Abtak Media Google News

ત્રિદિવસીય રોટરી વર્ચ્યુઅલ મેરેથોનનો કાલથી પ્રારંભ: ૧૦૦ થી વધુ આકર્ષક ઇનામોની ભરમાર: દેશ-વિદેશમાંથી થયું બહોળી સંખ્યામાં રજીસ્ટ્રેશન

કોવીડ-૧૯ મહામારી ની વિપદા વચ્ચે પુરી નિષ્ઠા અને લગન થી ખડે પગે લોકો ની સેવા કરતા કોરોના વોરીયર્સ ને સલામ કરવા, તેમની કર્તવ્યનિષ્ઠ ફરજ ને બીરદાવવા ના શુભ આશયથી  રોટરી ડીસ્ટ્રીકટ ૩૦૬૦ ના સહયોગથી રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા “રન ફોર કોરોના વોરીયર્સ ” રોટરી વર્ચ્યુઅલ મેરેથોન ૨૦૨૦ નું ભવ્ય આયોજન આગામી તારીખ ૨૫,૨૬ અને ૨૭ ડીસેમ્બર ૨૦૨૦ ના કરવામાં આવ્યું છે.  આ મેરેથોન ૨૦૨૦ ને ખુબ જ સુંદર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. દેશ વિદેશ મા થી બહોળી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવવા માં આવ્યા છે.

કોરોના વોરિયર્સ પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા મેરેથોન માં ભાગ લેવા માટે ખોડલધામ ટ્રસ્ટે જાહેર અપિલ કરી છે  અને યુવી કલબ દ્વારા પણ લોકો ને અપિલ કરવામાં આવી છે. જેનો ખુબ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ઉપરાંત શહેરના ના જાણીતા ઉદ્યોગગૃહો જેવા કે, પ્રશાંત કાસ્ટીંગ, ફાલ્કન પંપ,   વગેરે ના કર્મચારીઓ દ્વારા મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરાવવા માં આવ્યા છે. એજ પ્રમાણે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસિયેશન ના સહયોગથી વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પણ ખુબ મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવવા માં આવી રહ્યા છે.આસપાસ ના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકો પણ કોરોના વોરીયર્સ પ્રત્યે આભાર પ્રગટ કરવા ના આશય થી રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે.

વર્ચ્યુઅલ મેરેથોનમાં  સ્પર્ધક પોતાના યોગ્ય સમયે અને પોતાના અનુકૂળ સ્થળ પર થી પોતાની નક્કી કરેલ મેરેથોન પુરી કરી શકે છે. આ મેરેથોન પુર્ણ કરી ડેટા અપલોડ કરનાર સ્પર્ધકો માટે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા લકી ડ્રો ના માધ્યમ થી  ૧૦૦ થી વધારે  આકર્ષક ઈનામો જાહેર કરવામાં આવ્યા છે. ઉપરાંત ડેટા અપલોડ કરાવનાર દરેક સ્પર્ધક  ને  ઈ- સર્ટિફિકેટ  આપવામાં આવશે. ઉપરાંત મેડલ માટે રજીસ્ટ્રેશન કરાવનાર સ્પર્ધકો ને મેડલ એનાયત કરવામાં આવશે.

કોરોના વોરીયર્સ ને સમર્પિત આ વર્ચ્યુઅલ મેરેથોન માં ભાગ લેવા માટે

મેરેથોન ૨૦૨૦ નું રજીસ્ટ્રેશન  www.rotarymarathon.com પર  કરાવવાનું રહેશે. વધુ વિગત કે જાણકારી માટે મોબાઈલ નંબર ૮૨૦૦૦૧૦૩૧૦  અથવા rotarymarathon2020gmail.com પર સંપર્ક કરી શકો છો.

આ ઇવેન્ટ ની સફળતા  માટે  સહયોગીઓ સંસ્થાઓ રાજકોટ રનર્સ,આઈ એમ એ રાજકોટ અને સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસિયેશન ના સહકાર થી  રોટરી ડીસ્ટ્રીકટ ગવર્નર રોટેરીયન પ્રશાંત જાની ,   પ્રોજેક્ટ ચેર રોટેરીયન રવિ ગણાત્રા, પ્રોજેક્ટ કો -ચેર રોટેરીયન  દીપેન પટેલ ,હોસ્ટ કલબ રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર  ના પ્રેસિડેન્ટ રોટેરીયન મેહુલ નથવાણી, સેક્રેટરી રોટેરીયન નિલેશ ભોજાણી તથા કલબ અને ડીસ્ટ્રીકટ ના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

કલેકટર રેમ્યા  મોહનની વર્ચ્યુઅલ મેરેથોનમાં ભાગ લેવા હાકલ

કલેકટર રેમ્યા મોહને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા આયોજીત રન ફોન કોરોના વોરીયર્સ, રોટરી વર્ચ્યુઅલ મેરેથોન ૨૦૨૦માં ભાગ લેવા માટે જાહેર જનતા ને ખાસ અપીલ કરી છે. આ તકે તેમણે જણાવ્યું હતું કે કોવિડ ૧૯ ના તમામ પ્રોટોકોલ અને કાયદાઓની મર્યાદા રહીને કોરોના વોરીઅર્સ ને માન સન્માન આપવાના રોટરલ કલબ ઓફ રાજકોટ ગ્રેટરના આ વિશ્ર્વ સ્તરીય વર્ચ્યુઅલ મેરેથોન ના નમુ પ્રયાસમા આપ પણ જોડાવ અને આજે જ આપનું રજીસ્ટ્રેશન  www.rotarymarathon.com પર કરાવો  ને આપના માનીતા કોરોના વોરીયર્સને આપની મેરેથોન સમર્પિત કરો. આ તકે કલેકટર એ વધુમાં જણાવ્યું હતું કે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરને આ ઉમદા આયોજન માટે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું.

મ્યુનિ. કમિશનર  ઉદીત અગ્રવાલે હાફ મેરેથોનમાં કરાવ્યું રજીસ્ટ્રેશન

55A 4

રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા કોરોના વોરીયર્સ ની સનિષ્ઠા  સેવાઓ અને સમાજના તમામ વર્ગના લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટેની તેમની સતત ખેવનાને ઘ્યાને લઇ તેમની વિશિષ્ટ સેવાઓને બીરદાવવા અને તેમના પ્રત્યે ઋણ અદા કરવાના પ્રયાસરુપે આયોજીત રન ફોર કોરોના વોરીયર્સ, રોટરી વર્ચ્યુઅલ મેરેથોન ૨૦૨૦ માટે રાજકોટ મ્યુનિ. કમિશ્નર ઉદીત અગ્રાવલ ર૧ કીલોમીટર વિભાગમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ તકે તેમણે જણાવ્યું હતું કે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના ઉમદા પ્રયત્નમાં આપ સૌને રાજકોટ પોલીસ કમિશ્નર તથા રાજકોટ મ્યુનિ. કમિશ્નર દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ જાહેરનામા અને કોવીદ ૧૯ ના તમામ કાયદાઓની મર્યાદામાં રહી વર્ચ્યુઅલ મેરેથોનમાં ભાગ લેવા અનુરોધ કરું છું. તમારી તંદુરસ્તી સાથે કોરોના વોરીયર્સને ટ્રીબ્યુટ આપવાની આ સુંદર તક જડપી લો અને આપનું રજીસ્ટ્રેશન હમણાં જ કરાવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.