Abtak Media Google News

હિરણ-1 ડેમમાં પાણીની આવક વધી, નદીના ખુલ્લા પટમાં ન જવા તંત્રની લોકોને અપીલ

કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા જૂનાગઢ, ભાવનગર તેમજ ગીર સોમનાથમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરાયું છે. કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં તા. 14 અને 15 ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અતિભારે વરસાદની આગાહીના કારણે જિલ્લાની તમામ આંગણવાડીઓ, પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓ, કોલેજો અને અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં બે દિવસ માટે રજા પણ જાહેર કરાઈ છે.

ભારે વરસાદના કારણે સાસણ ગામ પાસે આવેલ હિરણ-1 ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક વધતાં ડેમ તેના ડિઝાઈન સ્ટોરેજના 70% જેટલો ભરાયેલ છે.

ડેમમાં હાલ પાણીનું લેવલ 41.88 મીટર છે. ડેમના નીચાણવાળા ગામોમાં તાલાલા તાલુકાના કમલેશ્વરનેશ, દાજીયાનેશ, ચિત્રાવડ, ચિત્રોડ, ગિદરિયા, ખીરધાર, બોરવાવ, રમરેચી, સાંગોદ્રા, ઘૂસિયા, તાલાલા તેમજ મેંદરડા તાલુકાના સાસણ અને ભાલછેલનો સમાવેશ થાય છે.વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા ગામ લોકોને સાવચેત રહેવા તેમજ નદીના ખુલ્લા પટમાં ન જવા માટેની અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.