Abtak Media Google News

રાજકોટ ચેમ્બર મુખ્યમંત્રી વિજય રૂપાણીની રૂબરૂ મુલાકાતે રાજકોટ-સૌરાષ્ટ્રના વિવિધ પ્રશ્ર્નો અંગે રજૂઆત કરી

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી. પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા, કારોબારી સભ્ય વિનોદભાઈ કાછડીયા તથા નિલેશભાઈ ભલાણી (ભિમભાઈ) એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લઈ રાજકોટ-સૌરાષ્ટ્રના વિવિધ મહત્વના પ્રશ્ર્નો અંગે રજુઆત કરેલ.  જેમાં ખાસ રાજય સરકાર દ્વારા ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં લઈ રાજકોટના લોધીકા તાલુકાના ખીરસરા ગામ ખાતે જીઆઈડીસીની ફાળવણી કરવામાં આવેલ છે. જીઆઈડીસીમાં પ્લોટીંગ કરતા પણ અનેકગણી અરજીઓ થયેલ છે. તેથી ટુંક સમયમાં લક્કી ડ્રો કરવામાં આવે તેમજ હાલમાં રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ ટ્રેકની કામગીરી ખુબ જ મંદગતિએ ચાલતો હોય તેવું જણાય રહ્યું છે તેથી આ પ્રોજેક્ટ તેની નિર્ધારીત સમય મર્યાદા તા. ૩૧ માર્ચ ર૦ર૧ સુધીમાં તાત્કાલીક પુર્ણ થાય તેમજ મુસાફરોની વધુ સુવિધા અર્થે ટ્રેનનં. રર૯૧૯/રર૯ર૦ અમદાવાદ-મદ્રાસ-અમદાવાદ હમસફર એક્સપ્રેસ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવા માટે ખાસ માંગણી મુકી રજુઆત કરવામાં આવેલ. આમ રાજકોટ ચેમ્બર દ્વારા વિવિધ પ્રશ્ર્નો અંગે મૌખિક તથા લેખિત રજુઆત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સહાનુભૂતિ દર્શાવવામાં આવેલ અને રાજકોટ ચેમ્બર દ્વારા ધ્યાન પર મુકાયેલ પ્રશ્ર્નો અંગે તુરંત યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી આપેલ છે તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.