Abtak Media Google News

૧૯ જૂને ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વ્યાપાર પ્રધાન તથા ડાયરેકટર જનરલ ફોરેન ટ્રેડ સમક્ષ દેશમાં ઉત્પાદન થતા માસ્ક તથા સેનેટાઇઝરની નિકાસ કરવા આ ચીજવસ્તુઓને “રીસ્ટ્રેકટેડ આઇટમ લીસ્ટ માંથી ફેરવી મુકત નિકાસના લીસ્ટમાં કરવા રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆતમાં વિગતવાર માહિતી જેવી કે, માર્ચ, ૨૦૨૦ પહેલા દેશમાં આ ચીજવસ્તુઓ મોટાપ્રમાણમાં આયાત કરવી પડતી હતી. કારણ કે, ત્યારે આ ચીજવસ્તુઓને ધરેલુ ઉત્પાદન ખુબ જ ઓછા પ્રમાણમાં થતુ હતું પરંતુ કોરોના અંગે લોકડાઉન સમયમાં આ ચીજવસ્તુઓની ડિમાન્ડ વધતા ભારત સરકારે આવી ચીજવસ્તુઓને મર્યાદીત નિકાસ કરવાના લીસ્ટમાં સામે કર્યો હતો.

રાજકોટના ઉદ્યોગકારોએ આવેલ આફતને અવસરમાં ફરેવેલ છે. અને આવી ચીજવસ્તુ બનાવવા ખાસ પ્રકારના મશીનો બનાવી સમગ્ર દેશમાં આ મશીનો સપ્લાય કરેલ છે. જે દ્વારા આવી ચીજોનો ખુબ જ મોટા પ્રમાણમાં ઉત્પાદન થઇ રહેલ છે. અને આ ક્ષેત્રે આપણો દેશ આત્મનિર્ભર બન્યો છે. હવે જયારે આવી ચીજવસ્તુનુ ઉત્પાદન જરૂરીયાત કરતા વધારે થતુ હોય વિશ્ર્વના અનેક દેશોમાંથી આ ચીનવસ્તુઓની માંગ ઉભી થયેલ છે. તેથી આ ચીજવસ્તુઓની નિકાસ કરી દેશ માટે વિદેશી હુંડીયામણ મેળવી શકાય તેમ છે. આ અંગે વિસ્તૃત માહિતી સાથે ગ્રેટર રાજકોટ ચેમ્બરની રજૂઆતને પ્રતિસાદરૂપે ગત તા.૨૯ જૂનથી આવી ચીજવસ્તુ નિકાસ કરવામાં મુકત આઇટમના લીસ્ટમાં ફેરવેલ છે. જેથી આપણા ઉદ્યોગકારોએ નિકાસ ક્ષેત્રે હાલ વેચાણ કરી શકાશે. તેમ ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા તથા ઉપપ્રમુખ રાજીવભાઇ દોશીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.