દોશી લીમીટેડ કંપની અને વાપટેગના પ્રેસીડેન્ટ આસિતભાઈ દોશીએ જણાવ્યું હતું કે, અમે અહીં બુમાં અમારી નવી ટેકનોલોજીઓનું પ્રદર્શન કર્યું છે. જેથી લોકોને ટેકનોલોજીનાં ઉપયોગ વિશે ખ્યાલ આવે. અમારી કંપની ૪૦ વર્ષી આ ક્ષેત્રે કાર્યરત છે. અમે ઈન્ડસ્ટ્રીયલ વોટર માટે હાઈ ટેકનોલોજી અલ્ટ્રા હાઈપ્યોરીટી વોટર અને ડ્રિંકિંગ વોટર માટે સ્નોફલેક આરઓ પેકનું પ્રોડકશન કરીએ છીએ. વેસ્ટને કરવા લાયક બનાવનારા મેમરન બાયો રીએકટરનાં પેકનું પણ પ્રોડકશન કરીએ છીએ. આ એકસ્પોનો અદ્ભૂત પ્રતિસાદ છે. ગત વર્ષે પણ આઠ હજાર લોકોએ અમારા સ્ટોલની મુલાકાત લીધી હતી. આ વર્ષના એકસ્પોમાં અંદાજે દસ હજાર લોકો અમારા સ્ટોલની મુલાકાત લેશે.