Abtak Media Google News

બેઠકમાં કારોબારી સભ્યોને વિસ્તાર મુજબ કામગીરી કરવા સૂચનાઓ અપાઇ: આગામી ચૂંટણીને લઇને રણનીતીઓ ઘડવામાં આવી

આજે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક ભાજપના પ્રદેશ કાર્યાલય ’કમલમ’ખાતે યોજાઈ હતી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ , ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, હોદ્દેદારો સહીત 400 જેટલા વ્યક્તિઓ સામેલ થયા હતા.

બેરોજગાર, મોંઘવારી જેવા મુદ્દાઓ ભૂલાવીને પ્રજા વચ્ચે કેવી રીતે જવું તે અંગે પણ રણનીતિ ઘડાઈ હતી. આજની બેઠકમાં બાવળા ખાતેની ચિંતન શિબિરમાં નક્કી થયેલા કાર્યક્રમોને કઈ રીતે આખરી ઓપ આપવો અને નેતા- કાર્યકરોને કેવી રીતે ચૂંટણીના કામે લગાવવા તે મામલે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ દરેક પક્ષોએ તૈયારી શરૂ કરી છે ત્યારે ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક મળી હતી. જેમાં સંગઠન અને ચૂંટણીને લઇને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કમલમમાં મળનારી આ બેઠકમાં જયપુરની ચિંતન શિબિરમાં થયેલી ચર્ચા પર પણ મનોમંથન કરવામાં આવ્યું હતું ઉપરાંત કારોબારી સભ્યોને શિબિર ચર્ચા અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ આગામી સમયમાં કાર્યક્રમોની પણ માહિતી આપવામાં આવી હતી. કારોબારી સભ્યોને વિસ્તાર મુજબ કામગીરી કરવા પણ સૂચનાઓ અપાઇ હતી. આ ઉપરાંત બે રાજકીય ઠરાવ પસાર કરવામાં આવે તેવી પણ શક્યતા છે તેમજ 150 વિસ્તારકોને વિધાનસભાની જવાબદારી સોંપાઇ અને સોશિયલ મિડીયામાં ડિજિટલ પ્રોગ્રામમાં પણ લોન્ચ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

રાજસ્થાનમાં હાલ ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય દંગલ જામ્યું છે. કોંગ્રેસ બાદ ભાજપે પણ ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજી હતી. આ શિબિરમાં રાષ્ટ્રીય નેતાઓ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચુંટણીની રણનીતી પર મંથન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સંગઠન તેમજ મહત્વના રાજકીય મુદ્ાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ શિબિરમાં ભાજપના નેતાઓ સહિત 150થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.