- જામનગરના ST ડિવિઝન દ્વારા દ્વારકા ખાતે યોજાનાર ફૂલડોલ ઉત્સવ માટે જામનગરથી STની એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે
- 51 થી વધુ મુસાફરોના ગૃપ બુકિંગ પર નિયત વિસ્તારથી વતન મૂકવા સુધીની વ્યવસ્થા પણ કરાઈ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા તા. 11 માર્ચ 2025 થી 15 માર્ચ 2025 સુધી દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ દરમિયાન દ્વારકા આવવા જવા માટે જામનગર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસતા નાગરિકોની વધારાની સુવિધાને ધ્યાને લઇ જામનગર ST વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું આયોજન કરેલ છે. તેમજ જે માટેનું બુકિંગ તા. 11 માર્ચ 2025 થી 15 માર્ચ 2025 સુધી ડેપો ખાતેથી કરી શકાશે.
વધુમાં એક જ ગૃપના 51 (એકાવન) થી વધુ મુસાફરો ગૃપ બુકિંગ કરાવશે તો ST બસ જે તે નિયત વિસ્તારથી તેમના વતનના ગામ સુધી મુકવા જાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.
આ માટે દ્વારકા-જામનગર રૂટ માટે રૂ.190, દ્વારકા-રાજકોટ રૂટ માટે રૂ.250, દ્વારકા-પોરબંદર રૂટ માટે રૂ.160 , દ્વારકા-સોમનાથ રૂટ માટે રૂ.275, દ્વારકા-જુનાગઢ રૂટ માટે રૂ.240 ભાડું નિયત કરવામાં આવેલ છે. જેથી ફૂલડોલ ઉત્સવ દરમિયાન મુસાફર જનતાને ST બસોનો વધુમાં વધુ લાભ લેવા ST વિભાગીય નિયામક જામનગર દ્વારા અનુરોધ કરાયો છે.
અહેવાલ : સાગર સંઘાણી