રાજ કુન્દ્રાના પોર્નોગ્રાફી કેસના તાર સુરત સાથે જોડાયા હોવાનો ધડાકો

અબતક, અમદાવાદ :બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના પોર્નોગ્રાફી કેસ હાલ ચારેતરફ ચર્ચામાં છે. આ કેસમાં પોલીસ તપાસમાં નવા વળાંકો આવી રહ્યાં છે. ત્યારે આ પોર્નોગ્રાફી કેસનુ સુરત કનેક્શન સામે આવ્યું છે. રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસના તાર સુરત સાથે જોડાયા છે. સુરતનો તન્વીર નામનો શખ્સ રાજ કુન્દ્રાની એપ માટે ફિલ્મ બનાવતો હોવાનો ખુલાસો થયો છે.

સુરતનો તન્વીર નામનો શખ્સ રાજ કુન્દ્રાની એપ માટે ફિલ્મો બનાવતો : આ શખ્સ અગાઉથી જ સુરતમાં પોર્ન ફિલ્મો બનાવવા મામલે પોલીસ પકડમાં હતો

રાજ કુન્દ્રાની ધરપકડ થતા જ તેની તપાસનો રેલો સુરત સુધી આવે તેવી શક્યતા હતી. ગુજરાતનુ સુરત શહેર પોર્ન ફિલ્મોનું નવુ હબ બની ગયું છે. મુંબઈના ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં સુરતના તનવીર હાશ્મીની ધરપકડ કરી હતી. જેમાં તેણે ચોંકાવનારા ખુલાસા કર્યાં હતા. ત્યાર હવે રાજ કુન્દ્રા કેસના તાર પણ સુરતના તન્વીર સાથે જોડાયેલા છે. સુરતના તન્વીરની અગાઉ મુંબઇ ક્રાઈમ બ્રાન્ચ ધરપકડ કરી ચૂકી છે. તનવીર પોર્ન ફિલ્મને અલગ અલગ ઓટીટી એપ્સ પર અપલોડ કરવાનું કામ કરતો હતો.

રાજ કુન્દ્રાની ધરપકડ થતા જ તેના તન્વીર સાથે કોઈ કનેક્શન છે કે નહિ તે જાણવામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં લાગ્યુ હતું. ત્યારે તપાસમાં સામે આવ્યું કે, સુરતનો તન્વીરની રાજ કુન્દ્રાની એપ માટે ફિલ્મ બનાવતો હતો. ટીએએન ડાયરેક્ટેડ ફિલ્મના ટ્રેલરમાં જણાવવામાં આવ્યું છે કે, ફિલ્મ માત્ર હોટશોટ એપ પર રિલીઝ થશે. તો મુંબઇ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે હોટશોટ એપ તેની છે. તન્વીરે મુંબઇ અને સુરતમાં અનેક જગ્યાએ પોર્ન ફિલ્મ શૂટ કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. થોડા મહિના પહેલા સુરતમાંથી તન્વીરને પણ પોર્ન ફિલ્મ મેકિંગના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચ ઉચકી ગઈ હતી. રાજ કુંન્દ્રા કેસમાં તન્વીરના રોલની પણ તપાસ થાય તેવી શક્યતા છે.