Abtak Media Google News

ગુરુવારે, દિલ્હી હાઈકોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને વોટ્સએપની અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે ફેસબુક અને વ્હોટ્સએપની યાચિકાને ખારીજ કરી દીધી છે. યાચિકામાં એવી અરજી કરવામાં આવી હતી કે, સોશ્યિલ મીડિયા કંપનીઓની નવી ખુફિયા નિતી અંગે ભારત સ્પર્ધા પંચ(CCI)દ્વારા તાપસ કરવામાં આવે. ફેસબુક અને વ્હોટ્સએપ આ યાચિકાની વિરુદ્ધમાં હતા. આખરે દિલ્હી હાઈકોર્ટે CCIને આ અંગે તાપસ સોંપી છે.

જસ્ટિસ નવીન ચાવલાએ 13 એપ્રિલએ ફેસબુક અને વોટ્સએપની બે અલગ અલગ અરજીઓ પર સુનાવણી કરી હતી. કોર્ટે સુનાવણી કરતા કહ્યું હતું કે, ‘CCIએ એના દરજ્જાનો દુરૂપયોગ નહીં કરે અને તપાસને સાચી દિશામાં લઈ જશે. તેનો મુખ્ય ઉદેશ્ય ગ્રાહકોની ગોપનીયતા અંગે ચિંતિત હોવાનું જણાય છે.’

CCIએ અદાલતમાં પોતાની દલીલ આપતા કહ્યું કે, ‘ વોટ્સએપ તેની નવી નિતી મુજબ ઘણા બધા આંકડાઓ અથવા માહિતી એકત્રિત કરી શકે છે. અને ગ્રાહકોની ખાનગી માહિતી જાહેર ક્ષેત્રમાં લાવી શકે છે. તેથી તેના અંગે વિગતવાર તાપસ થવી જોયે.’ આખરે ફેસબુક અને વોટ્સએપે CCIના 24 માર્ચના આદેશને વળતો જવાબ આપી શકે છે, જેમાં તેની ઘણી બધી નવી નિતી અંગે તાપસ કરવાનો ફેંસલો આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.