Abtak Media Google News

સૌથી જુની અગ્રગણ્ય અને ખ્યાતનામ ડો. કેશુભાઇ મહેતા આઇ હોસ્પિટલ ‘NABH‘દ્વારા પ્રમાણિક: સર્ટીફીકેટ મેળવતી સૌરાષ્ટ્રની પ્રથમ હોસ્પિટલ

સૌરાષ્ટ્ર-કચ્છ માં સૌથી જુની ૧૧પ વર્ષથી ખ્યાતનામ કેશુભાઇ મહેતા આઇ હોસ્પિટલને તાજેતરમાં  ‘NABH‘ મળ્યું  જે સૌરાષ્ટ્ર માટે ગૌરવ સમાન છે. આ સર્ટીફીકેટ  મેળવનાર આંખની હોસ્પિટલોમાં સૌરાષ્ટ્રની પ્રથમ અને ગુજરાત રાજયમાં ત્રીજી હોસ્પિટલ બની છે. ત્યારે ડો. અજય મહેતા અને ડો. તેજલ મહેતાએ ચાય પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત આંખના રોગો તેની સારવાર તેમજ ટેકનોલોજી વિશે વિશેષ વાતચીત કરી હતી.

પ્રશ્ન:- ડો કેશુભાઇ મહેતા આઇ હોસ્પિટલ  ‘NABH‘ દ્વારા પ્રમાણિત થઇ તેના ફાયદાઓ શું ?

જવાબ:- ‘NABH‘  એક્રેડીટેશનએ અમાર માટે ખુબ જ ગર્વની વાત છે.  ‘NABH‘  નું ફુલ ફોર્મ થાય છે. નેશનલ એક્રેડીટેશન બોર્ડ ફોર હેલ્થ બે વર્ષ અમે હોસ્પિટલમાં મહેનત કરી પછી અમને આ સર્ટીફીકેટ મળ્યું છે. આમાં દર્દીને સૌથી વધારે ફાયદો થાય છે. હોસ્પિટલના સ્ટાફને પણ ઘણો ફાયદો કરે છે. ડોકટરોને પણ ફાયદો રહે છે. દર્દીઓ હોસ્પિટલના પગથીયા ચઢતા હોય તો ત્યાં તે લપસી ન જાય તેની વ્યવસ્થા કરાય છે. સાઇડમાં અમે હેન્ડ બાઝ મુકેલા છે જેથી દર્દી પકડીને દાદરા ચઢી શકે જેવા એ હોસ્પિટલમાં દાખલ થાય તો રીસેપ્શનમાં તેમનું નામ રજીસ્ટર થયા પછી તેમને ૧પ મીનીટમાં ડોકટર પાસે મોકલી દેવામાં આવે છે. આથી તેમના માટે વેઇટીંગ ટાઇમ ફિકસ રહે છે. જો ૧પ મીનીટથી વધારે સમય લાગે તો દર્દી જાતે જ ડોકટરની ચેમ્બરમાં બેસી શકે છે. એ સિવાય ઓપરેશનના ચાર્જીસ ખુબ જ પારદર્શક રીતે દર્શાવેલા છે. દર્દીને પૂરો હકક આપીએ છીએ કે તેની સારવાર વિશે અને ચાર્જ વિશે સંપૂર્ણ માહીતી લઇ શકે તેમના સગા પણ અમને કોઇપણ પ્રશ્ન પૂછી શકે છે.

પ્રશ્ન:- કેટલી ઉમરથી કેટલી ઉમર સુધીના દર્દીઓ ત્યાં આવતા હોય છે?

જવાબ:- આંખની બિમારી માટે કોઇ ઉંમર અંતરાય નથી. નાનું બાળક જે જન્મે છે ત્યારથી વ્યકિત ૧૦૦ વર્ષના થાય ત્યાં સુધી કોઇપણ ઉંમરે આંખની બીમારી થઇ શકે છે. જેમ કે બાળક જન્મે ત્યારથી જ તેને ક્ધજકટેટીઝ નામની બિમારી  થઇ શકે છે. જન્મતા મોતિયો પણ જોવા મળે છે. ઘણા બાળકને જન્મતા જ આંખમાં કેન્સર પણ થઇ જાય છે.

પ્રશ્ન:- કયાં પ્રકારના આંખના રોગો થઇ શકે? તેના લક્ષ્ણો શું અને કારણો શું?

જવાબ:- આ પ્રશ્નના ઉતરમાં ડો. તેજલ મહેતાએ જણાવ્યું હતું કે અત્યારે ખુબ જ કોમન કહીએ તો પ્રદુષણના હિસાબે ક્ધજકટેટીઝ, એલર્જી વધારે થતી હોય છે. કોમ્પ્યુટર મોબાઇલ તે બધાંનો યુઝ વઘ્યો તેના હિસાબે કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ, જેવા રોગો થઇ શકે છે. આંખનું પ્રોટેકશન અંદરથી અને બહારથી થવું જોઇએ. તમે બહાર જાઓ તો પ્રોટેકટીવ ગોગલ્સ પહેરો, આંખમાં ડસ્ટ ન જાય તેનું ધયાન રાખો, આંખને વારે વારે  અડો નહિ, અંદરથી ન્યુટ્રીશનલ લેવલ રાખો, ખાવા પીવામાં ઘ્યાન રાખો તો તેનાથી ઘણી બધી વસ્તુમાં ક્ધટ્રોલ થઇ શકે છે.

પ્રશ્ન:- આંખના નંબર ઉતરાવવાથી શું ફાયદાઓ થાય અને કેવી રીતે થઇ શકે?

જવાબ:- યંત્ર પીપલમાં ચશ્માના નંબર ઉતારવા માટે ખુબ જ ધેલછા હોય છે. અને તેની ઇચ્છા પણ હોય છે. મા-બાપને પણ ઇચ્છા હોય છે. કે અમારા સંતાનોના નંબર નીકળી જાય, આ ટેકનોલોજી હકીકતમાં ખુબ જ આધુનિક થઇ ગઇ છે. ખુબ જ સરસ પરિણામ મળી રહ્યા છે. મારી પાસે એવા પેશન્ટ પણ છે. જેમાં અમે ૧પ વર્ષ પહેલાં પણ નંબર ઉતરાવ્યા હોય અને તેમના બાળકોના પણ નંબર ઉતારવા માટે આગળ વધી રહ્યા છીએ. આ ટેકનોલોજી ખુબ જ સફળ છે. આધુનીક છે અને બરાબર તપાસ કરવામાં આવેલ હોય તો દર્દીને પરફેકટ રીઝલ્ટ મળે છે. માટે નંબર ઉતારવા માટે બીજી કોઇ ચિતા કરવાની જરુર નથી.

પ્રશ્ન:- આંખની જાળવણી માટે કયાં પ્રકારનો ખોરાક લેવો જોઇએ?

જવાબ:-આંખ માટે અને બોડી માટે બને ત્યાં સુધી પ્રોટીન તેમજ વિટામીન્સ જે રીતે વધારે મળે તે રીતનો ખોરાક લેવો જોઇએ બને ત્યાં સુધી બ્રેડ, મેંદો કે પ્રિઝર્વેટીવ જે બાળકો ફુડ પેકેટસ ખાતા હોય છે તે બધુ એવોઇડ કરવું જોઇએ કારણ કે આ પ્રકારના ખોરાકથી શરીરને નુકશાન થતું હોય છે.

પ્રશ્ન:- હવે આંખની કીકીનો કલર પણ બદલાવી શકાય છે તે ખરેખર કરાવવું કેટલું યોગ્ય?

જવાબ:- આ પ્રશ્નના જવાબમાં ડો. અજય મહેતાએ જણાવ્યું હતું કે આંખની કીકીનો કલર ચોકકસ ચેન્જ કરી શકાય છે પણ તેનામાટેની જે શસ્ત્ર ક્રિયા છે તે ખુબ જ જટિલ છે જે કલર ચેન્જ કરવા માટેનો ઇમ્પ્લાન્ટ છે તે પણ ખુબ મોંધો છે તે ભારતમાં નથી બનતો તેને વિદેશથી મંગાવવો પડે છે. આ બધું કર્યા પછી પણ કોઇ વ્યકિતને આંખની કીકી ઉપર પરમેનન્ટ સોજો આવી જાય છે. અને આંખનો મોતિયો પણ જલ્દી આવી શકે છે. માટે અમે આ સર્જરી બહુ સલાહ નથી આપતા તેની જગ્યાએ કોસ્મેટિક કોન્ટેકટ લેન્સ જરુર પડે અને પ્રસંગે પહેરવામાં આવે તો તેનાથી આંખને થોડું નુકશાન થાય છે. વધારે નુકશાન નથી થતું.

પ્રશ્ન:- બહાર જતી વખતે આંખની કાળજી માટે લોકોએ શું ઘ્યાન રાખવું જોઇએ?

જવાબ:- મોટા ભાગે તડકો હોય કે ના હોય તમે પ્રોટેકટીવ ગોગલ્સ પહેરો અમે પેશન્ટને એ જ સમજાવીએ છીએ કે આપણું વાતાવરણ  પ્રદુષણ વાળુ વધારે હોય છે અને ડસ્ટના હિસાબે એલર્જી ક્ધજકટેટીવ્ઝ થવાના અત્યારે ઘણા બધા ચાન્સીસ હોય છે એટલે પ્રોટેકટશન રાખે તો બીજી કોઇ વસ્તુની જરુર નથી. વધારે ડ્રાયનેસ કે એવું આવતું હોય તો સિમ્પલ મોઇશ્ર્વરાઇઝીંગ ડ્રોપ્સ યુઝ કરી શકો છો એ સિવાય બીજી કોઇ વસ્તુની જરુર નથી.

પ્રશ્ન:- નાના બાળકોમાં નંબરનું પ્રમાણ વધી રહ્યું છે તેના શું કારણો છે?

જવાબ:- તેના બે કારણો છે એક તો આપણું જે ન્યુટીશનલ એટમોસ્ફીયર છે તેના હિસાબે અને બીજું અવેરનેસ વધી છે. પહેલાં એવું થતું કે ત્રણ થી પાંચ વર્ષના બાળકોને રેગ્યુલર ચેક અપ માટે લઇ જતાં ન હતા. ત્યારે એવું બને કે મને તો એક આંખમાં દેખાય છે. કે ઝાંખુ દેખાય છે. ત્યારે જ ચેકઅપ કરાવતાં જયારે હવે એવું નથી. અને બીજુ જીનેટીક ડેવલોપમેન્ટ જેમ જેમ ચેન્જ થતું જાય તેમ બાળકોની આંખ યુઝ કરવાની પઘ્ધતિ છે. તેમાં ફેરફાર થયો છે પેલા બાળકો બહાર વધારે રમતા હતા. હવે મોટે ભાગે નજીકની જ વસ્તુઓમાં મોબાઇલ જુએ કે કમ્પ્યુટર જુએ તેના હિસાબે આઇ સાઇટ થોડી શોર્ટ થઇ જાયતેના હિસાબે પણ નંબર આવવાના ચાન્સીસ વધી જાય છે.

પ્રશ્ન:- હોસ્પિટલમાં કયાં પ્રકારની મશીનરી છે અને કયાં પ્રકારની ફેસેલીટી પ્રોવાઇડ કરો છો?

જવાબ:-અમારું ફોકસ મોતિયાના ઓપરેશન અને ચશ્માના નંબર ઉતારવા માટેના ઓપરેશન પર વધારે છે. એટલે જો મોતિયાની વાત કરીએ તો અમારી પાસે સૌથી આધુનિક ફેકો એમર્સીફાયર મશીન છે જે મોતીયાને ઓગાળી અને ખેંચી લે છે અને આ ઓપરેશન પછી આધુનિક નેત્રમણી મૂકવામાં આવે છે માટે આ ઓપરેશનમાં કોઇ ઇન્જેકશન નથી દેવું પડતું ટાંકા પણ નથી લેવા પડતા અને પાટો પણ નથી આવતો. દર્દી ઓપરેશન ટેબલ પરથી સીધાં જ ઉભા થઇને ઘરે જઇ શકે છે. આના માટે આધુનિક માઇક્રોસ્કોપની જરુર હોય છે તે પણ ઉપલબ્ધ છે અને નેત્રમણીનું માપ લેવા માટે અમારે ત્યાં ગુજરાતનું સર્વ પ્રથમ આયર માસ્ટર સેવન હન્ડ્રેડ મશીન પણ છે. આ નેત્રમણીનું માપ લીધા પછી પડદામાં પણ કોઇ કચાશ નથી તેના માટેના પણ સાધનો છે ઓપરેશન પછી છારી આવે તો તેને સાફ કરવાનું આધુનિક લેસર મશીન છે. જો ચશ્માના નંબરની વાત કરું તો તેને ઉતારવા માટે પણ જર્મનીની કંપનીનું મશીન છે એ સિવાય બ્લેડ લેસ સર્જરી કરવા માટેનું પણ મશીન છે. માટે સૌથી આધુનિક સુવિધા અમારા દર્દીને ઉપલબ્ધ થાય તેની ામાટે પુરેપુરુ ઘ્યાન રાખીએ છીએ અને અમે તેમને કોઇપણ પ્રકારની તકલીફ ન થાય અને સારું પરિણામ મળે તેનુઁ પણ ઘ્યાન રાખીએ છીએ.

પ્રશ્ન:- ચક્ષુદાનનું મહત્વ શું ?

જવાબ:- આંખનું દાન કોઇપણ ઉંમરે વ્યકિત મૃત્યુ પામે તો તેમનું દાન લઇ શકાય છે. આ આંખનો ઉપયોગ અમે કોનિયલ બ્લાઇન્ડનેસ અથવા કીકીની બીમારીથી જે દર્દીની નજર ગઇ હોય તેને પાછી નજર આપવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. અમારે ત્યાં આઇ બેન્ક ઉપલબ્ધ છે. અને નિયમિત પણે આઇ ડોનેશન પણ લઇએ છીએ. આનાથી ઘણા બધા દર્દી કે જેમને ઘણા વર્ષોથી નજર બંધ થઇ ગઇ હોય તેને અમે દ્રષ્ટિ પાછી આપી શકયાં છીએ. માટે આઇ ડોનેશન ખુબ જ જરુરી છે. આપણું શરીર બળી જાય તેની સાથે આંખ પણ બળી જવાની છે. પણ આ આંખ એવું અંગ છે જેમાં ક્રોસ મેચીંગની જરુર નથી. કિડની કે લીવરમાં ઘણા બધાં ચેક અપ થાય પછી જ તેનો ઉપયોગ થઇ શકે છે.

પણ આંખ એક એવું અંગ છે કે કોઇપણ દર્દીની આંખ લઇ કોઇપણ બીજા દર્દીઓ પ્રત્યારોપણ થઇ શકે માટે આઇ ડોનેશન આપણા દેશમાં વિશાળ પાયે થવા માંડે તો આ કોનિયલ બ્લાઇન્ડનેસ છે તેને આપણે ઘણાં અંતર સુધી કાઢી શકીએ તેમ છીએ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.