Abtak Media Google News

એન-૯૫ માસ્ક બનાવતા મશીનના ઉત્પાદનનો ધમધમાટ: દેશ-વિદેશમાંથી ઓર્ડર માટે ટેલીફોન રણકયા

2 5

કોરોના સામે લડવા હથિયાર સમાન માસ્ક બનાવનારા મશીન ચીનમાંથી આયાત કરવામાં આવતા હતા ત્યારે શાપર વેરાવળ ખાતે રાજુ એન્જીનીયરીંગ દ્વારા એન. ૯૫ માસ્ક તથા મોલ્ટબ્લોન નોન વુલન ફેબ્રીક બનાવવાનું મશીન તૈયાર કરવામાં આવ્યું છે. જેનાથી વડાપ્રધાન મોદીના વોકલ ફોર લોકલ અને સ્વદેશી અપનાવોને યથાર્થ કરી શકાય. રાજુ એન્જીનીયરીંગની ટીમ દ્વારા માસ્ક બનાવવા માટે મશીન વિકસાવવા ૧૫ દિવસની જહેમત ઉઠાવાઈ હતી. હાલમાં આ મશીનના ઓર્ડર પણ રાજુ એન્જીનીયરીંગને મળ્યા છે.

વડાપ્રધાન મોદીના આહ્વાન મૂજબ સ્વનિર્ભરતા માટે પ્રયાસો કરી રહ્યા છીએ: રાજુભાઈ દોશી

999 1

રાજુ એન્જીનીયરીંગના સંસ્થાપક રાજુભાઈ દોશીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોવિડ-૧૯ની મહામારી ચાલી રહી છે જેમાં માસ્કની જ‚રીયાત ખૂબજ રહેવાની. તો આ માસ્ક માટેના મશીનની બહારથી આયાત કરવામાં આવતી હતી. જેથી આપણું વિદેશી હુંડીયામણ ઘણુ બધુ ખર્ચાય જાય. ત્યારે આ વાતને ધ્યાનમાં રાખી મશીનની ડિઝાઈન બનાવી મશીન તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ તો લોકડાઉનના સમયનો સદઉપયોગ કરી ડિઝાઈન તૈયાર કરવામાં આવી હતી. હાલમાં મશીનને એસેમ્બલ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી એન. ૯૫ માસ્ક મશીનના તેઓને ઓર્ડર પણ મળવા લાગ્યા છે. અંતે જણાવ્યું કે વડાપ્રધાન મોદી દ્વારા વોકલ ઈસ લોકલ એટલે આત્મનિર્ભર બનવાની વાત કરી છે. તેમાં પણ સ્પષ્ટ કહ્યું છે કે ભારતમાં ઉત્પાદિત થતી વસ્તુઓ વાપરવી જોઈએ.

મને ગર્વ છે કે હું સદવિચારથી કામ કરતી કંપનીનો કર્મચારી છું: વિનોદ ભદ્રા

1 15

રાજુ એન્જીનીયરીંગના પ્રોડકશન મેનેજર વિનોદ ભદ્રાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ટોપ મેનેજમેન્ટની ટેકનીકલ ગાઈડેન્સ હેઠળ સમગ્ર ટીમ દ્વારા મશીન પર કામગીરી કરવામાં આવી છે. કોવીડ ૧૯ની મહામારીથી લડવા દિવસ-રાતની મહેનત બાદ મશીન તૈયાર કરવામાં આવી રહ્યું છે. ખાસ તો મશીન પાંચ સ્ટેપમાં કામગીરી કરશે. પ્રથમ તેનું વાઈન્ડર યુનીટ રહેશે નોઝ સીલીંગ એસેમ્બલી, આઈ લુકીંગી, ફોલ્ડીંગ યુનીટ અને સીલીંગ એસેમ્બલી રહેશે. ખાસતો માસ્ક બનાવતા પહેલા તેના લેયર નકકી કરવામાં આવે છે. જેમાં મીડલ લેયર મેલ્ટબ્લોન વુલનનું હોય છે. જેનું અલ્ટ્રાસોનીક સીસ્ટમથી જોઈનીંગ કરવામાં આવે છે. ખાસ તો ઘણા ટુંકા ગાળામાં તમામ કામગીરી થયેલ છે. સાથોસાથ ઉમેર્યું કે તેઓ માટે ગૌરવની બાબત છે કે તેઓ સ્વાવલંબી બનવા તરફ આગળ વધી રહ્યા છે. મેઈક ઈન ઈન્ડીયા અને વોકલ ઈસ લોકલની વાતને યથાર્થ કરવા પ્રયત્નશીલ બન્યા છીએ. આ ઉપરાંત ગર્વ પણ થાય કે એ કંપનીમાં અમે કામ કરીએ છીએ જયાં સદવિચારોથી કામ થતુ હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.