જાલીનોટના ઓનલાઇન કાળો કારોબારનો પર્દાફાશ

દેશના અર્થતંત્રનો ખોખલુ કરવાના ખૌફનાક કૌભાંડ સમાન જાલીનોટના ઓનલાઇન થતાં રેકેટનો અમરેલી એસઓજી સ્ટાફે પર્દાફાંસ કરી જાલીનોટ કૌભાંડના મુળ સુધી પહોચવા માટે સાયબર ક્રાઇમની મદદ લેવામાં આવી છે.

ફેક આઇડી બનાવી રૂ.50 હજાર અસલી નોટની રૂ.2 લાખની નકલી નોટ લેતા બે પકડાયા

અમરેલી એસઓજી પીએસઆઇ એચ.જી. મારુ સહિતના સ્ટાફે ખાંભા તાલુકાના ભંડારીયા ગામેથી અમિત વિનુ માઘડ, ધર્મેશ દાના રાઠોડ અને એક સગીર શખ્સને રુા.1.14 લાખની 200 અને 500ના દરની જાલીનોટ સાથે ઝડપી લીધા છે. ત્રણેયની પૂછપરછ દરમિયાન અમિત માધડે ઇન્ટાગ્રામ આઇડી પર રિલ જોઇ સંપર્ક કરી રુા.50 હજાર અસલી નોટના બદલામાં રુા.2 લાખની નકલી નોટનું પાર્સલ ઘરે પહોતુ કરવામાં આવ્યાની કબુલાત આપી હતી. પોલીસે ઇન્ટાગ્રામ આઇડી અંગે સાયબર ક્રાઇમની મદદ લઇ તપાસ કરતા આઇડી ફેક હોવાનું બહાર આવ્યું હતું. ઇન્ટાગ્રામ આઇડી કોને ફેક બનાવ્યું અને દેશના અર્થતંત્રમાં કોન જાલીનોટ ઘુસાડી રહ્યું છે. ત્રાસવાદી સંગઠનનો દોરી સંચાર છે કે કેમ તે અંગે તપાસ હાથધરવામાં આવી છે.

રૂ.1.14 લાખની 200 અને 500ના દરની ડુપ્લીકેટ નોટ કબ્જે: રૂ.86 હજારની જાલીનોટ ચલણમાં ચલણમાં ઘુસાડી

વિગતો મુજબ અમરેલી તાલુકાના નાના ભંડારિયા ગામની ત્રિપુટીએ બનાવટી ભારતીય ચલણી નોટો જ ઓનલાઈન મંગાવી લીધી, એ પણ થોડી ઘણી નહીં. પરંતુ બે લાખની ખોટી ચલણી નોટો સોશિયલ મીડિયા પર એક રિલ્સ જોયા બાદ આ ત્રિપુટીએ જે તે વેબસાઈટ કે વ્યક્તિઓનોનો સંપર્ક કરીને બે લાખની બનાવટી ચલણી નોટોનો ઓર્ડર પણ આપી દીધો જેમા કેશ ઓન ડીલીવરીમાં 50 હજાર ચુકવીને બે લાખની બનાવટી નોટો મેળવી હતી.જોકે આ ત્રીપુટીને અમરેલી એસઓજીએ પકડી પાડી હતી.

અમરેલી એસઓજી અને સાયબર ક્રાઇમ દ્વારા જાલીનોટના ખૌફનાક કૌભાંડના મુળ સુધી પહોંચવા કવાયત

પોલીસે અમિત વિનુભાઇ માધડ (ઉ.વ. 21, રહે.ભંડારીયા), ધર્મેશભાઇ દાનાભાઇ રાઠોડ (ઉં.વ.23, રહે.સુરત, કતારગામ) તથા 16 વર્ષીય કાયદાથી સંઘર્ષિત કિશોરને બાતમીના આધારે ઝડપી પાડયા હતા.આ ત્રણે’ય આરોપીઓ પાસેથી રૂા. 200ના દરની 83 નોટો જેની કિંમત રૂ. 16,600 તથા રૂા. 500ના દરની 197 બનાવટી ચલણી નોટો જેની કિંમત રૂા. 97,500 જપ્ત કર્યા હતા. આ ઉપરાંત એક મોબાઈલ ફોન મળી કુલ 132100 નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.હાલ આ સિવાયની અન્ય બનાવટી ચલણી નોટો આરોપીઓ એ ક્યા ખર્ચ કરી છે.તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.