Abtak Media Google News

ટેરર નેટવર્ક ટ્રેક કરવા સુરક્ષા એજન્સીઓ સતત પ્રયત્નશીલ: લશ્કરનું કનેક્શન ખુલ્યું !!

ત્રણ આતંકવાદી શકમંદો પાસેથી રવિવારે તેમના નિવાસસ્થાનો પર પ્રિ-ડોન સોપ દરમિયાન જપ્ત કરાયેલા ચાર ગ્રેનેડ થોડા મહિનાઓ પહેલાં પંજાબ સરહદે પાકિસ્તાની ડ્રોન દ્વારા છોડવામાં આવ્યા હતા અને તે ચોક્કસ મેડ-ઇન-ચીન ટેગ ધરાવે છે, તેલંગાણા પોલીસના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું કે તેઓ આતંકવાદી નેટવર્કને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેણે એરડ્રોપ કરેલા ક્ધસાઇનમેન્ટને શંકાસ્પદ લોકો સુધી પહોંચાડ્યું હતું. આ મુદ્દામાલ લશ્કરના હૈદરાબાદમાં ઓપરેટિવ્સ અબ્દુલ ઝાહેદ, મોહમ્મદ સમીઉદ્દીન અને માઝ હસન ફારૂકને મોકલવામાં આવ્યું હતું. શહેરમાં લશ્કર મોડ્યુલનો પર્દાફાશ થતાં સમગ્ર ભારતની લિંક સાથે, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આ કેસને હાથમાં લે તેવી શક્યતા છે.

આરોપીને આતંકવાદી માલનો એક ભાગ મળ્યો હતો. અમને એવા લોકો પર લીડ મળી છે જેમણે આતંકી કિંગપિન ઝાહેદને ચીનમાં બનાવેલા ગ્રેનેડ મોકલ્યા હતા. આ મોડસ ઓપરેન્ડી હરિયાણાથી મહારાષ્ટ્રના નાંદેડમાં તેલંગણાના આદિલાબાદ જિલ્લામાં પાકિસ્તાની દારૂગોળાની દાણચોરી જેવી જ છે, જ્યાં આ વર્ષે મે મહિનામાં એરડ્રોપ બાદ ક્ધસાઇનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું હતું. અહીં પણ, પંજાબ સરહદે પાકિસ્તાની ડ્રોન દ્વારા હથિયારો પહોંચાડવામાં આવ્યા હતા, એક ગુપ્તચર અધિકારીએ જણાવ્યું હતું.રવિવારે ધરપકડ કરાયેલા ત્રણમાંથી ઝાહેબ કથિત રીતે તેના ભાગેડુ હેન્ડલર  ફરહતુલ્લા ઘોરીના સંપર્કમાં હતો. સિદ્દીક બિન ઉસ્માનઅબ્દુલ મજીદ કે જે અહીં છૂપાયેલા છે રાવલપિંડી પાકિસ્તાનમાં અને સાથે કાવતરું ઘડ્યું હતું.

અમને શંકા છે કે ચીનનો દારૂગોળો ભારતમાં દાણચોરી કરતા પહેલા પાકિસ્તાન પહોંચ્યો હતો. અમે આરોપીઓને કસ્ટડીમાં લઈશું અને મોડ્યુલ પર તેમની પૂછપરછ કરીશું. જપ્ત કરાયેલ ગ્રેનેડમાંથી એક આરોપીના પલંગની નીચે એક બોક્સમાંથી મળી આવ્યો હતો, એક ગુપ્તચર અધિકારીએ તેવું જણાવ્યું છે. ત્રણેય આતંકવાદી શકમંદો પાસેથી જપ્ત કરાયેલી રૂ. 5.4 લાખની રોકડ રકમ બિનહિસાબી નાણાં છે, તેમ છતાં ત્રણેયએ કથિત રીતે જણાવ્યું હતું કે નાણાં વ્યવસાય હેતુ માટે ઉછીના આપવામાં આવ્યા હતા, પરંતુ ધિરાણકર્તાઓના નામનો ઉલ્લેખ કરવામાં નિષ્ફળ ગયા હતા.ઉપરાંત આરોપીઓએ તેમના હેન્ડલર સાથે કોડ ભાષામાં વાત કરી હતી, જેને ગુપ્તચર કર્મચારીઓ ડીકોડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેખરેખથી બચવા માટે એપ્સ દ્વારા પાકિસ્તાની હેન્ડલર્સ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.