Abtak Media Google News
ભવનાથ મહાદેવના દર્શન કર્યા: ભારતી આશ્રમ, શેરનાથ બાપુ આશ્રમ અને ઈન્દ્રભારતી આશ્રમની મૂલાકાત લીધી

અબતક, દર્શન જોશી, જૂનાગઢ

જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં  ચાલી રહેલા મહાશિવરાત્રીના પરંપરાગત  મેળામાં  આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શિવરાત્રી મેળામાં ઉપસ્થિત રંહ્યા બાદ  તેઓએ પાવન થયા હોવાનો અહોભાવ વ્યકત કર્યો હતો. તેઓએ ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ભારતી આશ્રમ,  શેરનાથબાપુ આશ્રમ અને ઈન્દ્રભારતી બાપુ આશ્રમની મૂલાકાત લીધી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજ  જૂનાગઢના ભવનાથ શ્રેત્રનાં મહેમાન બન્યા હતા,  તેઓએ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીના મેળા નિમિત્તે ભગવાન ભવનાથના દર્શન-પુજન કરવા સાથે સાધુ-સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.

મુખ્યમંત્રી એ સવારે પવિત્ર ભવનાથ શ્રેત્રમાં બિરાજતા  ભવનાથ દાદાના મંદિરે પહોંચ્યા હતા.અને દાદાને જલાભિષેક સાથે પુજન કરી શિશ ઝૂકાવી, ધન્યતા અનુભવી હતી. બાદમાં શેરનાથબાપુના આશ્રમ ગયા હતા. અને ત્યારબાદ ભારતી આશ્રમ ખાતે ધર્મોત્સવમાં સહભાગી થયા હતા અને ભારતીબાપુના સમાધી સ્થળના દર્શન કરી. મુખ્યમંત્રી ઇન્દ્રભારતી આશ્રમની મુલાકાતે જઈ સંતો-મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા. અને ધન્યતા અનુભવી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પદગ્રહણ બાદ જૂનાગઢ જિલ્લાની ત્રીજી મુલાકાતે આવ્યા છે. જ્યારે મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત મહાશિવરાત્રીના મેળામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે જૂનાગઢના ભવનાથ શ્રેત્રનાં મહેમાન બન્યા હતા,  તેઓએ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીના મેળા નિમિત્તે ભગવાન ભવનાથના દર્શન-પુજન કરવા સાથે સાધુ-સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.

મુખ્યમંત્રીએ  સવારે પવિત્ર ભવનાથ શ્રેત્રમાં બિરાજતા  ભવનાથ દાદાના મંદિરે પહોંચ્યા હતા. અને દાદાને જલાભિષેક સાથે પુજન કરી શિશ ઝૂકાવી, ધન્યતા અનુભવી હતી. બાદમાં શેરનાથબાપુના આશ્રમ ગયા હતા. અને ત્યારબાદ ભારતી આશ્રમ ખાતે ધર્મોત્સવમાં સહભાગી થયા હતા અને ભારતીબાપુના સમાધી સ્થળના દર્શન કરી. મુખ્યમંત્રી ઇન્દ્રભારતી આશ્રમની મુલાકાતે જઈ સંતો-મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા. અને ધન્યતા અનુભવી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પદગ્રહણ બાદ જૂનાગઢ જિલ્લાની ત્રીજી મુલાકાતે આવ્યા છે. જ્યારે મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત મહાશિવરાત્રીના મેળામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.