ગુજરાતમાં હવે ‘ભાડુતી બાળકો’પેદા કરવાની ફેકટરીઓ બંધ!!!

આણંદની આકાંક્ષા ઇન્ફીનીટી ક્લિનિકમાં રૂ.૧૩૦૦ કરોડથી પણ વધારે પૈસા આપી બાળકો પેદા કરાયા છે

સમગ્ર ભારતમાં સરોગસી માટે કામ કરતી આણંદની આંકાક્ષા ઇન્ફીનીટી કલીનીક માં બાળકો પેદા કરવાનો વેપાર ચાલી રહ્યો છે. તેવું સામે આવ્યું હતું. પરંતુ લોકસભામાં સેરોગસી રેગ્યુલેશન બીલ ર૦૧૬ને મંજુરી મળતા આ કમર્શીયલ સેરોગમી પર પ્રતિબંધ લાગી ગયો છે. જો કે આ અંગે કેટલાક લોકોએ પોતાના સસ્મરણો વાગોળ્યા છે.

ચંદીગઢના ગુરુશરન અરીરાએ જણાવ્યું કે આ ઇન્ફીનીટી કલીનીકે મને એક દીકરી આપી વધુમાં ગુરુશરને જણાવ્યું કે મારી પાંચવાર મિસકેરેજ થયું અને ડોકટરે મને હવે માતા નહી બની શકાય તેવું જણાવ્યું પછી મે સરોગરીની હેલ્થ લીધી અને મારા નસીબ ચમકયા જો કે સરકારે આ નિર્ણય શા માટે લીધો હશે. સરોગસીએ કેટલીય માતાની કોખ ભરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે લોકસભામાં સરોગસી રેગ્યુલેશન બીલ-૨૦૧૬ ને મંજુરી મળી ગઇ છે. અને કમર્શીયલ સરોગરી પર પ્રતિબંધ લદાયો છે. અને આવું કરતાં ઝડપાશે તેને દંડની જોગવાઇ કરવામાં આવી છે.

આણંદની આકાંક્ષા ઇન્ફીનીટી કલીનીકમાં સમગ્ર ભારતમાંથી રૂ ૧૩૦૦ કરોડથી વધુની કમર્શીયલી સરોગસી ઇન્ડસ્ટ્રી બની ગયું છે. જો કે સરોગસ બીલને મંજુરી મળ્યા બાદ સરોગસી માતાઓ એક બીજાને ન આ અંગે પ્રશ્નો પૂછે છે ડો. નયના પટેલે ૨૦૧૦ થી ૧૦૦ જેટલા નવજાત બાળકોને સરોગસીના માઘ્યમથી જન્મ અપાવ્યો છે. આ સરોગસીમાં ૬ર સરોગસી માતાઓને ગર્ભધારણની સુવિધા આપવામાં આવી છે.

આ અંગે ૩ર વર્ષીય કાજલ પરીજીયા જણાવે છે હું બે બાળકોની માતા છું મારા પતિ મહિને પ હજાર ‚પિયા કમાય છે મારે મારા બાળકો ને સારુ શિક્ષણ આપવું છે અને માટે મેં સરોગરી માતા બનવાનું નકકી કર્યુ હતું. તેના માટે મને ૩.૬ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા  મેં  મારા બાળકોના સુશિક્ષણ માટે વાપર્યા અને એક મકાન પણ લીધું પરંતુ આ નવા કાયદાએ મારુંં હ્રદય ભાંગી નાંખ્યું છે.

કાજલ જેવી જ પરિસ્થિતિ વર્ષા પટેલને છે ૩૦ વર્ષીય વર્ષા જણાવે છે કે સરોગસીએ પોતાની ઇચ્છાની વાત છે. હું પહેલીવાર વડોદરામાં સ્રોગસી માતા બની હતી. દરેક મહીલાઓ પૈસા માટે જ આ કામ કરતી હોય છે. અને ભાડુતી માતા બનવા માટે ગરીબ મહીલાઓ જતૈયારી બતાવે છે. અને સરોગસી જ તેમની ગરીબી દુર કરી શકે છે.

મહત્વનું છે કે લોકસભામાં આ બીલ રજુ થયા બાદ ડો. નયના પટેલે સરોગેટસન તેમની હોસ્પિટલમાં બોલાવ્યા હતા. અને જણાવ્યું હતું કે આ બીલ દ્વારા ભાડુતી બાળકો પેદા નહી શકી શકાય.

ઉલ્લેખનીય છે કે આણંદની આકાંક્ષા ઇન્ફીનીટી કલીનીક દ્વારા કંઇ કેટલાય લોકોના ઘરમાં કીલકીલાટ કરાવાયો છે અને તેની સાથે સ્થાનીક માતાઓને પણ પૈસા મળ્યા છે. આ સરોગસી બિઝનેસ દ્વારા ૩૦૦૦ લોકોને રોજગારી મળી છે આ સિસ્ટમમાં ડોકટર્સ, નર્સ, ટ્રાવેલ એજન્સ, હોટલ અને રેસ્ટોરન્સ, સુપર સ્ટોર જેવા લોકોને રોજગારી મળી છે. મહત્વનું છે કે ૨૦૧૫ સુધીમાં બાળકોની આ ફેકટરીમાં ૩૦૪ બાળકો વિદેશી જયારે ૩૦૭ બાળકો એમઆરઆઇ પેદા થયા છે.