ફેસબુક ઉપર હવે રાજકીય ખબરો કોના દ્વારા અપાઈ તે જાણી શકાશે !

ફેસબુકની ન્યુઝ ફીડમાં રાજકીય જાહેરાતો ન દેખાય તે માટે એડ લાયબ્રેરી બનાવાશે

લોકસભાની ચુંટણીના કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચુકયા છે ત્યારે ફેસબુકે તેના માધ્યમ પર મુકાતી રાજનૈતિક જાહેરાતો અંગે પારદર્શકતા લાવવા તેમાં ફેરફારો કરવાની જાહેરાત કરી છે. જેથી હવે ફેસબુક ઉપરની જાહેરાતો કોના દ્વારા અપાઈ છે તે પણ દર્શાવાશે. ફેસબુક હાલ એડ લાયબ્રેરી ઉપર કામ કરી રહ્યું છે. રાજનૈતિક જાહેરાતો કોના દ્વારા અપાઈ છે કેટલો ખર્ચ કરાયો છે તે પણ જાણી શકાશે.

આ ઉપરાંત રાજનૈતિક જાહેર ખબરોને સારી રીતે સમજી શકાય તે માટે ફેસબુક વિવિધ દેશોમાં પોતાના સેન્ટરો પણ સ્થાપિત કરી શકે છે. એડ લાયબ્રેરી કોઈપણ રાજનૈતિક જાહેર ખબરોને ૭ વર્ષ માટે અર્ચિવ કરી શકાશે જે કોઈ પણ માટે ઉપલબ્ધ રહેશે પછી તેઓ ફેસબુકમાં લોગ ઈન હોય કે ન હોય.

માર્ચ સુધીમાં ભારતનું પોતાનું એડ લાયબ્રેરી રિપોર્ટ તૈયાર થશે. જેની કામગીરી ૨૧મી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. ફેસબુક ઉપર ન્યુઝ ફીડમાં દેખાતી ડિસ્કલેમર વિનાની જાહેરાતો એડ લાયબ્રેરીમાં જ રહેશે. તેનાથી જો કોઈ વ્યકિતને કોઈ જાહેરાત યોગ્ય ન લાગે તો સ્ક્રીનના કોર્નરમાં રહેલા ત્રણ ડોટમાં જઈ રિપોર્ટ એડ કરી શકે છે.

માટે હવે ન્યુઝ ફીડમાં કોઈપણ રાજનૈતિક જાહેરાતો દેખાશે નહીં તેના માટે વિશેષ ગેલેરી તૈયાર કરવામાં આવશે.લંડન, અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારત ચોથુ દેશ છે. તેમાં ફેસબુક જાહેર ખબરોથી લઈ દરેક ક્ષેત્રે પારદર્શકતા લાવવા માંગે છે જેથી ભુતકાળનું પુનરાવર્તન ન થાય…ચુંટણી નજીક છે…ને.