- અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા
- ટીઆરપી ગેમઝોનમાં ગત તા.25 મે 2024ની સાંજે આગ લાગતા 27 લોકોના મોત થયા હતા
- ત્રણ આરોપીને હાઇકોર્ટએ જામીનમુક્ત કરતા બીજા આરોપીઓએ સમાનતાના સિદ્ધાંત મુજબ જામીન ન મળી શકે: સ્પે. પી પી તુષાર ગોકાણી
રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનાર 27 વ્યક્તિઓનો ભોગ લેનાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ના ગુનામાં જેલ હવાલે રહેલા ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટર મહેશ રાઠોડ અને કાલાવડ રોડ ફાયર બ્રીગેડના સ્ટેશન ઓફીસર રોહીત વિગોરાની જામીન અરજીની દલીલો પૂર્ણ થતા કોર્ટ કોઈ પણ ઘડીએ બંને આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં ગત તા.25 મે 2024ની સાંજે આગ લાગતા 27 લોકોના મોત થયા હતા અને ત્રણેક લોકોને ઇજા થઇ હતી. જે ઘટનામાં પોલીસે ફરિયાદી બની જવાબદાર મહાનગર પાલિકાના અધિકારીઓ અને ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ દેવશંકરભાઇ જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીતભાઇ આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી, રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો હતો. જેમાં અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ કનૈયાલાલ હીરનનું મોત થયું હતું. જ્યારે બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે કર્યા હતા.
આ કેસમાં ચાર્જશીટ બાદ આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશભાઇ રામજીભાઇ મકવાણા અને ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડે જેલ મુક્ત થવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં ટીપીઓ મુકેશભાઇ મકવાણાની જામીન અરજી મંજુર થઈ હતી. જ્યારે ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટર મહેશ રાઠોડની જામીન અરજી પર મુદત પડી હતી. તે દરમિયાન કાલાવડ રોડ ફાયર બ્રીગેડના સ્ટેશન ઓફીસર રોહીત આસમલભાઇ વિગોરાએ પણ જામીન મુક્ત થવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટર મહેશ રાઠોડ ની જામીન અરજીમા સ્પે.પી.પી. તુષાર ગોકાણીની કલાકોની દલીલોમા અગાઉ હાઇકોર્ટે ત્રણ આરોપીઓને જામીનમુક્ત કરતા બીજા આરોપીઓએ સમાનતા ના સિદ્ધાંત મુજબ જામીન અરજીઓ કરેલી હતી.મહેશ રાઠોડ ની જામીન અરજીમાં વિસ્તૃત દલીલો સાંભળી ચુકાદો અનામત રાખ્યા બાદ પાંચ દિવસે અદાલતે હુકમ આપી જામીન અરજી ફગાવી દીધી છે.જ્યારે કાલાવડ રોડ ફાયર બ્રીગેડના સ્ટેશન ઓફીસર રોહિત વિગોરા એ 250 પાનાની જામીન અરજી દાખલ કરેલ હતી જે સંદર્ભે ગઈકાલે સાંજ સુધી બંને પક્ષે આખરી દલીલો ચાલેલી હતી. અને અદાલતે જામીન અરજી ફગાવી દીધેલ છે. આ કેસમાં સરકાર પક્ષે સ્પે. પી.પી. તુષાર ગોકાણી, એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને ડિસ્ટ્રીકટ બાર એસો.ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.