવીટ કરાવી પોતાના નામ આળ ડોકટર લખવાનું શરુ કરી દીધું હતું.

લોકોના જીવન સાથે ગંભીર ચેડા કરનાર  પરેશ પટેલે નવા બસ સ્ટેન્ડમાં તાજેતરમાં આયુર્વેદીક ડોકટર હાયર કટી ‘ઓશો’ કલીનીકના નામે દવાખાનું પણ શરુ કરી દીધી હતું.

આ ઉપરાંત પરેશ પટેલ એજન્સી ચલાવતો હોવાની માહીતી પરથી પોલીસ સ્ટાફ અને ફુડ એન્ડ ડ્રગ વિભાગે તેના ઓશો કલીનીક અને દવાની એજન્સીના સ્થળોએ પણ દરોડા પાડી મોડીરાત સુધી તપાનસ કરી હતી.

પોલીસે પરેશ પટેલના ગોડાઉનમાંથી કરોડોની કિંમતની એકસ્પાયરી ડેટની દવા, સીરપ સહીતનો જથ્થો સીઝ કર્યો હતો અને તપાસના અંતે કહેવાતા ડોકટર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ચ્યવનપ્રાશમાં એકસ્પાયરી ડેટની ઇમ્યુનીટી પાવરની દવાનું મીશ્રણ કરતો’તો

રાજકોટમાં એકસ્પાયરી ડેટની દવા વેચવાના રેકેટનો એસ.ઓ.જી.એ પર્દાફાશ કર્યા બાદ હાથ ધરેલી તપાસમાં ચોકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. જેમાં આયુર્વેદીકની ઇમ્યુનીટી પાવર વધારતી  દવા એકસ્પાયરી થઇ ગયા બાદ દવાને શ્ર્વનપ્રાસ અને મધ સાથે મીશ્રણ કરી શ્ર્વનપ્રાસ વેચવાના કૌભાડનો પર્દાફાશ થયો છે.

કહેવાતા ડોકટર પરેશ પટેલ રાજકોટ શહેરમાં ખાસ કરીને આયુર્વેદીક ડોકટરોને ઇમ્યુનીટી પાવર વધારવા માટે એકસ્પાયરી ડેટની દવા નાખેલ શ્ર્વનપ્રાસ પધરાવી દેતો હતો આ ઉપરાંત આયુર્વેદીક દવાના મેડીકલ સ્ટોર પર પણ તેનું વેચાણ કરી તગડી કમાણી કરી લેતો હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે પરેશ પટેલના ગોડાઉનમાંથી એકસ્પાયરી ડેટની ર1 લાખની દવા અને સીરપનો જથ્થો કબ્જે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.