Abtak Media Google News

આજના ૨૧મી સદીનાં આધુનિક યુગમાં આધુનિક ઉપકરણોનો વ્યાપ વિસ્તાર ખૂબ વધ્યો છે. તેમાં પણ ફેસબુક, વોટસએપ, ઈન્સ્ટ્રાગ્રામ, ટવીટર જેવા સોશ્યલ મીડીયા માધ્યમોનો ઉપયોગ દીન પ્રતિ દીન વધી જઈ રહ્યો છે. ભારત સહિત વિશ્વભરમાં ફેસબુકનાં કરોડો નહિ પણ અબજોની સંખ્યામાં યુઝર્સ છે. સોશ્યલ મીડીયા કંપનીઓ મોટાપાયે નફો રળી રહી છે. આ વર્ષે ફેસબુકે તેની આવક બે ગણી મેળવી છે ત્યારે હવે, ફેસબુકને મોટો ફટકો પડી શકે છે. કારણ કે, ફેસબુકને તેના ‘હાથ અને પગ’ ગણાતા એવા વોટસએપ અને ઈન્સ્ટાગ્રામને વેચવા પડે તેવી નોબત આવી છે. અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશને ફેસબુક પર આરોપ મૂકયો છે કે, તે સોશ્યલ મીડીયામાં ‘ઈજારો’ ઉભૂ કરી રહ્યું છે જે ગેરકાયદે છે. વોટસએપ અને ઈન્સ્ટ્રાગ્રામને પણ ખરીદી મોનોપોલી ઉભી કરી છે. જેનાથી અન્ય નાના પ્લેટફોર્મ ખવાઈ જઈ રહ્યા છે.કહેવત છે કે, સમય સ્થિતિ અને કાળ કયારેય યથાવત રહેતા નથી. સોશ્યિલ મીડીયા અને ડીઝિટલ વર્લ્ડ પર એક હથ્થુ સાશન ધરાવતાં ફેસબુકના સ્થાપક માર્ક જુકર બર્કના સામ્રાજયના અસ્તિત્વ પર ખતરો ઉભો થયો છે.

અમેરિકાની ફેડરલે ટ્રેડ કમીશન એ ફેસબુકની કહેવાતી ઇજારાશાહી સામે પગલા લેવાનું શરુ કર્યુ છે. ફેસબુક સોશિયલ મિડિયા પરના નેતા પ્રભુત્વ અને ટેકનોલોજીનો ગેર ફાયદો ઉઠાવતું હોવાનો આક્ષેપ થયો છે. એફ.ટી.સી. અને ૨૦૧૨માં ઇન્સ્ટાગ્રામના ૭૧૫ મીલીયન ડોલર અને વોટસએપની રર બિલિયન ડોલરના વ્યહવજારને તપાસના દાયરામાં લીધો છે. અને તેમાં મોટી ગેરરીતી થઇ હોવાનો આક્ષેપ કરીને બુધવારે  માર્કજુકર બર્કના સામ્રાજય સામે જોખમ ઉભા થાય તેવા નિદેશો આપ્યા છે.

ફેસબુક અત્યારે સમગ્ર વિશ્ર્વમાં એક હથ્થુ શાસન ચલાવી રહી છે. એફ.ટી.સી.  અને સરકારે ર૦૧૨ માં ૭૧૫ બિલીયન ડોલરમાં ઇન્સ્ટા ગ્રામના ફેસબુક દાવો દાખલ કર્યો છે. અને બે વર્ષ પછી વોટસએપ પરના રર બિલિયન ડોલરના સોદા પર સવાલો ઉઠાવ્યા છે. અને આ વિભાજનથી હવે જુકરબર્કના સામ્રાજયની અસ્તિત્વ પર જોખમ ઉભું થયું છે.

ફેસબુકની આવકનો મોટો હિસ્સો ઇન્સ્ટ્રાગ્રામે આપે છે અને વોટસએપ પણ મહત્વનું છે ફેડરલ ટ્રેડ કમીશનનો આગ્રહ છે કે ફેસબુક બન્ને ધંધાઓને અલગ કરી નાંખે તેનાથી માર્ક જુકરબર્કનું સામ્રાજય પડી ભાગશે.

ફેસબુક પર એકાધિકારનો દુરુપયોગ કરવાનો આરોપ છે. ફેસબુક અને ઇન્સટાગ્રામના મરઝર પર પણ દાવો દાખલ કરવા માં આવ્યા હતા આ વિભાજન રોકાણકારો માટે પણ જોખમી બની જશે.

બેનઇવેન્સનું કહેવાનું છે કે આ જોડાણ ખુબ જ ફાયદારુપ સાબિત થયું. ઇન્સ્ટ્રાગ્રામ અને વોટસએપને ફેસબુકને પોતાની શકીલ વધારવા ખરીદી હતી. જુકર બર્ડ એક પત્ર પાઠવીને કર્મચારીઓ માટે લખ્યું હતું કે ઇન્સ્ટ્રાગ્રામ અને વોટસએપના સહયોગથી અમારી સેવા સુધરી છુે. વધુ લોકો સુધી પહોચવામાં અમારી મદદ કરી છે. આનાથી અમે સ્પર્ધામાં સૌથી આગળ છીએ તેનો મને ગર્વ છે. ફેસબુક પર આ વિભાજનની અસર ખનીજ મોટાપાયે અસર કરશે. ફેસબુક પોતાના નેટવર્ક પર જાહેરાત માટે સ્લોટથી પર રહીને કામ કરે છે.

ઇન્સ્ટાગ્રામ માં તસ્વીરો વિડીયો વોટસએપ પર ચેટિંગ થી ફેસબુક સોશિયલ મિડિયા પર એકાધિકાર મેળવ્યો હતો. ૨૦૧૯માં તેની આવક ર૦ બિલિયન થઇ હતી. ૨૦૨૦માં ૨૮.૧ બિલિયન ડોલરમાં ૩૭ ટકા જાહેરાતની આવક બની છે. વોટસએપ ફેસબુકને પૈસા કમાવીને નથી આપતા પરંતુ તેના ૧૦૦ બીલીયન વપરાશકારો ફેસબુક માટે ફાયદાકારક છે.

ફેસબુક દુનિયાનું સૌથી મહત્વનું નેટવર્ક છે. અને વોટસએપ તેનું મહત્વનો ભાગ છે. દરેક વર્ગ ફેસબુક વાપરે છે તે સિવાય તમામ તેનો ઉપયોગ કરે છે. ૧૮ થી ૫૧ વર્ષના વપરાશકારોમાં ૧૭ વર્ષમાં બાળકો રહ્યું હતું કે ૨૦૧૮માં ફેસબુક વાપરવામાં આવે છે. ૭૨ ટકા તરૂણો તેનો ઉપયોગ કરે છે.

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટસએપથી વધુ લોકપ્રિય બન્યું છે. ફેસબુક ઉપર ડેટાના ગેરઉપયોગનો આરોપ છે. લોકો તે મૂકી રહ્યા છે. અને ઇન્સ્ટાગ્રામ અને વોટસએપ વાપરી રહ્યા છે. અત્યારે ત્રણેય પ્લેટફોર્મ ફેસબુક હસ્તક છે હવે તેમા વિભાજન થવાનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.