હનીટ્રેપ કરવાવાળાઓને ખુલ્લા પાડો: 75 વર્ષીય વૃદ્ધે ફરિયાદ નોંધાવી ઉદાહરણ પૂરૂ પાડ્યું

સોશિયલ મીડિયામાં નગ્ન વીડિયોે કોલ રેકોર્ડ કરી વાયરલ કરી નાખવાની ધમકી ઉચ્ચારી પૈસાની કરાઈ હતી માંગણી

અમદાવાદ શહેરના દક્ષિણ બોપલના એક 75 વર્ષીય વૃદ્ધએ સોમવારે બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, દિલ્હીની એક મહિલાએ તેના વોટ્સએપ નંબર પર વિડિયો કોલ પર નગ્ન થવાનું દબાણ કર્યું હતું અને બાદમાં પોતાને દિલ્હી પોલીસ તરીકે ગણાવતા એક વ્યક્તિએ એફઆઇઆર દાખલ કરવાની ધમકી આપી હતી.

ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે, તેને 9 સપ્ટેમ્બરના રોજ મહિલા તરફથી એક વોટ્સએપ મેસેજ મળ્યો હતો. ત્યારબાદ મહિલાએ મને વિડિયો કોલ પર ઓરલ સેક્સ કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. મેં તેને બીજા પુરુષને શોધવા કહ્યું હતું. ત્યારબાદ તેણે વીડિયો કોલ કર્યો અને તે બાથરૂમમાં નગ્ન થઈ ગઈ. આ જોઈને મેં તરત જ કોલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો.

ફરિયાદી ઉત્તર ગુજરાતની યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ શહેરની એક યુનિવર્સિટીમાં સલાહકાર તરીકે કામ કરે છે. 10 સપ્ટેમ્બરે મહિલાએ તેને કોલનો વીડિયો મોકલ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની ધમકી આપી હતી. મહિલાએ કહ્યું હતું કે તેની પાસે વૃદ્ધબો નગ્ન વીડિયો પણ છે જે વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જેના જવાબમાં વૃદ્ધએ કહ્યું હતું કે,મારી પાસે પણ તમારો નગ્ન વિડીયો છે જેના જવાબમાં મહિલાનો નગ્ન વિડીયો વાયરલ કરી દેવાથી તેણીને કોઈ ફર્ક નહીં પડે. બાદમાં ફરિયાદીને એક વ્યક્તિનો ફોન આવ્યો જેણે પોતાની ઓળખ દિલ્હી પોલીસના વિક્રમસિંહ રાઠોડ તરીકે આપી હતી.રાઠોડે ફરિયાદી સામે એફઆઈઆર દાખલ કરવાની ધમકી આપી હતી. પરંતુ વૃદ્ધે હિંમત એકઠી કરી અને રાઠોડને કહ્યું કે તે તેની સામે એફઆઈઆર પણ દાખલ કરશે. આખરે, વૃદ્ધએ બોપલ પોલીસનો સંપર્ક કર્યો અને આ મામલે તપાસ શરૂ કરવા માટે અરજી કરી.