ચેમ્બરની નાણામંત્રી-પર્યાવરણ મંત્રીઓ સાથે રૂબરૂ મસલત

વેપાર ઉદ્યોગની સમસ્યાના નિરાકરણ માટે

રાજયના વિકાસમાં ઔદ્યોગિક સહયોગને વધુ અસરકારક બનાવવા નડતરરૂપ અંતરાયો દૂર થાય તો સોનામાં સુગંધ ભળે: રાજીવ દોશી

ભારતને આર્થીક મહાસતા અને અર્થતંત્રને   પાંચ ટ્રીલીયન ડોલરનું કદ આપવા વિકાસ માટે સરકારના પ્રયત્નો ને વધુ અસરકારક કેમ બનાવી શકાય અને રાજયના ઉદ્યોગોનો વિકાસ વધુ કેમ વેગવાન થઈ શકે તે મુદે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડનું પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં રાજયના નાણા મંત્રી કનુભાઈ દેશાઈ, પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને રૂબરૂ મળી મુદાસર લેખીત રજૂઆત સાથે ઉદ્યોગ નીતિ માટે પરામર્શ કરેલ હતી જેમાં પ્રમુખ રાજીવભાઈ દોશી, ઉપપ્રમુખ ઈશ્ર્વરભાઈ, રમેશભાઈ પટેલ,  અજીતસિંહ જાડેજા, મનસુખભાઈ પાંભર સહિતના આગેવાનોએ રાજયના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને પર્યાવરણ મંત્રીમુળુભાઈ બૈરાને રૂબરૂ મળી અસરકાર લેખીત રજૂઆત સાથે ઔદ્યોગીક સમસ્યા અને તેના નિરાકરણની વિસ્તૃત ચર્ચા પરામર્શ કર્યો હતો. અને મુદાસર  કરેલી રજૂઆતમાં જણાવેલકે,

નવા જીએસટી  રજીસ્ટ્રેશન માટે અધિકારીઓ તેમના અર્થઘટન અનુસાર અલગ અલગ વિગત માંગે છે. બોગસ બીલીંગના દુષણને અટકાવવા પુરતી ચકાસણી કરવા બાબત અમે સંમત છીએ. આ માટે નવા રજીસ્ટ્રેશન નંબર મેળવવાની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (એસઓપી) જાહેર કરવી જોઇએ.જીએસટી  ઓપન હાઉસનું આયોજન – જીએસટીનો કાયદો અમલમાં આવ્યા પછી આજ સુધી ઓપન હાઉસનું આયોજન થયું નથી. વેપારીના પ્રશ્નો , પ્રેકટીકલ સમસ્યા, જીએસટી  ડીપાર્ટમેન્ટ સુધી પહોંચે તે જરૂરી છે. તેથી એક ઓપન હાઉસનું આયોજન કરવું જોઇએ.

વ્યવસાય વેરો : એક રાષ્ટ્ર એક ટેક્ષના  પ્રાઇમ મીનીસ્ટર મોદી સાહેબના સુત્રની થીયરી વિપરીત હાલ પણ વ્યવસાય વેરો ચાલુ રાખેલ છે. વ્યવસાયવેરોમાં આંકડાની દષ્ટીએ ખાસ રકમ મળતી નથી. અને વેપારીઓને કોમ્પ્લાયન્સની જવાબદારી ઉભી રહે છે. આ સંજોગોમાં વહેલી તકે વ્યવસાય વેરા કાયદો નાબુદ કરી દેવો જોઇએ.

ઉદ્યોગપતિઓ સાથે મીટીંગ : સૌરાષ્ટ્રના ટોપ 100 ઉદ્યોગપતિઓ સાથે નાણાપ્રધાનના અધ્યક્ષ સ્થાને મીટીંગનું આયોજન. ટોપ 100 ઉદ્યોગપતિ સાથે ઉદ્યોગોના વિકાસ માટે વિચાર વિમર્શ . ટોપ 25 ઉદ્યોગપતિ અને ગુજરાતના એનઆરઆઈનું બહુમાન.

વેપાર વિકાસ માટે એમઓયુ:  ગ્રેટર રાજકોટ ચેમ્બર સાથે વેપાર ઉદ્યોગના વિકાસ માટે એમઓયુ કરી સ્પેશીયલ પર્પઝ એસપીવાયનું આયોજન કરવુંજૂના સેલ્સટેક્ષ અને વેટના પ્રશ્ર્નો -જુના સેલ્સટેક્ષ કાયદા અન્વયે બાકી રહેતા સરકારી લેણા તથા એસેસમેન્ટ વગેરે કાર્યવાહી પડતર રહેલ જુના કાયદાઓ હેઠળના કેસોને સત્વરે ન્યાયીક રીતે પૂર્ણ કરી વેપારીને જે – તે જવાબદારીમાંથી મુક્ત કરવા.

વેટની સમાધાન યોજના : જુના વેટ અને સેલ્સટેક્ષની પડતર અપીલો અને ડિમાન્ડનો નિકાલ કરવા એમીનીસ્ટી સ્કીમ (સમાધાન યોજના) આપવી

એનર્જી વિભાગ – વિદ્યુતને લગતો પ્રશ્ન : -વિદ્યુત શુલ્કમાં આપવામાં આવતી સબસીડી બાબતે રહેલી કેટલીક વિસંગતતાઓ અંગે રજુઆત કરતા જણાવવાનું કે , ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણ કંટ્રોલ કરવા કોલસા કે ફર્મેશ ઓઇલ જેવા પ્રદુષણ કરતા ફયુલનો વપરાશ ઘટાડવા અને ઇલેકટ્રીસીટીનો વપરાશ વધારવા માટે આપણા વડાપ્રધાન જયારે જીનીવા ઇન્ટરનેશનલ પર્યાવરણને લગતી પરિષદમાં ભાગ લેવા જતા ભારતને 2030 સુધીમાં પ્રદુષણ કંટ્રોલ કરવાની જાહેરાત કરેલ , તે અનુસંધાને ગુજરાત રાજયમાં સામાન્ય રીતે ફાઉન્ડ્રીમાં વપરાતા કોલસાને કારણે થતા પ્રદુષણને રોકવા કોલસાથી ચાલતી ફાઉન્ડ્રીઓની જગ્યાએ ઇલેકટ્રીક વપરાશ કરતી ફાઉન્ડ્રી વસાવવા અને ઇન્સ્ટોલ કરવા ઉદ્યોગોને પ્રોત્સાહીત કરવા  નવો પરીપત્ર જાહેર કરવો.ઔદ્યોગીક એકમ ચાલુ વપરાશ ધરાવતા કનકેશનની કેપેસીટી વધારી વધારાના લોડની માંગણી  આ અંગે યોગ્ય ન્યાય કરવા વિનંતી.

ઉપરાંત પર્યાવરણ મંત્રીને જીપીસીબીના પ્રશ્ર્નો અંગે ઓપન હાઉસમાં હાજર રહેવા અને આપણી સંસ્થા દ્વારા થનાર વૃક્ષારોપણના કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકેનું સ્થાન શોભાવવા આમંત્રણ પાઠવવામાં આવેલ હતું .સંસ્થાના પ્રમુખ રાજીવ દોશી દ્વારા  અંગત રસ દાખવીને  ઉપરોકત  મંત્રીગણને મુલાકાત કરી લેખીતમાં રજૂઆત કરીને  સમસ્યાઓના નિરાકરણ  અર્થે જાણ કરેલ હતી.